________________
L[ ૧૮ ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો નિત્ય છે. સદા સ્થિર છે અને અરૂપી છે. માત્ર એક પુદ્ગલ જ દ્રવ્ય રૂપી છે. ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો કે તત્ત્વો) અનેક નહીં પણ એક એક છે અને તે નિષ્ક્રિય (ગતિ ક્રિયા ન હોવાની અપેક્ષાએ) છે.
ધર્મ-અધર્મ બે દ્રવ્યો સંખ્યાત પ્રદેશ છે. આકાશ અનંત પ્રદેશ છે. જીવ અસંખ્યાત પ્રદેશી છે જ્યારે પુગલ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે. આ પ્રમાણે પંચાસ્તિકાયનું કિંચિત્ સ્કૂલ સ્વરૂપ જણાવ્યું છે.
૬. વાતદિવ્ય કાળદ્રવ્ય બે પ્રકારનું છે 9. ચવદા મત અને નિશ્ચયવાન.
વ્યવહારઃ -અઢી દ્વીપ અને બે સમુદ્ર એટલે કે ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય વગેરે જ્યોતિષીઓના ભ્રમણ ઉપરથી જે કાળનું પ્રમાણ નિર્ણત થાય છે તેને વ્યવહારકાળ કહેવાય છે, અને તે જૈન સર્વજ્ઞશાસનમાં સમયથી આરંભી આવલિકા-મુહૂતદિક અનેક પ્રભેદ-પ્રકારોવાળો છે.
સમય એટલે સર્વજ્ઞની દૃષ્ટિ પણ જેના બે ભાગ કલ્પી ન શકે તેવો અવિભાજ્ય-નિર્વિકલ્પ સૂક્ષ્મકાળ તે. (આંખના એક જ પલકારા ‘જેટલા કાળમાં તો અસંખ્ય સમયો (-કરોડો-અબજોથી આગળ) વ્યતીત થઈ જાય છે) આવા અકથ્ય અતિ સૂક્ષ્મ કાળનું નામ સમય છે. એની પાસે એક પળ તો ઘણી મોટી થઈ પડે છે. અહીં જ સર્વજ્ઞ શાસનની બલિહારી છે. પુદ્ગલ દ્રવ્યનો સૂક્ષ્માંશ પરમાણુ છે તેમ કાળદ્રવ્યનો અતિ સૂક્ષ્માંશ સમય છે. જે બંને અતીન્દ્રિયગમ્ય છે. કોઇપણ યાત્રિક સાધનોથી કદી જોઇ શકાતો નથી.
આવા અસંખ્ય સમયોની એક બાવનિ થાય, ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાઓનું એક મુહૂર્ત (બે ઘડી–૪૮ મિનિટ), ૩૦ મુહૂર્તનો એક દિવસ, ૧૫ દિવસનો એક પક્ષ, બે પક્ષનો એક માસ, બાર માસનું એક વર્ષ, અસંખ્યાત વર્ષનો એક નવોપન, ૧૦ કોડાકોડી પલ્યોપમનો એક સારોપમ, તેવા ૧૦ કોડાકોડી સાગરોપમની એક ઉર્જિની, અને તેટલા જ એટલે ૧૦ કોડાકોડી સાગરોપમની એક અવર્ણની, એ ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને મળીને એટલે ૨૦ કોડાકોડી સાગરોપમનું એક નિશ્ચિત થાય છે.
આ સર્વ વ્યવહારિક કાળનાં લક્ષણ–ભેદો છે. ટૂંકમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ તે બધોય કાળ વ્યવહારિક છે.
અહીંયા ચઢતો કાળ એટલે કે જે કાળમાં આયુષ્ય, બળ, સંઘયણ, શુભવર્ણ, ગંધ, રસ,
૧. એક જીર્ણ વસ્ત્રને ફાડતાં, એક તંતુથી બીજો તંતુ તૂટવામાં પણ અસંખ્ય સમય વ્યતીત થાય છે. જેનું વધુ વિસ્તૃત સ્વરુપ બૃહતસંગ્રહણીસૂત્રના મારા ભાષાંતરમાં આપ્યું છે ત્યાંથી જોઈ લેવું.
૨. પલ્યોપમ–તે જૈન પારિભાષિક શબ્દ છે અને પત્યના દૃષ્ટાંતથી આ કાળનું પ્રમાણ નક્કી થતું હોવાથી આ નામ રાખ્યું છે. જે સંખ્ય, અસંખ્ય અને અનંતની વ્યાખ્યા વાંચવાથી સમજાય તેમ છે.
૩. અહીં કોડને કોડે ગુણીએ ત્યારે કોડાકોડી થઈ સમજવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org