________________
[ ૭૨૧ ]
કલ્યાણકારક ધર્મમાર્ગ પ્રવર્તેલો હોય છે. તે દયાપ્રધાન સુધર્મ દ્વારા આત્માઓ મુક્તિને નિકટવર્તી બનાવી શકે છે. સમુદાયની અપેક્ષાએ મુક્તિને લાયક મગરૂરી ધરાવનાર ત્રણ લોક પૈકી એક તિતિલોક જ છે. (એમાં પણ ફક્ત અઢીદ્વીપનો જ ભાગ) સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિક જ્યોતિષી દેવો તિલિોકવર્તી જ છે. સર્વ મનુષ્યો અને તિર્યંચો અગ્નિ, વનસ્પતિ (પશુ વગેરે) મોટા ભાગે તિતિલોકવર્તી ગણાય છે.
ર્ધ્વનો શું શું વસ્તુ છે?—સૌધર્મથી લઇ અનુત્તર સુધીના દેવલોકો (વૈમાનિક નિકાય)નાં સ્થાનકો ઊર્ધ્વલોકમાં જ આવેલાં છે. તેમાં મહાન સંપત્તિ અને વૈભવસુખને તે ઉત્તમોત્તમ દેવો ભોગવે છે. ત્યારબાદ સર્વકર્મમુક્ત સિદ્ધ પરમાત્માઓથી યુક્ત સિદ્ધશિલા સ્થાન આવેલું છે. ત્યારબાદ સિદ્ધપરમાત્માઓ લોકના અંતે રહેલા છે. ત્યારબાદ અલોક શરૂ થાય છે. અલોકની અપેક્ષાએ લોકપ્રમાણ કંઇપણ હિસાબમાં નથી.
નોજ્ઞ મહત્તા સૂચઃ 'દૃષ્ટાન્ત-- આ લોકનું પ્રમાણ કેટલું છે તેને સિદ્ધાંતકાર એક જ દૃષ્ટાંત આપી સમજાવે છે. તે આ પ્રમાણે--જંબૂદ્વીપના મધ્યવર્તી મેરુ પર્વતની ચૂલિકા આગળ ચારે બાજુ ફરતા છ દેવો ઊભા રહે. બીજી બાજુ જંબુદ્રીપની જગતીના પ્રત્યેક દ્વારે કુલ ચારે દ્વારે ચા૨ દિકુમારિકાઓ બિલના પિંડને લઇ લવણસમુદ્ર તરફ મુખ રાખી ચારે દિશા સન્મુખ (લવણ સમુદ્ર તરફ) તે બલિને ફેંકે, એવામાં ચૂલિકા પાસે ઊભેલા છ દેવ પૈકી કોઇપણ એક જ દેવ પોતાની ઉતાવળીમાં ઉતાવળી ગતિથી ફેંકેલા ચારે દિશાના બલિપિંડો ભૂમિ ઉપર પડયા પહેલાં જ જંબુદ્રીપના ચારે દ્વારે ફરીને ગ્રહણ કરી લે. આવા પ્રકારની શીવ્રતર ગતિએ તે છએ દેવો લોકનો અંત જોવાની ઇચ્છાએ એકી સાથે છએ દિશામાં વટેમાર્ગુની જેમ ચાલી નીકળ્યા, એવામાં એક ગૃહસ્થને ત્યાં પુત્ર જન્મ્યો, તે પુત્ર અનુક્રમે વધવા લાગ્યો, એવામાં તે પુત્રના માતા-પિતાના આયુષ્ય પૂર્ણ થયાં અને તે મરણ પામ્યા. અનુક્રમે એ પુત્ર પણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામ્યો, કેટલેક કાળે તે પુત્રના અસ્થિમજ્જા પણ નષ્ટ થઇ ચૂકયાં, એટલું જ નહિ પણ તે જ કુટુંબની સાત પેઢી પણ જન્મીને મૃત્યુ પામી, વીતી ગઇ. તેઓનાં નામનિશાન પણ વિશ્વમાંથી ભુલાઇ ગયાં. એટલો બધો કાળ વીતી ગયો તો પણ આ દેવો હજુ લોકાંતે પહોંચી શક્યા નહિ.
આ સમયે કોઇ આત્મા સર્વજ્ઞ પ્રભુને પ્રશ્ન કરે કે હે ભગવંત ! પેલા દેવો અત્યારે કયાં સુધી પહોંચ્યા હશે ? તેઓને કાપવાનો બાકીનો માર્ગ હવે થોડો રહ્યો છે કે વધારે ? તે વખતે ભગવંત ઉત્તર આપે કે, હે આત્મન્ ! તેઓએ ઉલ્લંઘેલો માર્ગ ઘણો છે એટલે અણકાપેલો માર્ગ કાપેલા માર્ગથી સંખ્યાત ગુણો વધારે છે. આ પ્રમાણે લોકપ્રમાણની મહત્તા સૂચક દૃષ્ટાંત આપ્યું.
આ દૃષ્ટાંત ઘનરૂપ કરેલા લોકનું સમજવું.
* સૂચીરજ્જુ, પ્રત૨રજ્જુ, ઘનરજ્જુ ઇત્યાદિનું સ્વરૂપ જિજ્ઞાસુઓએ લોકપ્રકાશ, પ્રવચનસારોદ્વાર, લોકનાલિકાસ્તવ ઇત્યાદિથી જાણી લેવું.
૯૧
इति समाप्तं चतुर्दशरज्जु व्यवस्था विवरणम् ॥ આ પ્રમાણે ચૌદરાજની વ્યવસ્થાનું વર્ણન સમાપ્ત થયું.
૧. આ દૃષ્ટાંત પહેલાં આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org