________________
[ ૭૧૫ / त्रणे लोकने धारण करनारी त्रसनाडी
ચૌદરાજ [૫૬ ખંડુક પ્રમાણ] પ્રમાણ લાંબી એક રાજ [ચાર ખંડુક પ્રમાણ] પહોળી, એવી ત્રસનાડી લોકના મધ્યે રહેલી છે. જેની અંદર ત્રણે લોકગત ત્રસાદિ જીવોનો સમાવેશ હોય છે. જેમ કોઈ એક માણસ એક રાજ પ્રમાણ પહોળી એવી સિદ્ધશિલાના મધ્યભાગની સન્મુખ ઊભો રહી જમણી બાજુના સિદ્ધશિલાના છેડે જમણા હાથ વડે અને ડાબા છેડે ડાબા હાથ વડે [સિદ્ધશિલાની બને દિશાને અજો] એમ બે હાથ વડે બને બાજુ એકસરખા સમાન વિસ્તારપૂર્વક (એક રજુ પહોળી) લીટીને આંકતો આંકતો સાતમી નારકીના તળિયા સુધી ચાલ્યો જાય, આમ ચૌદરાજ પ્રમાણ આંકેલી બને લીટીના અંદરની-વચગાળેની પહોળાઈના ભાગને માપતાં તે ભાગ એક રાજ પ્રમાણ થાય છે. આથી એક રાજ પ્રમાણ પહોળી-ચૌદરાજ પ્રમાણ લાંબી લોકના મધ્યભાગવર્તી જગ્યા તેને શાસ્ત્રની રૂઢ ભાષામાં “વસનાડી” એ નામથી સંબોધાય છે.
પ્રશ્ન-બગસનાડી” કેમ નામ આપ્યું હશે?
ઉત્તર-આ રસનાડી' એવું નામ આપવાનું પ્રયોજન એ છે કે હાલતા-ચાલતા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયાદિક સર્વ જાતિના ત્રસારિજીવો તથા સિદ્ધાત્માઓ બધાયનો આ ત્રસનાડીમાં જ સમાવેશ થયેલો છે, માટે આ નાડી ત્રસજીવોના પ્રાધાન્યવાળી હોવાથી આ નામ સાન્વર્થ છે. જો કે એકેન્દ્રિય જીવો નથી એમ નથી કિન્તુ મુખ્યત્વે ત્રસ જીવોની પણ ઘણી પ્રાધાન્યતા હોવાથી, વળી ત્રસ જીવો આ નાડીથી બહાર ન હોવાથી ત્રસનાડી કહેવાય છે.
રસનાની સ્થાપના ના આ ત્રસનાડી વિસ્તારમાં પૂર્વે કહેલા એવા ચાર ખંડુક પ્રમાણ છે અને લંબાઇમાં પ૬ ખંડુક પ્રમાણ છે.
આની જ્યારે સ્થાપના કરવી હોય ત્યારે ઊભી પાંચ લીટી દોરવી, એ પાંચના હસ્તાંગુલિવત આંતરા તો ચાર જ થશે, એથી તેનો વિસ્તાર એક રન્નુ પ્રમાણ આવશે, અને એ ઊભી પાંચ લીટી ઉપર જ ૫૭ આડી લીટી સમાન પ્રમાણની, સમાન વિસ્તારવાળી દોરવી, જેથી પ૭ના આંતરા પ૬ ગણતાં તેટલા ખંડુક પ્રમાણ લંબાઈ પણ આવી રહેશે. (એક રાજના ચાર ખંડુક એટલે ચૌદરાજના ૧૪૮૪=૫૬ ખંડક) ઉપરાઉપરી ક્રમશઃ વિચારતાં તે યોગ્ય જ છે.
(આવા ચૌદરાજલોકમાં પ્રતિરજ્જુના વિસ્તારથી અને લંબાઈ પ્રમાણથી કેટલા ખંડુકો કયાં કયાં પ્રાપ્ત થાય તે કહે છે.).
प्रतिरज्जुस्थाने खंडुक संख्या विचारणाત્રસનાડીમાં વર્તતા ત્રણે લોકવર્તી પ્રતિરાજના ખંડકોને ચાર ચારની પદ્ધતિએ મોટે ભાગે
૧. ટાઢ તડકાથી ઉદ્વેગ પામતાં ઇચ્છાપૂર્વક એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમનાગમન કરવાને સમર્થ એવા જીવોને ‘ત્રસ’ શબ્દથી સંબોધવામાં આવ્યા છે.
२. तिरिय सत्तावन्ना, उड्ढं पंचेव हुंति रेहाओ ।
पाएसु चउसु रज्जु चउदसरज्जु य तसनाडी ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org