________________
[ કર૭ ] પડી રહ્યો. શલાકા ભરેલો હોવાથી અનવસ્થિતને માટે પણ તેની જેમ સાક્ષી કણની જગ્યા નહીં હોવાથી તે પણ ભરેલો પડયો છે. હવે પૂર્વની માફક અહીં પાછો પ્રતિશલાકા ભરીને રાખી મૂકવો.
હવે પૂર્વે અનવસ્થિત શલાકા અને ચાલુ પ્રતિશલાકામાં પણ મહાશલાકા ભરેલો હોવાથી સાક્ષીભૂત કણ નાંખવાની જગ્યા કયાંથી રહે? અને એથી જ તે ખાલી પણ શી રીતે થાય? એટલે આ પણ ભરેલો પડી રહ્યો, એમ ત્રણે સ્વતઃ ભરેલા પડયા છે અને ચોથો મહાશલાકા ભરાયો છે. એથી આગળ પાંચમો પ્યાલો નથી, જેથી તેને (મહાશલાકાને) ખાલી કરવાનો અવસર બને. માટે સ્વતઃ ભરાએલા ત્રણ અને ચોથો જે મહાશલાકા ભર્યો છે, એમ ચારે પ્યાલા સશિખા સરસવયુક્ત ભરેલા રહ્યા છે, તેમાં જેની અવસ્થા અનિયત છે તેવો અનવસ્થિત તો જે દ્વીપ-સમુદ્ર ખાલી થયો અને ત્યાં જ ભરી રાખ્યો છે તેથી તે દ્વીપ વા સમુદ્ર પ્રમાણ જેટલો જ સમજવો અને બાકીના ત્રણ પ્યાલા તો અનવસ્થિત નથી માટે જંબૂદ્વીપ જેટલા (૧ લાખ યોજન) પ્રમાણવાળા અને તે વેદિકાસહ સમજવા. આ ચારે ભરેલા પ્યાલા દિકકુમારીઓને રમવા માટેના ચાર દાબડા કે જેના ઉપર ક્રમશઃ ઢાળ પડતું શિખર સહિત સરસવની રાશિરૂપ ઢાંકણું ન હોય તેવા શોભે છે.
આ ચારે પ્યાલાને કોઈ એક મહાન વિસ્તારવાળી જગ્યામાં ઠાલવીએ અને બુદ્ધિ વડે તેનો એક ઢગલો કલ્પીએ, એ ઢગલામાં ચારે પ્યાલાને ભરવા માટે વારંવાર જંબૂદ્વીપાદિ દ્વીપ-સમુદ્રોમાં જયાં જયાં સરસવો પ્રક્ષેપ્યા છે, તે બધાય લાવીને આ ઢગલામાં પુનઃ ભેળવીએ-સામેલ કરીએ, ત્યારપછી એકંદર જેટલી ગણત્રી--સંખ્યા તે ઢગલાની થાય, તેમાંથી જ ફક્ત એક દાણો હાથમાં ઉઠાવી લઇએ, લીધેલા એ એક જ દાણા સિવાયની, ઢગલામાંના સરસવોની ગણત્રી કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે તે ઉત્કૃષ્ટ સંધ્યાતનું પ્રમાણ થયું જાણવું.
* સંધ્યાતી સંસ્થાના મેવોનું સ્વ–પૂર્વે કરેલા ઢગલામાંથી જે એક દાણો લઈ લીધો હતો તે જ એક દાણો પુનઃ તે જ ઢગલામાં પાછો નાંખતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે (૧) નાચરિત્તસંધ્યાત પ્રમાણ જાણવું. આ ગયચત્તિની સંખ્યામાં એકાદિક સરસવ ઉમેર્યા પછીથી તે ઉત્કૃષ્ટ જે સર્વ સંખ્યા તેથી અવકિ (એકાદિ ચૂન) સુધીની મધ્યમ (વચલી) સંખ્યા સર્વ (૨) મધ્યમપત્તિ સંધ્યતુ જાણવું. હવે જઘન્યયુક્ત અસંખ્યાતાની રાશિ દ્વારા ઉત્કૃષ્ટપરિત્ત અસંખ્યાત બતાવે છે.
જે રકમ સ્વસંખ્યાવડે જેટલા પ્રમાણયુક્ત હોય તે રકમને તેટલી વાર સમશ્રેણીએ સ્થાપી પરસ્પર તેટલી વાર સુધી ગુણાકાર કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે સંખ્યાનો તે અભ્યાસ અંક કહેવાય. જેમ પાંચની રકમ છે. આ રકમ પાંચ હોવાથી પ૪૫૪૫૪૫૪પ આ પ્રમાણે પાંચ વાર સ્થાપી પરસ્પર ગુણાકાર શરૂ કરવો. જેમ પહેલા પાંચ સાથે પાંચનો ગુણાકાર કરીએ ત્યારે ૨૫ થાય. પુનઃ ૨૫૪પત્રગુણીએ ત્યારે ૧૨૫ થાય. ૧૨૫*૫=૬૨૫ થાય, તેને પાંચે ગુણીએ (૬૨૫૪૫=) ત્યારે ૩૧૨૫ થાય. આ પ્રમાણે સંખ્યા લાવવી તેને અભ્યાસ કહેવાય. (તેવી રીતે ૪ સંખ્યા હોય તો સમશ્રેણીએ ચાર ચાર સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો. જેમ ૪૪૪=૧૬૪૪=૬૪૮૪=૧૫૬ આ બધું અભ્યાસ ગણિત કહેવાય.). 4. અસંખ્યાતની ગણતરીને સમજવા માટે ઉત્ત, યુવત અને અનંત આ ત્રણ પારિભાષિક સંખ્યાદર્શક સંજ્ઞાઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org