________________
[ ૭ર૮ ]
આ પ્રમાણે પૂર્વકથિત સરસવના ઢગલામાં નિશ્ચયથી જેટલા સરસવોની સંખ્યા સર્વદર્શી જ્ઞાનીની દૃષ્ટિએ છે, તેટલી સંખ્યા પ્રમાણ રાશિઓ સમશ્રેણીએ સ્થાપી પરસ્પર ગુણાકાર કરવાથી જે છેલ્લી સંખ્યા પ્રાપ્ત થાય તે (૪) ધનુત્ત અસંજ્ઞાત કહેવાય. એ અભ્યાસ કરતાં છેલ્લી જે સંખ્યા આવી તેમાંથી એક સંખ્યા બાદ કરીએ એટલે (૩) ત્રીજું ઉત્કૃષ્ટ પત્તિ અસંતુ આવે.
અસત્કલ્પનાએ સમજવા પૂરતું માની લઇએ કે તે ઢગલામાં ૧૦૦ની જ સંખ્યા છે, તે સર્વેને આ પ્રમાણે સમશ્રેણીએ સ્થાપીએ. ૧૦૦×૧૦૦×૧૦૦×૧૦૦×૧૦૦ એમ સો વા૨ સોને સોએ ગુણીએ ત્યારે તે રાશિનો ‘અભ્યાસ’ કર્યો કહેવાય અને ‘અભ્યાસ’ કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે અભ્યાસસંખ્યા પ્રમાણ કહેવાય. એ રીતે રાશિનો `અભ્યાસ કરવા માટે સમજવું.
અને કહેલ સંખ્યાઓનો અભ્યાસ (ગુણાકાર) કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તેટલી સંખ્યા પ્રમાણ એક આવલિકાના સમયો પણ થાય છે એમ શ્રી જિનેશ્વર ભગવંતો પ્રરૂપે છે. આ નધયુક્ત અસંબાતાથી એકાદિક અધિક અને એ જ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતથી એકાદિક ન્યૂન સર્વ સંખ્યા તે (૫) મધ્યમમુક્તઅસંન્યતે જાણવી.
આ જઘન્યયુક્ત અસંખ્યાતના પ્રમાણને પૂર્વવત્ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાંથી એક ન્યૂન કરીએ ત્યારે (૬) ઉત્કૃષ્ટ યુવત્તાસંજ્ઞાત થાય અને એ ન્યૂન કરેલા દાણાને ભેળવી દઇએ ત્યારે (૭) નધન્ય ગમંચ્યાત અસંજ્ઞાત આવે, એ જયાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી સઘળુંય (૮) મધ્યમ ગસંધ્યાત નસંધ્યાત સમજવું. હવે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતનો અભ્યાસ કરીને આવેલ સંખ્યામાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે (૯) ઉત્કૃષ્ટ ગસંધ્યાત અસંધ્ધાત આવે. એ ઓછો કરેલ દાણો તે જ સંખ્યામાં યુક્ત કરી દઇએ ત્યારે (૧) નધન્ય ત્તિ (પ્રત્યે) અનંત થાય. એ જયાં સુધી ઉત્કૃષ્ટ થવા ન પામે ત્યાં સુધી (૨) મધ્યમ ત્તિ અનન્તુ કહેવાય. એ જઘન્ય પરિાનંતની રાશિનો અભ્યાસ કરી આવેલ સંખ્યામાંથી એક દાણો બાદ કરીએ ત્યારે (૩) ઉત્તર પ્રત્યેાનન્ત કહેવાય. એ એકરૂપ એવો સરસવ પાછો તે જ રાશિમાં પ્રક્ષેપી દઇએ ત્યારે (૪) નધન્ય યુવતાનન્ન થાય. એ જઘન્યથી ઉ૫૨ અને ઉત્કૃષ્ટયુક્ત અનંત નીચેની સર્વસંખ્યા (૫) મધ્યમ યુવત્ત અનન્ત જાણવી. એ જઘન્યયુક્ત અનંતાની રાશિનો અભ્યાસ કરવાથી આવેલ સંખ્યામાંથી એક બાદ કરતાં રહેલ સંખ્યા (૬) ઉત્કૃષ્કૃષ્ટ યુક્ત અનને જાણવી. એ બાદ કરેલા સરસવને વળી એકઠો કરી દઇએ ત્યારે (૭) નધન્ય ગનન્તાનન્ત આવીને ઊભું રહે. તે જઘન્યાનંતાનંતથી આગળ અને ઉત્કૃષ્ટાનંતાનંતથી નીચેની સર્વ સંખ્યા (૮) મધ્યમ અનન્તા અનન્ત જાણવી.
હવે (૯) ઉત્કૃષ્ટ અનન્તાનન્ત તો શ્રી જૈન સિદ્ધાન્તકારોએ ‘કોસનું અનંતાળ તળ્યું નસ્થિ' કૃતિ અનુયોગદ્વાર સૂત્રવચનાત્। માન્ય કરેલું નથી, અને એ જ કારણથી તેની સંખ્યા દર્શાવવાનો વિધિ પણ નથી. આ પ્રમાણે શાસ્ત્રોક્ત સંખ્યાતાદિનું વર્ણન પૂરું થયું.
અવતરન—ઉપરનું વિસ્તૃત વર્ણન સિદ્ધાંતાશ્રયી કહ્યું, હવે કર્મગ્રન્થકાર આશ્રયી સંખ્યાતાદિનું વર્ણન અને તેથી ઉપસ્થિત થયેલો ભેદ દર્શાવાય છે.
૧. ‘અભ્યાસ' એ એક ગણિતનો સંજ્ઞાવાચક પારિભાષિક શબ્દ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org