________________
[ ૭૦૯ ]
[પુદ્ગલની તથાવિધ વિચિત્રતા હોવાથી] સેંકડો, હજારો, લાખો, સંખ્ય, અસંખ્ય અને અનંતપ્રદેશી સ્કંધો-જથ્થો પણ રહી શકે છે. એથી આકાશમાં અવગાહ આપવાના ગુણની સ્વતઃસિદ્ધિ થાય છે. કારણ એક જ કે તેનો અવગાહ [અવકાશ] આપવાનો સ્વભાવ જ છે. અહીંયા આ પણ એક સમજવા જેવી બાબત એ છે કે જે આકાશપ્રદેશમાં સંખ્યપ્રદેશી કિંવા અસંખ્યપ્રદેશી કંધો રહે છે, ત્યાં જ બીજા તેવાં સંખ્ય કિંવા અસંખ્યસ્કંધો પુદ્ગલો પણ તેના તેવા પ્રકારના જાતિ ગુણ સ્વભાવે જ રહી શકે છે. અર્થાત્ પુદ્ગલોનો તેવા પ્રકારનો વિચિત્ર સ્વભાવ જ છે. જેમ એક ઓરડા જેટલા સ્થાનમાં એક જ દીપક પોતાના પ્રકાશને પાથરે છે એ જ ઓરડામાં બીજા પ્રદીપ્ત એવા સેંકડો-હજારો દીપકો કે ઇલેક્ટ્રીક ગોળાઓ મૂકવામાં આવે તો પણ તે સઘળાય દીવાઓનો પ્રકાશ પૂર્વ પ્રકાશમાં અંતર્ગત થઈ જાય છે. અર્થાત્ એ જ જગ્યામાં તે બધાયના પ્રકાશને અવકાશ મળી શકે છે.
બીજું દૃષ્ટાન્ત વિચારીએ તો *એક તોલા જેટલા પારામાં પ્રકૃષ્ટ ઔષધિના પ્રબળ પ્રયોગથી ૧૦૦ તોલા જેટલું સુવર્ણ પણ પ્રવેશ કરી (સમાઇ) જાય છે. છતાં પણ કોઈ અદ્ભુત અને અગમ્યપ્રયોગ ક્રિયાની શક્તિના બળે તે પારાને પુનઃ તોળશું તો એક તોલો જ પ્રમાણ આવી ઊભું રહેશે. ૧૦૦ તોલા સુવર્ણ સમાઇ જાય છતાં જરાપણ તે વધે નહિ. એટલું જ નહિ પણ એ સમાયેલું ૧૦૦ તોલા સુવર્ણ અને ૧ તોલો પ્રમાણ પારો બન્નેને એકમેક થયેલ સ્થિતિમાંથી તથાપ્રકારની ઔષધિના સામર્થ્યથી અલગ અલગ પણ કરી શકાય છે.
૨. અત્તોાળાશ મેટ્ વીનો અલોકાકાશ એ લોઢાના પોલા ગોળા સરખો છે અને લોકાકાશથી અનંત ગુણો છે.
જો કે આ અલોકના અંતને પાર પામવાને કોઇ સમર્થ નથી જ. છતાં અસત્ કલ્પના દ્વારા શ્રી ભગવતીજીસૂત્રના ૧૧માં શતકના, દશમાં ઉદ્દેશમાં જે ઘટના કહેલી છે તેની અહીં સીધી નોંધ જોઇએ.
મેરુપર્વતની ઉપર દશે દિશાવર્તી દશ કૌતુકી દેવો ઊભા રહે, અને એ જ મેરુની ચારે દિશાએ ૨૨ા લાખ યોજન દૂર આવેલા માનુષોત્તર પર્વત ઉપર આઠે દિશાએ મેરુને પુંઠ કરી અર્થાત્ મનુષ્યક્ષેત્રના બહારના દ્વીપ-સમુદ્રો તરફ મુખ રાખીને આઠ દિક્કુમારિકાઓ પોતાના હાથમાં રહેલા બલિના પિંડને પોતપોતાની દિશા સન્મુખ ફેંકે, આઠે કુમારિકાઓથી એક જ સમયે ફેંકાએલા, એ આઠે દિશાના બલિપિંડો, પૃથ્વી ઉપર પડતાં પહેલાં જ, મેરુપર્વત ઉ૫૨ ૨હેલા દેવોમાંથી કોઇપણ એક દેવ માનુષોત્તરે પહોંચીને આઠે દિશાએ ફરીને તે પિંડોને જેવા પ્રકારની શીઘ્રગતિ વડે અદ્ધરથી જ ઉપાડી લે, તેવી જ શીઘ્રગતિથી તે બધા દેવો અલોકનો અંત જોવાની ઇચ્છાથી દશે દિશાઓમાં એક સાથે ચાલવા માંડે, હવે એવામાં કોઇ એક ગૃહસ્થને ત્યાં એક લાખ વર્ષના આયુષ્યવાળો પુત્ર જન્મ્યો, પુનઃ તે પુત્રને ત્યાં એક લાખ વર્ષના આયુષ્યવાળો બીજો પુત્ર જન્મ્યો, એ પ્રમાણે સાત પેઢીઓ (વંશ) સુધી લાખ લાખ વર્ષના આયુષ્યવાળા પુત્રોના જન્મ થતાં રહે, કાળે કરીને તે લાખ લાખ વર્ષના આયુષ્યવાળા સાતે પુત્ર-પુરુષો મરણ પામી જાય, તેઓના હાડ-માંસ-મજ્જાદિ પણ વિનષ્ટ થઇ જાય, યાવત્ તેનું * આ વાત ભગવતી શતક-૧૪, ઉદ્દેશ ૪માં જણાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org