________________
[ ૭૩ ] ૨. તે ચૌદ રાજમાન પ્રમાણ છે. ૩. રાજમાન કોને કહેવાય છે. ઉપરોક્ત ત્રણ બાબતો જાણી આવ્યા.
આ ચૌદરાજ પ્રમાણવાળા વિશ્વને જૈનધર્મની શાસ્ત્રીય પરિભાષામાં નવા શબ્દથી ઓળખાવાય છે. લોક શબ્દ અત્યંત રૂઢ અને સુપ્રસિદ્ધ શબ્દ છે. અહીં લોક શબ્દ પ્રજાવાચક નહીં પણ અખિલ વિશ્વનો પર્યાયવાચક સ્થસૂચક શબ્દ છે. આ લોક ચૌદરાજ પ્રમાણ હોવાથી ચૌદરાજ પ્રમાણ લોક-આવું વાકય બોલી શકાય.
પ્રશ્ન- લોકસંજ્ઞક સ્થલવાચક બીજા પણ શબ્દો છે, તો તે ચૌદ રાજલોકથી ભિન્ન છે કે શું?
ઉત્તર – વાત બરાબર છે. લોક શબ્દ અંતમાં બોલાતો હોય એવા બીજા ત્રણ શબ્દો છે. ૧. ઊર્ધ્વલોક, ૨. તિર્યલોક, ૩. અધોલોક. તેના સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાતાલલોક આવાં પર્યાયવાચી નામો પણ છે. વળી મનુષ્યલોકના મધ્યમલોક-મૃત્યુલોક એવાં પર્યાય નામો પણ છે. આ ત્રણેય ચૌદ રાજલોકના જ પેટા વિભાગો છે. તે ચૌદરાજલોકના જ ભાગો હોવાથી પેટા વિભાગોને પણ લોકસંજ્ઞા જોડી તે રીતે વહેવાર કરાય છે. આ પેટા ત્રણલોકમાં શું શું છે? તે વાત આગળ રજૂ કરીશું. તે પહેલાં તેની આકૃતિ વગેરે વિષે જાણી લઇએ.
ચૌદરાજલોકની આકૃતિનો પરિચય
૧. ચૌદ રાજલોકનો આકાર વૈશાખ સંસ્થાન જેવો અથવા વૈરાટ આકારે કહ્યો છે, એટલે કે બે પગ પહોળા રાખી, બે હાથને કેડ ઉપર ટેકવી, મુખ સીધું રાખી, સ્વસ્થ થઈને એક વ્યક્તિ ટટાર ઊભી હોય તેવો આકાર લોકનો છે.
૨. સુપ્રતિષ્ઠિત સંસ્થાન અથવા ત્રિશરાવ સંપુટાકારે છે. આ બન્ને એકાર્થક વાચક શબ્દો છે. “શરાવ એટલે માટીનાં ત્રણ કૂંડાથી બનતો આકાર. તે કેવી રીતે ? પ્રથમ ક્રૂડું ઊંધું મૂકવું. તે પછી તેની ઉપર બીજું કૂંડું ચતું મૂકવું. તે પછી તેની ઉપર ત્રીજું કૂંડું ઊંધું મૂકવું. આ ત્રણ કૂંડાંથી જેવી આકૃતિ સર્જાય તેવો આકાર.
૩. બે હાથે વલોણું કરતી સ્ત્રી બે પગ પહોળા રાખી, બે હાથે વલોણું કરે ત્યારે તે સ્ત્રીનો આકાર લોકાકૃતિ જેવો બની જાય છે.
આમ વિવિધાકારે લોકાકૃતિ વર્ણવી શકાય છે.
આ વિરાટ વિશ્વ કોઇએ બનાવ્યું નથી એટલે પ્રવાહની અપેક્ષાએ તેની આદિ નથી અથતિ અનાદિથી છે. વળી તેનો આત્યન્તિક નાશ નથી તેથી અનંતા કાળ સુધી સ્વસ્વભાવે રહેશે. અર્જન માન્યતા મુજબ આ વિશ્વ કોઇએ રચ્યું નથી, કોઈ તેનો પાલક નથી, કોઈ તેનો સંહારક નથી. વળી આ વિશ્વને શેષનાગ, કાચબો વગેરે ધારણ કરે છે, આ વાતને પણ જૈનદર્શન સ્વીકારતું નથી. જૈનદર્શન
૧. શરાવ એટલે કોડિયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org