________________
[ ૭૧૦ ) નામનિશાન પણ ન રહ્યું હોય. આટલો કાળ પસાર થયા પછી જો કોઈ એક જિજ્ઞાસુ આત્મા કેવળી ભગવંતને પ્રશ્ન પૂછે કે હે ભગવંત! તે દેવોનું શેષ ક્ષેત્ર (જવાને માટે બાકી રહેલું) ઘણું રહ્યું છે કે ગતક્ષેત્ર (ઓળંગેલું ક્ષેત્ર) ઘણું છે? તે અવસરે ભગવંત ઉત્તર આપે કે પૂર્વે કહ્યો તેટલો કાળ ગયો છતાં ઉલ્લંઘન કરેલું ક્ષેત્ર (અનંતમાં ભાગ જેટલું) અતિઅલ્પ છે, અને હજુ જવાને બાકી રહેલું ક્ષેત્ર (અનંતગુણ) ઘણું છે. આ દષ્ટાંતથી અલોકની વિશાળતા કેવી અપાર છે તે કલ્પી શકાશે.
અનંત વિસ્તારવાળા અલોકનો આકાર પોલા લોહના ગોળા સરખો છે અને તે અલોક લોકની ચારે બાજુએ રહેલો છે. તે ધમસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોથી રહિત છે. માત્ર ત્યાં કેવળ આકાશ-પોલાણ સિવાય બીજું કંઈ છે જ નહિ.
પ્રશ્ન- એથી જ ભગવતીજી સૂત્ર ગ્રન્થમાં શ્રી ગૌતમ મહારાજાએ પ્રશ્ન પૂછેલો છે કે હે ભગવંત ! મહાન ઋદ્ધિવાળો મહાન સમર્થ શક્તિવાળો કોઈ એક દેવ લોકાત્તે ઊભો રહીને અલોકને વિષે હાથ અથવા પગ યાવત સાથલ વગેરે કોઇપણ અંગ પ્રસારવાને તે સમર્થ છે?”
ઉત્તર– હે ગૌતમ! એ કાર્ય કરવાને તે સમર્થ નથી. અલોકને વિષે ધમસ્તિકાય, અધમસ્તિકાય દ્રવ્યોનો અભાવ હોવાથી ત્યાં તે દેવોની (જીવ, પુદ્ગલોની) કોઇપણ પ્રકારે ગતિ સ્થિતિ થઈ શકતી જ નથી. તો પછી મનુષ્યાદિકની તો વાત જ શી કરવી ? આ અલોક લોકની ચારે બાજુ છે અને ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોથી રહિત છે, જેથી ત્યાં આકાશ સિવાય બીજું કંઈ છે જ નહિ. એથી જ કોઇપણ ઈન્દ્ર કે દેવ લોકાત્તે ઊભો રહી અલોકને વિષે હાથ કે પગ કંઈ પણ પસારવા સમર્થ નથી. જો આ દ્રવ્ય ન હોત તો અનંતજીવો અને અનંત પરમાણુઓ અને તેઓના પુનઃ અનંત સ્કંધો વિશ્વ-લોકમાં રહી ન શકત.
એક તસુમાં એક લાકડું રહી શકે તેટલી જ જગ્યામાં તેટલું સોનું વધુ ભારે છતાં રહી શકે છે તે આ અવકાશ–જગ્યા આપવાવાળા દ્રવ્યને કારણે જ.
આ પ્રમાણે પૂર્વે કહેવાએલાં ધમસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યો અનંત અગુરુલઘુ પર્યાયો વડે આશ્રિત છે. કારણકે અરૂપી દ્રવ્યોમાં જ આ પયયો રહેલા છે.
४. पुद्गलास्तिकाय પ્રતિસમય પુદું પૂરણ એટલે મળવું અને વર્ત=ગલન એટલે કે છુટા પડવું કે વિખરવું. આવા સ્વભાવવાળો પદાર્થ તે પુત્તિ કહેવાય. કારણકે સમયે સમયે પુદ્ગલ સ્કંધો નવા નવા પરમાણુઓથી પૂરાય છે અને પ્રતિસમય પૂર્વબદ્ધ પરમાણુઓથી તે વિખરાઈ પણ જાય છે. એ પુદ્ગલ પ્રદેશ સમૂહરૂપ હોવાથી આ દ્રવ્યને “અસ્તિકાયથી સંબોધાય છે. વળી એ પુદ્ગલ વાસ્તવિક રીતે પરમાણુ સ્વરુપ છે પરંતુ તેના વિકારરૂપે સંખ્ય, અસંખ્ય અને અનંતપ્રદેશી ઢંધો પણ બને જ છે માટે જ સ્કંધને વિભાવ
૧. જુઓ ભગવતીજી શતક-૧૬, ઉદ્દેશ ૮.
૨. કદાચ કોઈ સ્કંધોમાં પ્રતિસમય તેવું ન બને તો પણ અમુક વર્ણ-ગંધાદિકનો વિવિધ ભેદોમાંથી કોઈપણ ભેદનું પુરાવવું તથા તેનું વિખરાવવું અવશ્ય હોય જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org