________________
२४मुं वेदद्वारनुं वर्णन આ ઇચ્છા પ્રગટ થયા પછી એવી પ્રબળ બને છે કે જલદી શમતી નથી, લાંબા કાળના સેવન પછી તપ્ત થાય છે. અને તેથી આ વેદની ઇચ્છાને “નગરની આગ’ની ઉપમા આપી છે. નગરની આગ જોડાજોડ રહેલાં સળંગ વસવાટવાળા ઘરોને એક પછી એક સળગાવે જાય છે અને તે ઘણા લાંબાકાળે બુઝાય છે તેમ.
અહીંયા પ્રશ્ન થાય કે પુરુષ સ્ત્રી, નપુંસકને ઓળખવા માટે ચિહ્નો (લિંગ) છે ખરાં? હા છે.
પુરુષલિંગ – શરીરમાં રહેલી સાત ધાતુઓ પૈકી ‘શુક (વીર્ય) ધાતુ અવશ્ય હોય, વળી દાઢી, મૂછ હોય. છાતીએ, પગે વાળ હોય, શરીરની કઠોરતા, તાકાતપણું, પરાક્રમ, નિડરતા, અક્ષોભપણું, ગંભીરતા, ધૈર્ય વગેરે હોય છે. અને સ્પષ્ટ મુત્રદ્વારવાળું પુરુષ ચિહ્ન એટલે લિંગાકાર ગુપ્તેન્દ્રિય હોય તે. આને પુરુષ–નર કહેવાય.
સીલિંગ – સાત ધાતુઓ પૈકી શુકના સ્થાને “રજ હોય. યોનિ, શરીરની કોમળતા, દાઢી મૂછનો અભાવ, છાતી પગે પણ બહુધા વાળનો અભાવ, શારીરિક સુકોમળતા, નાજુકતા, શિથિલ મનોબળ, સંક્ષોભ, તુચ્છતા, ચંચળતા વગેરે ગુણો હોય. સાહજિક ચપળતા, સાહસ, માયા, કપટ, અકારણ અસત્ય બોલવાની કુટેવ, શારીરિક શણગાર અને ટાપટીપમાં વધુ પડતી આસક્તિ વગેરે. આને સ્ત્રી નારી કહેવાય.
નપુંસકલિંગ-પુરુષ અને સ્ત્રીનાં ચિહ્નો કે લક્ષણોનું અસ્તિ–નાસ્તિપણું હોય, એટલે કે કેટલાંક લક્ષણો પુરુષના હોય અને કેટલાંક ન પણ હોય, એમ સ્ત્રીના કેટલાંક ચિહ્નો કે લક્ષણો હોય અને કેટલાંક ન પણ હોય તે, અથર્ મિશ્રતા હોય તે
નપુંસકલિંગમાં અન્ય ભેદો છે, પણ અહીંઆ બે ભેદનું જ દિગદર્શન પર્યાપ્ત છે.
યોનિ-સ્તન હોય અને સાથે પુરુષનું ચિલ, મૂછ પણ હોય તો તે “સ્ત્રી–નપુંસક' અને યોનિની જગ્યાએ પુરુષ ચિહ્ન હોય, દાઢી મૂછ પણ હોય પણ સાથે સાથે સ્ત્રીનાં લક્ષણો તરીકે બાયલો સ્વભાવ, કેડે હાથ દઈ લટકાથી બોલવું ચાલવું રસ્તે ચાલતા તાબોટા પાડવાપૂર્વક લહેકા કરવા, ટૂંકમાં સ્ત્રી–જીવનપ્રધાન આચરણોની બહુલતા હોય તે પુરુષ છતાં નપુંસક જેવો કહેવાય છે, અને તેથી તેને “પુરુષ–નપુંસક” તરીકે ઓળખાવ્યો છે. ત્રણ વેદ સાથે ત્રણ લિંગનો પણ સંબંધ હોવાથી તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. [૩૪૫]
આ રીતે ચોવીસે કારોનું વર્ણન સમાપ્ત થયું. અવતારમાં પ્રથમ ‘૩૪૩' ગાથા પૂર્ણ થતાં ગ્રન્થ સમાપ્તિ તો થઈ ગઈ હતી. પછી ગ્રન્થકારે જ લઘુતર સંગ્રહણીની બે ગાથાઓ પણ જણાવી હતી. તે પણ પૂર્ણ થઈ. ૩૪૩ ગાથામાં ૭૨ ગાથા પ્રક્ષેપાત્મક હતી. આગમોક્ત સુપ્રસિદ્ધ લઘુતર સંગ્રહણી તરીકેની બે (૩૪૪–૩૪૫)
આ ૬૬૨. નપુંસકો અનેક પ્રકારના હોય છે. જન્મ પુરુષ હોવા છતાં પાછળથી તે સ્ત્રી રૂપે બને છે. જન્મ સ્ત્રી હોવા છતાં પાછળથી પુરુષ બને છે. એ રીતે પાછળથી નપુંસક પણ બની શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org