________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આ સંજ્ઞા આમ તો સમ્યગ્ દર્શનની અપેક્ષાએ ચારેય ગતિમાં હોય છે. પરંતુ અહીંઆ મુખ્યત્વે વિશિષ્ટ શ્રુતજ્ઞાન અને વિશિષ્ટ ચારિત્રને અનુલક્ષીને કથન કરાતું હોવાથી મનુષ્યોને આશ્રીને જ આ સંજ્ઞા ઘટાવાય છે. મનુષ્યોમાં સમ્યગ્દર્શન વગેરે ગુણો હોય તેને જ આ સંજ્ઞા હોઈ શકે છે. પ્રથમ સંજ્ઞા ત્રિકાલવિષયકી, બીજી વર્તમાનવિષયકી અને ત્રીજી મોક્ષમાગભિમુખી છે. ત્રીજી સંજ્ઞા એ સર્વોત્તમ પ્રકારની છે. માટે એ સંજ્ઞાનો આવિર્ભાવ થાય તેવી ભાવના મનુષ્ય ભાવવી. ૨૨. ર્ર [તિ]— જવું તે. કયા જીવો ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે તે. આની વ્યાખ્યા આ ગ્રન્થના પ્રારંભમાં જ કહી દીધી છે.
६८०
૨૫. બાર્ફ [ઞાાતિ]— કઈ કઈ ગતિઓમાંથી જીવો કઈ કઈ ગતિમાં આવે છે તે કહેવું તે. આની વ્યાખ્યા પણ અનુવાદમાં અગાઉ આવી ગઈ છે.
૨૪. વેણ [વવ— આ પદના અનેક અર્થો છે. પણ અહીંઆ મૈથુનાભિલાષ' આ એક જ અર્થ અભિપ્રેત છે. આ અભિલાષ ત્રણ પ્રકારનો છે. અને તે પુરુષ (વેદ) સ્ત્રી (વેદ) અને નપુંસક (વેદ)થી જાણીતો છે.
૧. પુરુષવેદ— શ્લેષ્મના રોગીને ખટાશ તરફ સ્વાભાવિક આકર્ષણ રહ્યા કરે છે. તેમ, આ વેદકર્મના ઉદયથી પુરુષોને વિજાતીય ગણાતી સ્ત્રી પ્રત્યે દર્શન, સ્પર્શન અને સમાગમ આદિની ઇચ્છાઓ વાસનાઓ જન્માવે તે.
આ જાતનો વેદોદય પુરુષોને હોય છે. આ વેદ ઘાસના અગ્નિ સરખો છે. એટલે કે કોઈ ઘાસને સળગાવે તો તે એકદમ સળગી જઈ, ભડકો થઈ ને તરત બુઝાઈ જાય છે. તેમ સ્ત્રી દર્શનથી શરૂ થતો વેદોદય સ્પર્શનાદિથી આગળ વધતો સ્ત્રી સાથે સમાગમ (મૈથુનક્રીડા) થઈ જતાં (પ્રાયઃ) તરત શમી જાય છે.
૨. સ્ત્રી વેદ—પિત્તના પ્રકોપવાળાને મધુદ્રવ્ય તરફ સ્વાભાવિક અભિલાષ થાય, તેમ આ વેદના ઉદયથી સ્ત્રીઓને વિજાતીય પુરુષ પ્રત્યે, દર્શન, સ્પર્શન અને યાવત્ સમાગમ સુધીની અભિલાષા ઇચ્છા પ્રગટ થાય છે.
આ વેદોદય સ્ત્રીઓને હોય છે. આને છાણાના અગ્નિની ઉપમા આપવામાં આવી છે. એટલે છાણાનો અગ્નિ એક છેડેથી સળગીને પછી તે ધીમે ધીમે આગળ વધીને સમગ્ર છાણાને આવરી લે છે અને લાંબા વખત સુધી જલ્યા કરે છે તેમ પુરુષના દર્શનાદિકથી ખા વેદાગ્નિ પ્રગટ થતાં સ્પર્શનાદિની આહૂતિથી વધીને ઠેઠ સમાગમ સુધી પહોંચીને તેથી નિવૃત્ત થવા છતાં``` ટકી રહે છે, અર્થાત્ શીઘ્ર ઉપશાન્ત થતો નથી.
૩. નપુંસકવેદ— પિત્ત અને શ્લેષ્મના દર્દીને મજ્જિક પ્રતિ જેમ સહજ રૂચિ—આકર્ષણ પ્રગટે છે, તેમ નપુંસકવેદ કર્મના ઉદયથી સ્ત્રી પુરુષ બંને પ્રત્યે મૈથુનાદિ સેવનની સ્વાભાવિક ઇચ્છા થાય છે.
૬૬૧. જાતીય વિજ્ઞાનવાદીઓ અને વૈજ્ઞાનિકો આ વિધાન સાથે સંમત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org