________________
ફર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગાથાઓ વિસ્તારાથથી કહેવાઈ ગઈ છે. હવે કુલ ચાર ગાથાઓનો અર્થ કહેવાય છે. આ ગાથાઓ શ્રીચન્દ્રમહર્ષિના સંતાનોએ કે અન્ય કોઈએ ક્ષેપક તરીકે ઉમેરેલી છે. વળી અહીંઆ ગાથાઓ પ્રસ્તુત પણ નથી, પણ પહેલી આવૃત્તિમાં આપેલી હોવાથી પુનઃ આપું છું. એમાં આ ગાવામાં અઢાર ભાવ રાશિઓનાં નામો જણાવે છે.
તિરિગા” મyગા વાયા, તહાંડવીમાં વર્ષા કરો ! સેવા ફિયા વા, ફારસ માવાસીગો રૂ૪૬ } [1. T. . ૭૩]
संस्कृत छायातिर्यञ्चो मनुष्याः कायास्तथाऽग्रबीजाश्चतुष्ककाश्चत्वारः । देवा नैरयिका वा अष्टादश भावराशयः ॥ ३४६ ॥
શબ્દાર્થ સુગમ છે. થયાર્થ– ૧. તિર્યંચો ૨. મનુષ્યો ૩. કાય અને ૪. અરબીજો, એના ચાર ચતુષ્કો સમજવા. તે નીચે પ્રમાણે
૧. તિર્યંચ ચતુષ્કમાં બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો. ૨. મનુષ્ય ચતુષ્કમાં–કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતર્દીપ અને સંમૂચ્છિમ જાતિના. ૩. કાય ચતુષ્કમાં–પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્ (તેલ) કાય, વાયુકાયનું ગ્રહણ કરવું.
૪. અરબીજોમાં મૂલબીજ, સ્કંધબીજ, અઝબીજ, અને પર્વબીજ. કુલ ૧૬ ભેદ થાય, અને દેવ તથા નરકના મળીને ૧૮ ભેદો ભાવરાશિના સમજવા. [૩૪૬] .
વિરોધાર્ય–અહીંઆ ગાથાના ક્રમથી અર્થક્રમ લખ્યો છે, પણ આત્મિક વિકાસની પ્રારંભિક દષ્ટિએ અઝબીજ, કાય, તિર્યચ, અને મનુષ્ય. આ રીતનો ક્રમ રખાય તો ખોટું નથી.
આ ભાવરાશિઓ શા માટે બનાવી? તો અધ્યાત્મ ભાવના ભાવવા માટે તે બનાવી હોય એમ સમજાય છે.
ભાવના કેવી રીતે ભાવવી? પ્રભાતમાં ઉઠી સ્વસ્થ બનીને ચિન્તન કરવું કે હું કોણ છું? જવાબમાં હું આત્મા છું. કયાંથી આવ્યો છું? તો હું અદ્ધર અદ્ધર પેદા નથી થઈ ગયો, કે આકાશમાંથી અદ્ધર પેદા નથી થયો, પણ અન્ય કોઈ જન્મમાંથી હું આવ્યો છું. તો જ્યાં સુધી મુક્તદશા–મોક્ષ ન મળે ત્યાં સુધી મરીને અચાન્ય જન્મોમાં ચોરાસીના ફેરામાં ફરવાનો છે. ઇત્યાદિ.
પ્રથમ આ ત્રણ પ્રશ્નમાં ઉપરની ૧૮ ભાવ રાશિઓ વિચારી જવાની છે. જેમકે, મારો આત્મા અનાદિકાળથી ક્યાં હતો? તો આત્માના જીવનનું મૂલસ્થાન નિગોદ (સાધારણ વનસ્પતિકાય) જે અત્યન્ત અવિકસિત દશાવાળું, ત્યાં હતો અને ત્યાં અવ્યક્તપણે મહાદુઃખો ભોગવીને તથાભવ્યતાના યોગે બાદરનિગોદમાં આવ્યો અને ત્યાંથી પ્રત્યેક વનસ્પતિમાં આવ્યો, ને ત્યાંથી સપ્રવીન ચતુષ્કમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org