________________
( ૭૧૩ ) સ્પશદિક અનેક શુભભાવોની ક્રમે ક્રમે વૃદ્ધિ થતી જ રહે તે ઉત્સર્જન અને ઉકતભાવોની ક્રમે ક્રમે હાનિ થતી રહે [અશુભ ભાવોની વૃદ્ધિ હોય તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે, આ વ્યવહારિક કાળનું સ્વરૂપ છે.
નિયત દ્રવ્યના વર્તનાદિ પયયરૂપ જે નિશ્ચયકાળ તે વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એમ પાંચ પ્રકારનો છે.
આ નિશ્ચયકાળનું અહીં ખાસ વિશિષ્ટ પ્રયોજન ન હોવાથી તેની વધુ વ્યાખ્યા મુલતવી રાખી છે.
આ કાળદ્રવ્ય વ્યવહારકાળની અપેક્ષાએ દ્રવ્યથી અસંતુ, ક્ષેત્રથી રાા દ્વીપ-૨ સમુદ્ર પ્રમાણ, કાળથી અનાદિ અનંત, ભાવથી વણ દિચતુષ્કરહિત અરૂપી છે. સૂર્યાદિકની ગતિ વડે જ્ઞાત થનારું મુહૂાદિક વડે અનુમેય એવું આ નિશ્ચયનય] અસ્તિકાય વિનાનું દ્રવ્ય છે.
છે ખાસ જાણવા જેવી હકીકત જ વિશ્વમાં સર્વોચ્ચકક્ષાના વૈજ્ઞાનિક ગણાતા આઈન્સ્ટાઈન એમ માનતા હતા કે આ વિશ્વ ગતિમાન અને અગતિમાન બે રીતે જે દેખાય છે એની પાછળ કોઈ સૂક્ષ્મ કારણ કામ કરી રહ્યું છે. કોઈ અદશ્ય શક્તિઓ બંને પદાર્થોને સહાય કરી રહી છે એવો તર્ક એમને થયો હતો, અને તેના સંશોધન માટે અથાગ મહેનત કરી રહ્યા હતા. જેની શોધ કરી રહ્યા હતા તે પદાર્થ જૈન વિજ્ઞાનના ધમસ્તિકાય અને અધમસ્તિકાય હતા.
આ વાત મને આજથી ૪૦ વર્ષ પહેલાં ગોડીજી પાયધુનીના ઉપાશ્રયમાં કલકત્તાના પ્રાયઃ બાબુ કુટુંબના એક ઊંડા અભ્યાસી સુશ્રાવકે કરી હતી.
છW વ્યો વિષે વડ–જીવ અને પુદ્ગલ દ્રવ્યો પરિણામી, એટલે ભિન્ન ભિન્ન અવસ્થાને પ્રાપ્ત ક્રિયાવાનું અને નિત્ય છે. જ્યારે શેષ ચાર દ્રવ્યો અપરિણામી, અક્રિય અને અનિત્ય છે. એ છમાં પુદ્ગલ દ્રવ્ય રૂપી અને શેષ દ્રવ્યો અરૂપી છે. કાળ-અપ્રદેશી, શેષ દ્રવ્યો સપ્રદેશી, આકાશદ્રવ્ય ક્ષેત્ર અને સર્વ વ્યાપ્ત દ્રવ્ય છે, શેષ પાંચ ક્ષેત્રી અને દેશ વ્યાપ્ત છે, ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય કારણ અને જીવદ્રવ્ય અકારણ છે. જીવદ્રવ્ય કત છે. ધમસ્તિકાય વગેરે બાકીના પાંચ દ્રવ્ય અકર્તા છે. સર્વ દ્રવ્યો સ્વતંત્ર દ્રવ્યો છે તેથી એકેય દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે પરિણમતાં નથી તેથી જ તે અપ્રદેશી કહેવાય છે.
તો નિવૃદિરોમ-વૈશાખ સંસ્થાનની જેમ પુરુષ અથવા સ્ત્રી આકૃતિએ રહેલા લોકનું અધોતળિયું (પગની પહોળાઈ સ્થાને–સાતમી માઘવતી નરકાન્ત ) સંત રાજ લાંબું છે. ત્યારપછી વિસ્તારમાં અંગુલના અસંખ્યાતમા ભાગની હાનિ કરતાં કરતાં એક રાજ પ્રમાણ વિસ્તાર રહે ત્યાં સુધી પહોંચવું. આથી તિચ્છલોકનું મધ્યસ્થાન પ્રાપ્ત થશે. (લોક પુરુષ વા સ્ત્રીની આકૃતિના કટિભાગ સ્થાને એટલે ધમાં પૃથ્વીના ક્ષુલ્લક પ્રતરવર્તી આવેલા અષ્ટરૂચક પ્રદેશનું સ્થાન તે) આ સ્થાનથી આગળ વધતાંની સાથે જ એકેક પ્રદેશની (અંગુલના અસંખ્યાતમા ભાગની) વૃદ્ધિ કરતાં કરતાં ત્યાં સુધી પહોંચવું કે
१. सगरज्जु मघवइतला पएसहाणीइ महिअले एगा।
तो बुढि बंभजा पण पुणसहाणि जा सिवे एगा ॥५॥ (लो ૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org