________________
[ ૭૪ ]
વળી જેમ બેને બે એ ગુણવાથી (બે દુ ચા૨) ૨૪૨=૪, ત્રણ ને ત્રણે ગુણવાથી (ત્રણ તેરી નવ) ૩×૩=૯ એમ સંખ્યાની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ તે બેને અથવા ચારને એકે ગુણવાથી તેની તે જ સંખ્યા રહે છે, પરંતુ પૂર્વની માફક સંખ્યાવૃદ્ધિ થતી નથી. અથવા એકને એકે ગુણવાથી પણ સંખ્યાવૃદ્ધિ પામતી નથી. આવાં અનેક પ્રકારનાં કારણોથી તત્ત્વજ્ઞપુરુષોએ એકની સંખ્યાને સંખ્યાતાની ગણતરીમાં ગણેલી નથી.
નધન્ય સંબાત—બેની સંખ્યાથી સંખ્યાતાની ગણત્રી થાય છે તેથી બે એ જઘન્ય સંખ્યાતું છે. મધ્યમ સંબાત—ત્રણથી લઇને જે ઉત્કૃષ્ટ સંખ્યાતું આગળ કહેવાય છે તે સંખ્યાથી અવિક્ (એટલે તેમાંથી એક સંખ્યા ઓછી) સુધીની સર્વ સંખ્યા એ મધ્યમ સંખ્યાતે વર્તે છે.
ઉત્કૃષ્ટ સંધ્યાતસ્વરુપ નિરુષન વિષા—ઉત્કૃષ્ટ સંખ્યાતું જાણવા માટે જ્ઞાનીઓએ પ્રત્યેક બુદ્ધિશાળી આત્માઓને સમજાય તેવી રીતે (`અસત્કલ્પના દ્વારા) ચાર પલ્યની વ્યવસ્થા વડે ઉદાહરણપૂર્વક નિરૂપણ કરેલું છે.
પ્રથમ તો પ્રમાણાંગુલે નિષ્પન્ન એક લાખ યોજનના જંબુદ્રીપ સરખી જ લંબાઇ, પહોળાઇ અને ૩૧૬૨૨૭ યોજનાધિક પરિધિએ યુકત તેમજ ૧૦૦૦ યોજન ઊંડાઇવાળા ચાર પલ્યો (પ્યાલાઓ)ની કલ્પના કરવી. આ ચારે પલ્ય આઠ યોજનની જગતી (કોટ) વડે સુશોભિત અને તે જગતી ઉપર બે ગાઉ ઊંચી પદ્મવર નામની વેદિકા વડે યુક્ત જાણવા. (આ કારણથી) આ વેદિકાની ઊંચાઇના કારણ વડે આ પ્યાલાઓ જાણે દ્વીપ-સમુદ્રનું દિગ્દર્શન કરવા માટે ઊંચી ડોક કરી તલસી રહ્યા ન હોય! અથવા તો યોગપટ્ટને ધારણ કરનારા ઉત્કૃષ્ટ સંખ્યાતનું ધ્યાન (વિચાર) કરતા યોગીઓ ન હોય ! એવી કલ્પના કરવાનું મન થઇ જાય.
આ ચારે પ્યાલા પૈકી પહેલો અનવસ્થિત, બીજો શલાકા, ત્રીજો પ્રતિશલાકા અને ચોથો મહાશલાકા એ પ્રમાણે ચારેની જુદી જુદી નામસંજ્ઞાઓ ધ્યાનમાં રાખવી, એમાં પ્રથમના અનવસ્થિત પ્યાલાને વેદિકા પર્યન્ત શિખા સહિત સરસવના દાણા વડે ભરવો, ભર્યા બાદ એ અનવસ્થિત પ્યાલો ડાબા હાથમાં ગ્રહણ કરી તેમાંથી જમણા હાથ વડે પ્રથમ એક સરસવ જંબુદ્રીપમાં, બીજો લવણસમુદ્રમાં, ત્રીજો ધાતકીખંડમાં એ પ્રમાણે એકેક સરસવ પ્રત્યેક દ્વીપ અને સમુદ્રમાં ક્રમે ક્રમે પ્રક્ષેપતા જવું. એ પ્રમાણે પ્રક્ષેપ કરતાં કરતાં તે પ્યાલાના સરસવો, જે દ્વીપ કે જે સમુદ્રે સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે, જે દ્વીપ વા સમુદ્રે ખાલી થયો છે તે જ દ્વીપ અથવા સમુદ્ર જેટલી લંબાઇ અને પહોળાઇથી ત્રિગુણ અધિક પરિધિવાળો પુનઃ દ્વિતીય પ્યાલો કલ્પવો. આ પ્યાલો અનવસ્થિત જ રહેવાનો છે. કારણકે આ પ્યાલાનું પ્રમાણ પ્રતિવખત પરિવર્તનને જ પામ્યા ક૨શે.
માટે ૧ લાખ યોજન પ્રમાણવાળો આ અનવસ્થિત પ્યાલો ગમે તે સ્થાને પરિવર્તન ભલે પામે, પરંતુ બીજા પ્યાલાઓ તો સર્વ સ્થાને જંબુદ્રીપવત્ લાખ યોજન લાંબા-પહોળા, ૧૦૦૦ યોજન ઊંડાઇવાળા અને બે ગાઉની વેદિકાસહ આઠ યોજન ઊંચી જગતીવાળા સમજવા. આ નૂતન પ્રમાણ-માપથી કલ્પેલા ૧. અસત્કલ્પના એટલે જે કલ્પનાનું સ્વરૂપ માત્ર કહેવાનું હોય પણ તે કલ્પના પ્રમાણે વસ્તુ કંઇ કરાતી નથી, પરંતુ તે કલ્પના દ્વારા વસ્તુ સરલતાએ ધ્યાનમાં આવે માટે કરેલી કલ્પના તે અસત્ત્વના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org