________________
६७६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
રહેલો છે. અલોક આગળ લોક બિન્દુ માત્ર છે. લોકમાં ત્રસ, સ્થાવર બધીએ જાતના જીવો છે; ટૂંકમાં છએ દ્રવ્યો છે. પણ અલોકમાં કોઈ પુદ્ગલદ્રવ્ય નથી માત્ર જડ આકાશ—અવકાશ પોલાણ
૬૪
છે.
હવે ચૌદરાજલોકના નિષ્કૃટ ભાગે—એટલે કે સાવ છેડે વિદિશામાં તીક્ષ્ણ વાલાગ્ર જેટલી જગ્યામાં કોઈ ‘સૂક્ષ્મ એકેન્દ્રિય (માત્ર શરીરધારી) જીવ, દાખલા તરીકે અગ્નિ ખૂણામાં રહ્યો હોય ત્યારે તેને ત્રણ જ દિશાઓમાંથી આહાર ગ્રહણ થતું હોય છે. કારણ કે પૂર્વ, દક્ષિણ અને અધોમાં અલોક છે. અલોકમાં આહાર પુદ્ગલો હોતા નથી, તેથી તે દિશા બંધ છે. શેષ પશ્ચિમ, ઉત્તર અને ઊર્ધ્વદિશામાંથી આહાર ગ્રહણ થાય. કારણકે ત્યાં લોક છે. (આ માટે જુઓ *ચિત્ર નં. ૫૦)
બીજો કોઈ જીવ જરા પશ્ચિમ દિશા તરફ રહ્યો હોય, તેને પૂર્વ દિશા ખુલ્લી થઈ જતાં (અલોક દૂર જતાં) તે દિશામાંથી આહાર પ્રાપ્તિ શક્ય થતાં (ફક્ત અધો અને દક્ષિણ બે દિશાને છોડીને) ચાર દિશામાંથી આહાર મેળવી શકે છે. આ વાત ચૌદરાજલોકના ઊર્ધ્વભાગે અને અધોભાગે રહેલા અંતિમ પ્રતરને અનુલક્ષીને કહી. પણ અંદરના બીજા ત્રીજા પ્રતરે હોય, તો શું? તો ત્યાં વર્તતો હોય ત્યારે તેને પાંચે દિશાઓનો આહાર મળે, કેમકે નીચેથી ઉપર કે ઉપરથી નીચે (ઉર્વાંધો બંને આશ્રયી) ગયો એટલે (પ્રતરનું વ્યવધાન આવતાં) ઊર્ધ્વ કે અધો દિશા ખુલ્લી થઈ જતાં તે તે દિશાઓમાંથી આહારની દિશા વધે.
હવે ઉપરના પ્રતરોમાં વચ્ચે જીવો હોય તેને બધી દિશાઓમાં લોક જ હોવાથી છએ દિશાઓનો આહાર મળી શકે. ઉકળતા તેલમાં તળાઈ રહેલો પુડલો કે પૂરી અથવા જળમાં રહેલ વાદળી કટકો, છએ દિશાઓમાંથી તેલ અને જળ ગ્રહણ કરે છે તેમ.
ત્રસ જીવોને સર્વત્ર છએ દિશિનું આહાર ગ્રહણ હોય છે. કારણકે તેઓ ચૌદરાજલોકના મધ્યભાગ (ત્રસનાડી)માં છે. એટલે એ જગ્યાએ ફરતો લોકાકાશ છે. અને લોકાકાશમાં આહારયોગ્ય પુદ્ગલદ્રવ્યોનું સદાય અસ્તિત્વ છે. આ પ્રમાણે વિનાહાર દ્વાર પૂર્ણ થયું.
અનંતપ્રદેશી, અસંખ્ય આકાશપ્રદેશાવગાહી, એક સમયથી માંડીને અસંખ્ય કાળ સુધી આહા૨૫ણે રહેનારા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળાં, સ્વાત્મ પ્રદેશાવગાહી એવા પુદ્ગલોનો આહા૨ જીવો ગ્રહણ કરે છે.
૨૧.
૬નૈસગ્નિ વર[સંજ્ઞી]—જેને સંજ્ઞા વર્તતી હોય તે સંશી’ કહેવાય. આ ૨૪ દ્વારની ગાથામાં સન્ના અને સંી આવા બે શબ્દો બે દ્વારના સૂચક આપ્યા છે. એમાં પ્રથમના ‘સન્ના’ શબ્દથી
૬૪૮. છ દ્રવ્યોથી—જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલ અને કાળ સમજવા. ૬૪૯, પૃથ્યાદિ પાંચ સૂક્ષ્મ એકેન્દ્રિયો અને બાદરવાયુ પર્યાપ્તા કે અપર્યાપ્તા કોઈપણ લેવો. ૬૫૦. ઉત્તર, દક્ષિણ દિશા હોવા છતાં ઊર્ધ્વઅો દિશા પણ કલ્પી શકાય છે.
* આ વસ્તુ ખરી રીતે ચિત્ર કરતાંય જ્ઞાની ગુરુગમથી પ્રત્યક્ષમાં વધુ સરલતાથી સમજી શકાય તેમ છે. ૬૫૧. ત્રણ, ચાર કે પાંચ દિશાનો આહાર, લોકના પર્યન્ત ભાગે રહેલા જીવો માટે જ હોય છે. ૬૫૨. ગાથામાં ‘સન્નિ' એવો ઉલ્લેખ કેમ કર્યો હશે તે વિચારણીય છે. કારણ કે બાકીના બધા દ્વારો તે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org