________________
[ ૭૦૦ / માનવીની દષ્ટિ-શક્તિની મર્યાદા છે અને તે કારણથી તે જે વિચારી શકે, જે જાણી શકે તેને પણ મયદા લાગુ પડી જાય છે. આ સંજોગોમાં માનવ વૈજ્ઞાનિકો કહે “એ બધું જ સાચું અને તે જ આખરી’ આ માન્યતા બરાબર નથી. એક બાબત સ્પષ્ટ છે કે સામાન્ય માનવીનું દર્શન સામાન્ય હોય છે અને અસામાન્ય માનવીનું દર્શન અસામાન્ય અર્થાત્ વિરાટ અને વેધક હોય છે.
જે આત્માઓએ તપ, ત્યાગ અને સંયમની સાધના દ્વારા અજ્ઞાનનાં આવરણોને હટાવી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ મેળવ્યો, જ્ઞાનની અંતિમ કક્ષાએ પહોંચી ગયા એવા આત્માઓને હવે કાયાના ચર્મચક્ષુથી જોવાનું કે પુસ્તકીયા જ્ઞાનથી, યાત્રિક સાધનોથી જાણવાનું હોતું જ નથી. હવે તેમને જોવાનું કે જાણવાનું જ્ઞાનચક્ષુથી જ હોય છે, અને તેથી તેમનું સમગ્ર દર્શન આમૂલચૂલ, અપાર અને અનંત હોય છે. જૈનધર્મની પરિભાષામાં જ્ઞાનપ્રાપ્તિની આખરી ટોચ કે કક્ષાને કેવલજ્ઞાન શબ્દથી ઓળખાવાય છે. આનાથી આગળ હવે કશી કક્ષા મેળવવાની રહી નથી. આ કેવલજ્ઞાનના ત્રિકાલજ્ઞાન કે સર્વજ્ઞપણું એ નામાન્તરો છે. આ જ્ઞાનથી તે જ્ઞાની મહર્ષિઓને ત્રણેય કાળના દ્રવ્યો-પદાર્થો તથા તેના ગુણ-પર્યાયોનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને તેથી જ તેમનું દર્શન સંપૂર્ણ યથાર્થ અને નિઃશંક કોટિનું હોય છે, કારણકે અસત્ય કે અપૂર્ણ બોલવાના કારણો નષ્ટ થયા બાદ જ કેવલજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થતો હોવાથી એમના યથાર્થ કથનને શ્રદ્ધા અને બુદ્ધિ બનૈયથી સ્વીકારી લેવું જોઈએ. એમ છતાંય જે ફેરફારો આવે છે તે શાથી આવે છે તે શોધવા પ્રયત્ન કરવો જોઈએ.
વૈજ્ઞાનિકો કે અન્ય મહામતિ-બુદ્ધિવંતોનું દર્શન પોતાના જ્ઞાનનો ઉઘાડ પૂરેપૂરો થયો ન હોવાથી તેમજ ભૌતિક સાધનો દ્વારા થતું જે દર્શન તે અધૂરું, અપૂર્ણ અને કયારેક તો ઊલટું અને વિલક્ષણ હોય છે એટલે પરીક્ષા કર્યા વિના શી રીતે સ્વીકારાય?
અહીં અન્ય દાર્શનિકો તથા વૈજ્ઞાનિકોએ જોયેલા વિશ્વની નોંધ આપતો નથી, એની અહીં કોઈ ચર્ચા કરવી નથી. ફક્ત જૈનદાર્શનિકોની દષ્ટિએ બ્રહ્માંડ–વિશ્વ કેવું છે? અને તેની શી વ્યવસ્થા છે? એ જ વાત અહીં જણાવું છું.
ભગવાન શ્રી મહાવીરસ્વામી કેવળજ્ઞાની બન્યા હતા તેથી તેમણે ચૌદરાજલોકરૂપ વિશ્વ (બ્રહ્માંડ)ના વૈકાલિક ભાવોને આત્મપ્રત્યક્ષ કર્યા હતા. કારણકે તેઓ તો પૂર્ણાત્મા બન્યા હતા એટલે તેમનું દર્શન પૂર્ણ હતું અને જેવું તેમનું દર્શન તેવું જ તેમનું કથન હતું. મહાન દેખાએ પોતાના જ્ઞાનમાં વિરાટ આકાશની અંદર વિરાટ વિશ્વનું જે મહાદર્શન આત્મપ્રત્યક્ષ કર્યું ત્યારે તેમણે વિશ્વને જે આકારે જોયું, જે માપે જોયું તે, અને આ વિશ્વમાં કયાં કયાં કેવાં કેવાં સ્થાનો છે? કેવા કેવા જીવો છે? કેવા કેવા દ્રવ્યો-પદાર્થો કેવા કેવા અનંતભાવો અને રહસ્યોથી પૂર્ણ છે? તેનું સંચાલન, તેની ગત્યાગતિ કેવી રીતે છે? તે બધું તેમણે કેવલજ્ઞાનરૂપી અરીસામાં નિહાળ્યું અને બોલવા માટેનો સમય મર્યાદિત હોવાથી મર્યાદિત પ્રમાણમાં જ તેની જાણ કરી શકે છે.
ભગવાને વિશ્વને કેવા આકારે જોયું તે વાત આ લેખમાં આગળ આવવાની જ છે તેથી અહીં તેની ટૂંકી જ નોંધ લઉં છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org