________________
૬૬ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતર–આ શ્રીચન્દ્રીયાના કર્તા સૂરિવરકૃત આ ગાથા નથી. પરંતુ તેઓશ્રીના ગચ્છની કે પરંપરાની અથવા તો તેઓશ્રી પ્રત્યે આદર-માન ધરાવનાર કોઈ વ્યક્તિએ બનાવીને જોડી દીધેલી છે. શ્રી ચન્દ્રમહર્ષિએ તો મૂલગાથા ૨૭૧માં જ માત્ર સ્વનામોલ્લેખ કરી લીધો છે, પરંતુ ત્યાં ગચ્છ કે ગુરુજીનું નામ જણાવ્યું ન હતું. એટલે તેનો નિર્દેશ કરવા ખાતર, અથવા ભવિષ્યમાં પ્રસ્તુત મહર્ષિ અન્ય કોઈ ગચ્છીય હશે, એવું કોઈ માની ન બેસે એ ઉદ્દેશથી, આ નૂતનગાથા બનાવી છોડી દીધી હોય તો અસંભવિત નથી. છતાં જે હોય તે ખરૂં! આ ગાથા એક નવી જ વસ્તુનું પણ સૂચન કરી જાય છે. તે એ કે, આ ગાથા રચનારે આ શ્રી ચન્દ્રીયાસંગ્રહણીને “સંગ્રહણીરત્ન' એવા નામથી ઓળખાવી છે.
मलधारिहेमसूरीण सीसलेसेण विरइयं सम्मं । संघयणिरयणमेयं नंदउ जा वीरजिणतित्थं ॥३४६॥
સંસ્કૃત છાયાमलधारिहेमसूरीणां शिष्यलेशेन विरचितं सम्यक् । संग्रहणीरलमेतद् नन्दतु यावत् वीरजिनतीर्थम् ॥३४६॥
શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય– મલધારિગચ્છના શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીના બાળશિષ્ય શ્રીચન્દ્રમહર્ષિએ શ્રેષ્ઠ પ્રકારે વિરચેલું આ સંગ્રહીન અથતિ એ નામનો આ ગ્રન્થ, શ્રીશ્રમણભગવાન મહાવીરજિનનું તીર્થ જ્યાં સુધી વિદ્યમાન રહે ત્યાં સુધી વિદ્યમાન રહો ! Hi૩૪૯
વિશોષાર્થ- વિક્રમની બારમી શતાબ્દીમાં થએલા, મહારાજા કદિયે આપેલા “મધર' બિરુદધારી, શ્રીહર્ષપુરીય ગચ્છના ભૂષણરૂપ શ્રીમદ્ “અભયદેવસૂરિ મહારાજ (ત્રીજા)ના પટ્ટરત્ન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરિજી અને તેઓશ્રીની પાટે આવેલા, તેઓશ્રીના જ શિષ્ય “શ્રીચન્દ્ર નામના મહર્ષિ થયા. જેમણે આ સુંદર અને શ્રેષ્ઠ એવું “સંગ્રહણીરત્ન' નિર્માણ કર્યું.
આ ગાથામાં “સંપ્રદાયન' શબ્દ પ્રયોજ્યો છે. એથી આ ગ્રન્થને “સંગ્રહણીરત્ન' એવું નામાર્પણ કરવાની લાલચ આપણને પણ થઈ આવે તે સ્વાભાવિક છે અને અમુક રીતે યોગ્ય પણ છે. પરંતુ એવું સાહસ ત્યારે જ થઈ શકે કે મૂલકર્તાએ અથવા ટીકાકારે તેવું નામ જણાવ્યું હોય તો. તો હવે એ પ્રશ્ન કરી શકાય કે મૂલકત કે ટીકાકારે તેવું નામ જણાવ્યું છે ખરૂં? તો તેનો જવાબ છે ના. આ ગ્રન્થની જ અંતની મુદ્રિત ગાથામાં સ્વકૃતિને સ્પષ્ટ રીતે માત્ર સંગ્રહ નામથી
૬૬૪. નવાંગી ટીકાકારથી ભિન. ૬૬૫. કલિકાલસર્વજ્ઞથી ભિન્ન.
૬૬૬. અલબત્ત પંદરમાં સૈકાની કે તે પહેલાં અને પછીની સંગ્રહણીની મૂલગાથાની સંખ્યાબંધ હસ્તપ્રતિઓમાં સંગ્રહણીની ગાથાઓ જ્યાં પૂરી થઈ ત્યાં “તિ શ્રી રૂદ્રસૂરિ વિવિત સંગ્રહીત સમા' આવી કે આને લગભગ મળતી પંક્તિ લખીને સહુએ આ સંગ્રહણીને “સંગ્રહણીરત્ન’ એવા શબ્દથી ઓળખાવી છે અને અસલ ગાથામાન ૨૭૪નું જોવા મળ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org