________________
२०मुं किमाहारद्वार
६७१ ૫૫૮) કહેવાઈ ગઈ છે.
એટલે અહીંઆ ત્રીજા અર્થની વ્યાખ્યા અપાય છે. અલબત્ત આ વ્યાખ્યા સંગ્રહણીગ્રન્થના વાચકોને માટે આપવી એ કંઈ અત્યાવશ્યક ન હતું, એમ છતાં કિમહારમાં તે ઘટમાન હોવાથી પ્રસંગવશ આપી છે. આ ત્રીજા અર્થને અનુસરીને આગમાદિ ગ્રન્થાન્તરોમાં આનું બીજું “વિકાહાર' એવું નામ પણ આપવામાં આવ્યું છે.
જૈન દર્શનનું વિશ્વ ચૌદ રાજલોક પ્રમાણ છે, એમાં દશ્ય વિશ્વ (વર્તમાન ભારત ક્ષેત્રવર્તી વર્તતું પાંચખંડ પ્રમાણ) તો સમુદ્ર આગળ બિન્દુ જેટલું નથી. ત્યારે અદશ્ય વિશ્વ-બ્રહ્માંડ કેવું વિરાટ હશે? તેની તો કલ્પના જ કરવી રહી. અને એ સૂક્ષ્મ કે પૂલ, સ્થિર કે અસ્થિર ગતિમાન કે અગતિમાન, અત્યન્ત અલ્પાયુષી કે અત્યન્ત દીઘયુષી, આમ વિવિધ જાતના જીવોથી વ્યાપ્ત છે. તેનાથી ઠાંસી ઠાંસીને ભરેલું છે. સૂક્ષ્મ કે ચૂલ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપે રહેલા જીવો તે, તથા સ્વર્ગ, મૃત્યુ અને પાતાલમાં વર્તતા દેવો, પૃથ્વી પર વર્તતા મનુષ્યો–પશુપક્ષી અને ક્ષુદ્ર જનુરૂપ તિર્યંચો વગેરે અને પૃથ્વીના પેટાળમાં વર્તતા નારકો, આ બધી જીવસૃષ્ટિથી વિશ્વ ભરેલું છે. એમાંના કેટલાક પૃથ્યાદિ સૂક્ષ્મ જીવો હવા આકાશમાં પણ હોય છે. તે લોકોની વચ્ચે છે. તેમ લોકના છેડે, ધાર ઉપર, ખૂણા ખાંચામાં પણ હોય છે. લોકમાં સોયના અગ્રભાગના અબજોમાં જેટલો ભાગ પણ એવો નથી કે જ્યાં સૂક્ષ્મ જીવો ન હોય !
ઉપરોક્ત તમામ જીવોનાં આહારના પ્રકારો વિચારીએ તો ત્રણ પ્રકારો મળી આવે છે. ઓજ, લોમ અને કવળ. એમાં અહીંઆ લોમાહારને અનુલક્ષીને બધો વિચાર છે. પહેલા બંને આહારો માટે ક્ષેત્ર ને કાળ મર્યાદિત છે. જ્યારે આના બંને અમર્યાદિત છે.
આ લોમાહારને પ્રત્યેક જીવમાત્ર પોતાની ત્વચા ચામડીનાં છિદ્રો દ્વારા અવિરતપણે ગ્રહણ કરતો જ હોય છે. હવે પ્રશ્ન એ છે કે હવામાં કે આકાશમાં વર્તતા પુદ્ગલોનું જે ગ્રહણ થાય છે તે, અમુક દિશાથી હોય છે કે જુદી જુદી દિશાઓથી હોય છે, ગ્રહણદિશા સહુની સમાન કે ન્યૂનાધિક હોય છે? તેનો જવાબ એ છે કે –
આહાર્ય પુદ્ગલો માટે નિઘાતપણું હોય તો આહારગ્રહણ છએ દિશાથી થાય છે. વ્યાઘાત એટલે રૂકાવટ કરનાર. નિવ્યઘાત એટલે રૂકાવટ ન કરનાર. અહીં એવો પ્રશ્ન ઉદ્ભવે કે હવા કે આકાશવર્તી આહારને વળી કોઈ અટકાવનાર છે ખરૂં? તેનો જવાબ છે હા, તો કેવી રીતે? આપણા ચૌદરાજસ્વરૂપ અનંતવિશ્વનો આકાર, કેડે હાથ દઈ ટટાર પગ પહોળા કરી ઉભા રહેલા પુરુષાકાર જેવો છે. પગથી માથા સુધી ચારે બાજુએથી ચૌદરાજ પ્રમાણ છે. પહોળાઈમાં બધે ફેરફાર છે. આ ચૌદરાજને “તો' શબ્દથી ઓળખાવાય છે. અને એની ચારેબાજુએ ફરતો લોકથી અનંતગુણો અલોક
૬૪૫. એક રાજમાં અસંખ્ય યોજન-અબજો માઈલો થાય છે. રાજ એ જૈનગણિતનો ક્ષેત્રનું માપ દર્શાવતો
શબ્દ છે.
- ૬૪૬. આહારના વર્ણન માટે જુઓ ગાથા ૧૮૩ થી ૧૮૫ નું ભાષાંતર.
૬૪૭. પુરુષાકાર ઉપમા સર્વદેશીય ન લેવી. નહીંતર લોક ચપટો થઈ જાય, પણ લોક તેવો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org