________________
.. १३मुं ज्ञानद्वार-मनःपर्यवज्ञान આ મન આ સંસારમાં બધાય જીવોને જેને “મન” હોય તેવા જીવોને શાસ્ત્રમાં ૨૫ “સંશી” શબ્દથી સંબોધ્યા છે. જેને એ નથી તેને “અસંજ્ઞી' થી ઓળખાવ્યા છે.
એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય સુધીના સંમૂચ્છિમ જીવોને સર્વથા મન હોતું જ નથી. એટલે વિચાર કરવાનું બળ જ નથી. તેથી તે અસંશીઓ કહેવાય છે. પછી આવે છે પંચેન્દ્રિય જીવો. પણ બધાય પંચેન્દ્રિયોને મન નથી હોતું. તે પ્રકારના પંચેન્દ્રિયો પૈકી ૨૭સંમૂચ્છિમ પંચેન્દ્રિયો અસંશી–મન વિનાના છે. દેવો, નારકો તથા ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યોને મન હોય છે.
હવે મન શું વસ્તુ છે? જેથી મનન વિચાર કરી શકાય છે? 'મન બે પ્રકારનું છે. દ્રવ્ય અને ભાવ. દ્રવ્યમન પુદ્ગલરૂપ હોય છે. એટલે કે એક પદાર્થ સ્વરૂપ છે. જેને વર્ણ, ગંધ, રસ, (સ્વાદ) અને સ્પર્શ હોય છે. આ મન પદાર્થ વિશ્વમાં વર્તતા મનનયોગ્ય અમુક પ્રકારના અણુઓથી બને છે. જે પ્રકારે શાસ્ત્રમાં “મનોવર્ગણા' નામ આપ્યું છે. અને તે જાતના જ પરમાણુઓથી આ બને છે. અને બે પરમાણુની સંખ્યાથી લઈ અનંત સંખ્યાવાળા આ પરમાણુના સમૂહને “સ્કંધો' કહેવાય છે. જેથી શાસ્ત્રીય પરિભાષામાં આત્મા જેને ગ્રહણ કરે છે તેનું પૂરું નામ કહેવું હોય તો મનોવર્ગણાના સ્કંધો’ કહેવાય.
ભાવમન એટલે શું? તો મનના પુદ્ગલોને જીવ ગ્રહણ કરી તે તે વિચાર રૂપે પરિણાવે તે. વિચારો અથવા શબ્દાદિ આકારો એ જ ભાવમન. અથવા વ્યક્તિએ કરેલા વિચાર છે. હવે જરા સ્પષ્ટતા અને સરલતાથી સમજીએ.
વિચાર કરનાર મુખ્ય તો આત્મા કે જીવ છે. એ આત્મા મન નામના પદાર્થની મદદથી કોઈપણ બાબતનો વિચાર કરવાને શક્તિમાન થાય છે. વિચાર આવતાં જ તે વિચારને અનુરૂપ ચર્મચક્ષુથી અદેશ્ય “મનોવMણા' નામની જાતના (એક પ્રકારના અણુના બનેલા જથ્થાઓ) વિશ્વવ્યાપી
ગલોમાંથી સ્વદેહાવગાહ ક્ષેત્રમાંથી લોહચુંબક લોઢાને ખેંચે છે. તે રીતે જીવ ખેંચે છે. અથતિ ગ્રહણ કરે છે. તે સાથે સાથે કરવા માંડેલા વિચારને અનુકુલ રૂપે પરિણમાવે છે. એટલે કે તે વિચાર જેવા અક્ષરો શબ્દોથી લખી શકાય તેવા અક્ષર કે શબ્દાકાર રૂપે તે પુદ્ગલો ગોઠવાય છે. એ તૈયાર થયેલા પુદ્ગલના આલંબન–સહારાથી બરાબર યથાસ્થિત વિચારો કરી શકે છે. એક વિચાર પૂર્ણ
૬૨૫. ૨૧મા દ્વારમાં ત્રણ સંજ્ઞાઓનું વર્ણન કહેવાશે એમાં ‘દીર્ઘકાલિકી સંજ્ઞા’ ની વાત કરશે. આ ‘સંજ્ઞા’ જેને હોય તે ‘સંશી’ કહેવાય છે.
૬૨૬. ચાર ગતિમાં જન્મ ત્રણ પ્રકારે બતાવ્યા છે. ૧. સમૂછન, ૨. ગર્ભ, ૩, ઉપપાત. એમાં દેવો, નારકોને ઉપપાત, તિર્યંચ મનુષ્યોમાં ગર્ભ અને સમ્યુઈન બંને ભેદો લાગુ પડે છે. એમાં સમૂઈન જન્મને ગર્ભધારણાદિક હોતું નથી. આ જીવોને તો જન્મલાયક કારણ–સામગ્રી હવા-જળ, વિષ્ઠા-મલાદિનો સંયોગ થતાં એકદમ જન્મી જાય છે. એ કયા કયા તે કહેવાઈ ગયું છે.
૬૨૭. સત્તતઃ મૂછતિ | ચારે બાજુ ગમે ત્યાં શરીરોનું ઉત્પન્ન થવું તે. ૬૨૮. તિર્યંચ અને મનુષ્યો બંને લેવા.
૬૨૯. એ વગણાના પગલો ચૌદ રાજલોકમાં સર્વત્ર હોય છે. પણ વિચાર વખતે મન જે પુદ્ગલોને ખેંચે છે તે તો સ્વદેહાવગાઢ વગણામાંથી જ ગ્રહણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org