________________
[ ૭૦૮ ]
અલોકમાં અધર્માસ્તિકાય દ્રવ્ય નથી તેથી ત્યાં જીવ, પુદ્ગલોની સ્થિતિ પણ નથી. જ્યાં આ દ્રવ્યો છે ત્યાં જ જીવ, પુદ્ગલોનું અસ્તિત્વપણું હોઇ શકે છે અને તે અસ્તિત્વ આ ચૌદરાજલોકમાં જ છે.
આ અધર્માસ્તિકાયના પણ સ્કંધ, દેશ અને પ્રદેશના ભેદો ધર્માસ્તિકાય પ્રમાણે જ વિચારવા, આ અધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશાત્મક છે.
રૂ. आकाशास्तिकाय
આકાશાસ્તિકાય દ્રવ્ય બે વિભાગે વિભક્ત છે એટલે લોક અને અલોકના ભેદ વડે બે પ્રકારે છે. જો કે ખરી રીતે વિચારતાં આકાશ દ્રવ્ય લોકાલોકમાં સર્વત્ર હોવાથી બે વિભાગવાળું હોઈ શકે જ નહિ, પરંતુ લોકમાં રહેલાં ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોની સાથેના રહેવારૂપ ઉપચારથી બે વિભાગે તેનું કથન કરાય છે. તેમાં પ્રથમ લોકાકાશનું સ્વરૂપ કહે છે.
૧. તોજાજાશ—લોકમાં રહેલ આકાશ દ્રવ્ય, અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે, અને તે સ્વપ્રમાણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો વડે સદાકાળયુકત રહ્યું થયું જેમ રાજા બે પ્રધાનને ધારણ કરીને જગતનું રક્ષણ કરે તેમ આ બન્ને દ્રવ્યો સાથે રહી જગતને ઉપકારક બને છે. કારણ કે આકાશ [અવગાહ] વિના એટલે અવકાશ—ખાલી જગ્યા વિના જીવ, પુદ્ગલો રહી જ ન શકે, એટલે તે જરૂરી દ્રવ્ય છે.
આ લોકાકાશના સ્કંધ, દેશ, પ્રદેશોનું સ્વરુપ પણ ધર્માસ્તિકાયવત્ સમજવું.
આ દ્રવ્ય દ્રવ્યથી એક જ અને સર્વવ્યાપ્ત છે. પણ ધર્માસ્તિકાયાદિની અપેક્ષાએ તે બે વિભાગમાં વહેંચાએલું છે. લોકમાં રહેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સાથે રહેવાવાળું હોવાથી તે ઔપચારિક રીતે ‘ોવાશ’ કહેવાય છે અને ઉપાધિથી રહિત તે ‘ગોવાાશ' કહેવાય છે. એ પ્રમાણે તે દ્રવ્ય. ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ હોવાથી અનંત છે, પરંતુ લોકાકાશની અપેક્ષાએ આકાશ દ્રવ્ય અસંખ્ય પ્રદેશાત્મક કહેવાય. ાનથી તે અનાદિ અનન્ત અર્થાત્ શાશ્વતું છે. માવથી વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ રહિત છે અને મુળથી અવગાહ-અવકાશ આપવાના સ્વભાવવાળું છે. જેથી ત્યાં જીવ, પુગલોને સ્થાન મળ્યું છે.
સાકરને અવકાશ આપનારું જેમ દૂધ છે અને અગ્નિને અવકાશ આપનારો જેમ તપાવેલ લોખંડનો ગોળો છે, તે જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય એ ચારેય દ્રવ્યોને અવકાશ-જગ્યા આપવામાં કારણભૂત કોઇપણ દ્રવ્ય હોય તો આકાશદ્રવ્ય છે. એક આકાશપ્રદેશ જેટલા સ્થાનમાં પરમાણુ આદિ એક દ્રવ્ય રહે છે, તેટલા જ એટલે એક આકાશપ્રદેશ જેટલા સ્થાનમાં ૧. એક પ્યાલો દૂધથી સંપૂર્ણ ભર્યો હોય તેમાં ઉપરથી સાકર નાંખશું તો પણ તે દૂધમાં વધારો નહિ થાય, તેમ દૂધમાં સાકર મિશ્ર થયા પછી કોઇપણ જાતની વધઘટ નહિ બને. જો વધે તો તો પછી અવકાશ આપ્યો એમ બોલાય જ નહિ, પણ તેમ તો થતું જ નથી. વળી લોખંડના ગોળાને જે વખતે લુહાર ભઠ્ઠીમાં તપાવે છે ત્યારે તેમાં અગ્નિ એકમેકપણે સમાઇ રહે છે. તે ગોળો અગ્નિકાયના પ્રવેશથી જરાયે વજનમાં વૃદ્ધિ પામતો નથી. કારણકે તેમાં અન્યપદાર્થને અવકાશ આપવાનો સ્વભાવ હોવાથી તેમાં તે અંતર્ગત થઇ જાય છે. (-ભગવતીસૂત્ર શતક-૧૩, ઉદ્દેશ-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org