________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શેષ બાર ભેદો–૩–૪, સંશિ–અસંશિ. પ-૬, સમ્યક–મિથ્યા. ૦–૮, સાદિ અનાદિ. ૯–૧૦, સાન્ત-અનન્ત. ૧૧-૧૨, ગમિક_અગમિક. ૧૩–૧૪, અંગ–અનંગ.
વીશ ભેદો- ૧-૨, પર્યાયિ–પયયિસમાસ. ૩–૪, અક્ષર–અક્ષરસમાસ. ૫-૬, પદ-પદસમાસ. ૭–૮, સંઘાત–સંઘાતસમાસ, ૯-૧૦, પ્રતિપત્તિ–પ્રતિપત્તિસમાસ. ૧૧–૧૨, અનુયોગ અનુયોગસમાસ. ૧૩–૧૪, પ્રાભૃતપ્રાભૃત–પ્રાભૃતપ્રાભૃતસમાસ. ૧૫–૧૬, પ્રાભૃત–પ્રાભૃતસમાસ. ૧૭–૧૮, વસ્તુ-વસ્તુસમાસ. ૧૯-૨૦, પૂર્વ-પૂર્વસમાસ.
મતિ અને શ્રુતની વ્યવહાર અને નિશ્ચયથી અન્ય વ્યાખ્યાઓ અનેક રીતે થાય છે. તે શાસ્ત્ર કે ગુરુગમથી જાણી લેવી.
મતિ–શ્રુતવિનાનાને કેવલોત્પત્તિ થતી નથી.
[૩] અવધિજ્ઞાન – ‘અવધિ’ શબ્દ શી રીતે બન્યો છે. અને તેની જુદી જુદી કેવી** વ્યુત્પત્તિઓ થાય છે તે જોઈએ. જેથી મૂળ શબ્દનું રહસ્ય સમજાતાં તેના અર્થનો સ્પષ્ટ ખ્યાલ મળી જશે.
ગવાને અવધિ – અવધાનનો અર્થ નિર્ણય છે. તો નિર્ણય શેનો ? તો રૂપી પદાર્થના સાક્ષાત્કારનો. કોણે કરવાનો ? તો આત્માએ. ભાવાર્થ એ કે રૂપી પદાર્થનો આત્મસાક્ષાત્ રૂપ નિર્ણય અથવા સાક્ષાત્કરણરૂપ જે અર્થવ્યાપાર તેનું નામ અવધિજ્ઞાન.
અવ– અવ્યય પૂર્વક “થિ’ ધાતુ ઉપરથી પણ ‘અવધિ’ શબ્દ બને છે. ત્યાં ‘અવ’ અધો અર્થનું વાચક હોવાથી વસ્તુને નીચે નીચે વધુ ને વધુ વિસ્તૃત બતાવી શકે છે. જો કે આ વ્યાખ્યા વૈમાનિક દેવોને આશ્રીને જ ઘટે તેમ છે. છતાં વૈમાનિકોના અવધિને વધુ મહત્વ આપવા ખાતર આ વ્યાખ્યા કરી હશે.)
સવાર– આ શબ્દ મયદા અર્થમાં પણ છે. ત્યાં વિશ્વવર્તી રૂપી અરૂપી દ્રવ્યો પૈકી માત્ર રૂપી દ્રવ્યોને જ જણાવી શકવાની મર્યાદાવાળું હોવાથી તેને “અવધિ’ શબ્દથી ઓળખાવ્યું છે.
આ જ્ઞાન અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ થાય છે. આ જ્ઞાનનું શાશ્વત અને દીર્ઘકાલીન અસ્તિત્વ દેવલોક અને નરકમાં છે. જ્યારે મનુષ્યોમાં બીજા નંબરે છે, અને ત્રીજા નંબરમાં કવચિત તિર્યંચો આવે છે. આ જ્ઞાન સમ્યગૃષ્ટિ અને મિથ્યાષ્ટિ બંનેને હોય છે. સમ્યગૃષ્ટિને સદસત્ બુદ્ધિ વિવેકપૂર્ણ હોય છે. તેથી તેના જ્ઞાનને “અવધિ’ શબ્દથી ઓળખાવાય છે. અને મિથ્યાદષ્ટિને ખોટી અજ્ઞાનબુદ્ધિના કારણે સદસત નો વિવેક નથી હોતો, જેથી તેને પ્રસ્તુત પ્રત્યક્ષ જ્ઞાન હોવા છતાં ‘વિભંગ’ શબ્દથી ઓળખાવાય છે.
આ જ્ઞાન ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જણાવવાવાળું છે.
૬૧૬. જુઓ-ઉત્તરા), સ્થાવ, સમ0, પ્ર૦, સાઇ, વગેરે. ૬૧૭. સત્ માં અસત અને અસત્ માં સત્ ની બુદ્ધિ તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org