________________
[ ૧૭ ] બાજુએ સમજવા. બીજી પંક્તિમાં લોકવિસ્તાર વૃદ્ધિગત થતો હોવાથી દસ ખંડુક વિસ્તાર, તેમાં ચાર ત્રસનાડીમાં અને ત્રસનાડી બહાર બને બાજુએ ત્રણ ત્રણ હોય. ત્રીજી અને ચોથી ખંડુક લીટીઓમાં લોકવિસ્તાર બાર બાર ખંડુક પ્રમાણ હોય છે. તેથી ચાર ત્રસનાડીના અને ત્રસનાડીની બન્ને બાજુએ ચાર ચાર એમ નવ રજુ ચાર ખંડક પંક્તિઓ વડે સમાપ્ત થાય. રતિ નવરનુ
દસમી રજૂ માહેન્દ્રાન્તથી બ્રહ્મ દેવલોકે સમાપ્ત થાય છે એમાં પણ નવમી રજુ પ્રમાણે ચાર ખંડુક પંક્તિઓ હોય, તેમાં પહેલી બે પંકિતસ્થાને લોક વિસ્તાર સોળ સોળ ખંડુક પ્રમાણ છે. તેમાં બન્ને પતિના ચાર ચાર બંડુક ત્રસનાડીમાં અને છ છ ત્રસનાડી બહાર બને બાજુએ હોય, બાકી રહેલી બે ખંડુક પંક્તિઓના સ્થાને લોકવિસ્તાર વિશ વીશ ખંડુક હોય, એમાં ચાર ચાર ત્રસનાડીમાં અને બન્ને પંક્તિના આઠ આઠ ખંડુક ત્રસનાડી બહાર બન્ને બાજુએ હોય, એ પ્રમાણે દસમી રજુ પૂર્ણ થાય અને ત્યારે બેય બાજુએ લોકાન્ત પણ આવી જાય. હરિ શક્યુઃ I
અગિયારમી રજુ બ્રહ્માન્તથી લઈ સહસ્ત્રારાત્તે પૂર્ણ થાય છે, તેમાં પહેલી બે ખંડુક પંક્તિમાં લોકવિસ્તાર વીશ વીશ ખંડુક છે, એમાં ચાર ચાર ત્રસનાડીમાં અને આઠ આઠ ત્રસનાડી બહાર બંને બાજુએ છે. બાકીની બે ખંડક પંક્તિમાં ૧૬, ૧૬ ખંડુક લોકવિસ્તાર હોય છે, એમાં ચાર ચાર ત્રસનાડીમાં, છ છ ત્રસનાડી બહાર હોય છે. એ પ્રમાણે અગિયારમી રજુ પૂર્ણ થશે. રૂતિ વિશિષ્ણુઃ |
હવે લોકવિસ્તાર પાછો ધટતો જશે, બારમી રજુ સહસ્ત્રારાન્તથી લઈ અચ્યતે સમાપ્ત થાય છે. તેમાં પણ ચાર ખંડક પંકિતઓ અલગ અલગ ગણી ખંડુક સંખ્યા કરવાની હોવાથી પહેલી બન્ને ખંડુક પંક્તિ આગળ બાર બાર ખંડુકનો લોક વિસ્તાર છે. ત્યાં ચાર ત્રસનાડીગત અને બહાર ચાર ચાર બાકીની બન્ને પંક્તિમાં દશ દશ ખંડુક લોકવિસ્તાર, તેમાં ચાર ત્રસનાડીમાં, ત્રણ ત્રણ ત્રસનાડી બહાર હોય છે. એ પ્રમાણે બારમી રજ્જુ સમાપ્ત થશે. રતિ વાવનુ છે
તેરમી રજ્જુ અય્યતાન્તથી લઈ નવરૈવેયકાન્ત સમાપ્ત થાય છે. ત્યાં ચાર ખંડુક પંક્તિઓ પૈકી પહેલી પંક્તિ આગળ લોકવિસ્તાર દશ ખંડક એટલે તેમાં ચાર ત્રસનાડીમાં અને ત્રણ ત્રણ બહાર, બાકીની ત્રણે ખંડક પંક્તિઓમાં સમાન વિસ્તાર સંખ્યા એટલે આઠ આઠ ખંડુક સંખ્યા પ્રમાણ વિસ્તાર, તેમાં ચાર ચાર ટસનાડીમાં અને બબે ત્રસનાડી બહાર છે. રતિ રીવશરઝુ
ચૌદમી રજુ નવરૈવેયકાન્તથી લઈ લોકાત્તે સમાપ્ત થાય. ત્યાં ચાર ખંડુક પંક્તિ પૈકી પહેલી બે ખંડક પંક્તિ આગળ છ છ ખંડુક વિસ્તાર હોય, ત્યાં ચાર ચાર ત્રસનાડીમાં અને એક એક ત્રસનાડી બહાર, બાકીની બે ખંડુક પંક્તિ આગળ ચાર જ ખંડુક લોકવિસ્તાર હોવાથી ચારે ત્રસનાડીમાં જ રહે, ત્રસનાડી બહાર એકેય ખંડુક હોય નહિ. આથી આ સ્થાને એક જ રજુ વિસ્તાર હોય, આ પ્રમાણે ચૌદ રજૂ પરિપૂર્ણ થાય છે. જ્ઞાતિ ચતુર્દશાનું !
॥ चौदराजलोक प्रमाणमां कुल खंडुक संख्या ॥ ઉક્ત-બને બાજુએ સ્પર્શેલી એવી પ૬ પંક્તિગત રહેલા ખંડકોની સર્વ સંખ્યા કરવામાં આવે તો ૮૧૬ ખંડુકો (ખાનાં) આ ચૌદરાજલોકના થાય છે. તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org