________________
[ ૭૦૭) પણ બે વિભાગ કલ્પી ન શકે તેવો સૂક્ષ્મ અણુ જેટલો ભાગ તે પ્રદેશ’ કહેવાય, એટલે કે કલ્પેલા ‘દેશ” માંનો એક નિર્વિભાજ્ય વિભાગ (પ્રદેશ) જે દેશ સાથે જ લાગેલો હોય છે તે.
આ ધમસ્તિકાય દ્રવ્ય 9. દ્રવ્યથી સિંખ્યા વડે] એક છે. ૨. ક્ષેત્રથી લોકાકાશ પ્રમાણ છે. રૂ. ઋત્તિથી ત્રણે કાળમાં રહેવાવાળું શાશ્વત છે. ૪. માવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે અને ૬. ગુખથી જીવ–પુગલને ગતિ કરવામાં સહાયક સ્વભાવવાળું હોવાથી ગતિસહાયક ગુણવાળું છે. એમ આ દ્રવ્યની પાંચ પ્રકારે પ્રરૂપણા થઈ. આ ધમસ્તિકાય અલોકમાં નહિ હોવાથી ત્યાં આગળ જીવો તથા પગલોની ગતિ થઈ શકતી નથી.
२. अधर्मास्तिकाय અધર્માતિવાચ–અધમસ્તિકાયદ્રવ્ય તે ધમસ્તિકાયવત્ ચૌદરાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. એટલે ગુફાઓમાં, સમુદ્ર, નદીમાં સર્વત્ર એક મંચણીની અણી જેટલો ભાગ પણ એવો નથી કે જ્યાં ધમસ્તિકાયનું અસ્તિત્વ ન હોય. ધમસ્તિકાય તથા અધમસ્તિકાય બન્ને દ્રવ્યો અન્યોન્ય સાહચર્ય સ્વભાવવાળાં છે. તેથી જાણે સાથે જ જન્મેલા ભ્રાતા ન હોય ! એવી કલ્પના જન્માવનારાં છે. જ્યાં ધમસ્તિકાય છે ત્યાં જ અધમસ્તિકાય રહેલ છે.
આ અધમસ્તિકાય પણ પાંચ ભેદ વડે પ્રરૂપિત છે. એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારેયની પ્રરૂપણા તો ધમસ્તિકાય પ્રમાણે જ અહીં ઘટાવી લેવી, માત્ર પાંચમો જે પ્રકાર ગુણ તેમાં તફાવત છે. તે આ પ્રમાણે—
જેમ કોઈ વટેમાર્ગુને વિશ્રામ માટે વૃક્ષની છાયા, તેમજ જળમાં સ્વભાવે ગતિ કરતા મત્સ્યાદિને સ્થિર થવામાં અધમસ્તિકાય કારણરૂપ છે, તેમ આ લોકમાં સ્વભાવે જ સ્થિર પરિણામી એવા જીવ તથા પુગલોને આ અધમસ્તિકાય એક આલંબનરૂપ દ્રવ્ય છે, એટલું જ નહિ પરંતુ ગમન કરતા જીવોને ઊભવું હોય, સ્થિર થવું હોય, શયન કરવું હોય ઈત્યાદિક અવલંબનવાળાં કાર્યોમાં અને ચિત્તની સ્થિરતા વગેરે ‘સ્થિરપરિણામી કાર્યોમાં આ અધમસ્તિકાય જ કારણરૂપ છે.
ધમસ્તિકાયની માફક આ અધમસ્તિકાય નામનો પદાર્થ પણ જીવ અને પુદ્ગલોને કંઈ પ્રેરણા કરીને-પકડીને વસ્તુને સ્થિર કરતો નથી. પરંતુ સ્વતઃ સ્થિર રહેવાને ઇચ્છતા એવા જીવોને તથા પુગલોને તે સહાયભૂત બને છે. જો તેઓને તે પ્રેરકરૂપે થઈ પડે તો જીવ, પુદ્ગલો હંમેશાં સ્થિર જ રહ્યા કરે. વળી આ પ્રમાણે બન્ને પ્રકારનાં દ્રવ્યો (ગતિ કરાવવામાં અને સ્થિરતા કરાવવામાં) પ્રેરક રૂપ બને તો ગતિ અને સ્થિતિ બન્નેમાં સાંકર્ય-સંઘર્ષભાવ ઉત્પન્ન થઈ જાય, અને તેથી પદાર્થ સિદ્ધિ અસિદ્ધ થઇ જાય તો એ ન ચાલે. આથી જ બન્ને દ્રવ્યો પ્રેરક નહિ પણ સહાયક ગુણવાળાં છે. અનેક પરમાણુઓનો બનેલો અંધ કે અણુ છે. પરમાણને તો જ્ઞાનીઓ જ શાનદૃષ્ટિથી જોઇ શકે છે.
૨. જો આ “અધમસ્તિકાય’ નામનો પદાર્થ જગતમાં ન હોય તો જીવ, પુદ્ગલોની હરહંમેશ ગતિ ચાલુ રહ્યા. જ કરે. કોઈ ઠેકાણે સ્થિર અવસ્થા પામે જ નહિ. તેવી રીતે “ધમસ્તિકાય’ નામનો પદાર્થ પણ જો ન હોત તો તેઓની હંમેશને માટે સ્થિતિ સ્થિર રહ્યા કરત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org