________________
हेतुवादोपदेश, दृष्टिवादोपदेशनुं वर्णन
૭૬ દેવ અને નારકોને હોય છે.
૨. હેતુવાદોપદેશ- (હેતુવાદિકી) હેતુનો અર્થ કારણ કે નિમિત્ત છે. અને એનું જેમાં કથન હોય તે હેતુવાદ અને તે વાદનો ઉપદેશ–પ્રરૂપણા જેમાં હોય તે હેતુવાદિકી સંજ્ઞા કહેવાય. આ તેનો શબ્દાર્થ છે.
ભાવાર્થ એ કે–પોતાના દેહના પરિપાલન માટે જે બુદ્ધિપૂર્વક ઈષ્ટ પદાર્થમાં કે કાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટપદાર્થ કે કાર્યથી નિવૃત્તિ કરે તે જીવો હેતુવાદિકી સંજ્ઞાવાળા કહેવાય.
આવા જીવો તડકો લાગે તો મનથી વિચારી તડકેથી છાંયે અને ઠંડી લાગે તો તેથી બચવા તડકે લાભ લેવા દોડી જાય છે. જો કે તેમની સુખદુઃખની વિચારણા પ્રાયઃ વર્તમાનકાળ પૂરતી જ હોવાથી ઘણીવાર એવું બને કે, વર્તમાન પ્રાપ્ત દુઃખથી કંટાળી તેની મુક્તિનો અને સુખની પ્રાપ્તિનો માર્ગ શોધે છે. પણ ભૂત ભાવિનો પરસ્પર સંકલિત વિચાર કરવાની વિશિષ્ટ બુદ્ધિના અભાવે ઘણીવાર સુખને માટે કરેલી પ્રવૃત્તિ દુઃખના માટે થઈ ઉભી રહે, ભૂતકાળના અનુભવો યાદ નથી રહેતા અને ભાવિ વિચારવાની તીવ્ર શક્તિ ન હોય, તડકેથી છાંયે જાય પણ છાયાવાળી જગ્યા બીજી રીતે વધુ કષ્ટદાયક થઈ પડશે તેનો ખ્યાલ ન આવે. કારણકે આ સંજ્ઞા વિશેષ કરીને વર્તમાન સમયનો ખ્યાલ આપનારી છે.
આ સંજ્ઞા બેઈન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સમસ્ત સંમૂછિમ જીવોને હોય છે, અને આને પણ ‘સંજ્ઞી તો કહેવાશે જ.
બીજી એક વાત એ સમજી રાખો કે- આ સંજ્ઞા વડે “અસંશી ગણાતા જીવો પણ છે. તે પૃથ્યાદિ પાંચ એકેન્દ્રિયો છે. આ જીવો વિચારપૂર્વક ઈટાનિષ્ટ પ્રવૃત્તિ-નિવૃત્તિને નથી કરી શકતા. જો કે આહારાદિ સંજ્ઞાઓ હોવાથી આ જીવો માટે પણ ‘સંજ્ઞી' વિશેષણ કેમ ન વાપરવું એવો તર્ક થઈ શકે, પણ ઉપર જાણી આવ્યા તેમ અત્યન્ત અવ્યક્ત રૂપ હોવાથી તેનું અહીં ગ્રહણ નથી.
૩. દૃષ્ટિવાદોપદેશ (દષ્ટિવાદોપદેશિકી)– પ્રથમ શબ્દાર્થ...ભાવાર્થ જોઈએ. દ્રષ્ટિ દર્શન અને વાતેનું કથન, અર્થાત્ દષ્ટિવાદના કથન-ઉપદેશની અપેક્ષાને જણાવનારી જે સંજ્ઞા તે.
બીજો અર્થ- સમ્યગુદર્શનાદિ સંબંધી કથનની અપેક્ષાવાળી અથવા ક્ષાયોપથમિક સમ્યફ શ્રુતજ્ઞાનની અપેક્ષાવાળી તે.
આ બધાયનો સંકલિત અર્થ એ કે–જે જીવ નિશ્ચિત સમ્યગૃષ્ટિ હોય છે, અને જે વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમવાળા અને સાચી રીતે હિતાહિતમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાવાળા હોય તેવા જીવો દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા કહેવાય.
૬૬૦. કોઈ કોઈ ગ્રંથમાં કોઈ અપેક્ષાએ પ્રથમ હેતુવાદોપદેશ, પછી દીર્ઘકાલિકી એવો ક્રમ છે. પરંતુ સિદ્ધાન્તકારોને આ ક્રમ માન્ય નથી. તેઓ એવું સમાધાન કરે છે કે શાસ્ત્ર-સિદ્ધાન્તમાં સંશી અસંજ્ઞી જીવોનું ગ્રહણ થવું તે કંઈ બીજી–ત્રીજી સંજ્ઞાથી નહીં પણ પહેલી ‘કાલિકી' સંજ્ઞાથી સંજ્ઞી હોય તેનું જ રહણ થાય છે. તેની પ્રતીતિ કરાવવા માટે ઉક્ત ક્રમ યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org