________________
चोवीश द्वारनुं विस्तृत वर्णन .
६३३ ૭. કવાદનાક્ત બે અવગાહના એટલે કોઈપણ વસ્તુને આશ્રીને અપાતી બાબત. અહીંઆ તો માત્ર પાંચ શરીરો પોતાનું કેટલું આકાશક્ષેત્ર રોકે છે તે પૂરતી બાબત છે. વ્યાખ્યાની સરલતા માટે આહારક શરીરથી શરૂઆત કરે છે. આહારક શરીર સહુથી પાંચ શરીરની અપેક્ષાએ) અલ્પ આકાશપ્રદેશોને અવગાહીને (રોકીને) રહેનારું છે. કારણ કે તેનું માન એક જ હાથનું છે. કારણ કે તેનું એ નિશ્ચિતમાન છે. તેથી સંખ્યાતગુણ આકાશપ્રદેશમાં ઔદારિક શરીર અવગાહીને રહે છે. કારણ કે ઔદારિક શરીર છેવટે એક હજાર યોજન માનવાનું છે. તેથી પણ સંખ્યાતગુણ ક્ષેત્રાવગાહ વૈક્રિયશરીરનો છે, કારણકે એક લાખ યોજન સુધી વિસ્તરી શકે છે. વૈક્રિયાવગાહ કરતાં અસંખ્ય ગુણ આકાશપ્રદેશાવગાહી તૈજસ–કામણ આ બંને શરીરો છે. કેવલી સમુદ્દઘાત વખતે તેટલું આકાશક્ષેત્ર રોકાતું હોવાથી તૈજસ–કાશ્મણની અવગાહના મરણસમુદ્યાતાદિના પ્રસંગે ગતિ-આગતિના નિયમ મુજબ ભિન્નભિન્ન માનની પણ છે. તે પ્રસ્થાન્તરથી જાણી લેવી.
ડ. સ્થિતિત બે–ઔદારિક શરીરની સ્થિતિ (ટકવાનો) કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ (યુગલિક મનુષ્ય-તિર્યંચોની અપેક્ષાએ), દેવો અને નારકોને આશ્રીને જન્મસિદ્ધ ભતપાયિક વૈદિકનો કાળ ૩૩ સાગરોપમ છે. ઉત્તર વૈક્રિય કે કત્રિમ વૈક્રિયનો સ્થિતિકાળ લગભગ કહેવાઈ ગયો છે. છતાં પુનઃ યાદ કરીએ તો દેવોના ઉત્તર વૈક્રિયનો પંદર દિવસ, નારકોનો અંતર્મુહૂર્ત, મનપતિચો અને લબ્ધિપ્રચયિક વૈક્રિયનો અંતર્મુહૂર્ત. આહારકનો (ઉત્કૃષ્ટ)સ્થિતિકાળ અંતર્મુહૂર્ત અને
જસકામણનો જઘન્યોત્કૃષ્ટ સ્થિતિકાળ ભવ્યાશ્રયી અનાદિ સાંત અને અભવ્યાશ્રયી અનાદિ અનંત છે. છેલ્લા બે સિવાય શેષ ત્રણ શરીરનો જઘન્ય સ્થિતિકાળ અંતર્મુહર્ત છે.
૬. ડાન્યવહુવøત મે—પાંચેયમાં આહારક શરીર સહુથી અલ્પ સંખ્યામાં છે. કારણકે તે કવચિત જ રચાતું હોય છે. જઘન્યથી તે એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટથી કોઈ કાળે નવહજાર પણ હોય છે. તેથી અસંખ્યગુણાં વૈક્રિય શરીરો હોય છે. કારણકે તેના સ્વામીઓ દેવો નારકો અસંખ્ય છે માટે અને તેથી અસંખ્યગુણા ઔદારિક શરીરો છે. યદ્યપિ સાધારણ વનસ્પતિના જીવો અનંત છે. અનંત હોવાથી ઔદારિક શરીર અનંતા કેમ નહિ? એવા પ્રશ્નનું સમાધાન એ છે કે અનંત જીવોનું શરીર પાછું એક હોય છે. એ અપેક્ષાએ સાધારણ વનસ્પતિના જીવો અનંત છતાં તેના શરીરો તો અસંખ્યાતા જ છે. વળી તિર્યંચોને અનંતા કહીએ છીએ. પણ બધાયના શરીરનો હિસાબ વિચારીએ તો ઉપર જણાવ્યા મુજબ અસંખ્યાતનો જ થાય છે. શાસ્ત્રોએ એ જ રીતે વિચક્ષા કરી છે. તેનાથી તૈજસ–કામણ શરીર અનન્તગુણા છે. કારણકે તે તમામ સંસારી જીવોમાં અવશ્ય જુદા જુદા હોય છે અને પરસ્પર સંખ્યામાં સમાન છે.
૧૦. સન્તર (વિરહાત) ત મે ઔદારિક શરીરનો વિરહકાળ એક જીવને આશ્રીને વિચારીએ તો જઘન્યથી એક પ૨સમયનો અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂતધિક ૩૩ પસાગરોપમનો.
૫૭૧. અસંખ્યાતના અસંખ્ય પ્રકારો છે.
પ૭૨. વર્તમાન ઔદારિક શરીરનું આયુષ્ય પૂર્ણ થયા બાદ જુગતિથી તિર્યંચ કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થનાર ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક શરીરયોગ્ય આહારનાં યુગલો ગ્રહણ કરે છે તે અપેક્ષાએ એ એક સમજવો, પણ શરીરપર્યાપ્તિ પૂર્ણ થવાની અપેક્ષાએ વિચારીએ તો અંતર્મુહૂર્ત સમજવું.
CO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org