________________
૬૭ર.
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તેથી કાયવ્યાપાર આ ત્રણેય ક્રિયામાં પ્રધાનતા ભોગવે છે. અને એ દ્વારા જ ગમનાદિ ક્રિયા તેમજ વાચિક, માનસિક વ્યાપારો સમર્થ બને છે, અને એ અપેક્ષાએ તો મન, વચન કાયા ત્રણેયને કાયયોગના જ પ્રકારો તરીકે ઓળખાવેલ છે.
જે વખતે આત્માનો કાયા–શરીર દ્વારા વ્યાપાર શરૂ થયો કે તરત જ શરીરના જે વ્યાપાર વડે પુદ્ગલોનું ગ્રહણ થાય તે, વ્યાપારને કાયયોગ’ કહેવાય. હવે જે શરીર વ્યાપાર વડે કરીને જે શબ્દપુદ્ગલોને બોલવા માટે બહાર કાઢે ત્યારે વચનયોગ અને જે શરીર વ્યાપાર વડે મનના પુગલોનું ચિંતન થાય ત્યારે મનોયોગ’ બને.
હવે ત્રણેય યોગની વ્યવસ્થા સમજીએ.
૧. મનોયોગ મનાયપ્તિ નામકર્મના ઉદયથી સ્વકાયયોગવડે દ્રવ્યસ્વરૂપ મનોયોગ્ય વગણાને ગ્રહણ કરી, મનરૂપે પરિણમાવી, અવલંબન લઈને (તે દ્વારા ચિંતન-મનન કરીને) વિસર્જન કરવાનો જે વ્યાપાર તે.
૨. વચનયોગ–ભાષા પર્યાપ્તિ નામકર્મના ઉદયથી સ્વકાયયોગવડ, દ્રવ્યસ્વરૂપ ભાષા વર્ગણાનું પ્રહણ કરી ભાષાપણે પરિણાવી (જે કંઈ બોલવું હોય તે બોલીને) અવલંબીને વિસર્જન કરવાનો જે વ્યાપાર તે.
૩. કાયયોગ શરીરની હલનચલનાદિ ક્રિયાઓનો જે વ્યાપાર તે. હવે ત્રણેય યોગની વધુ સમજ મળે એ માટે એના પ્રકારો તેના ટૂંકા અથ સાથે જણાવે છે. ચાર પ્રકારનો મનોયોગ– સત્ય, અસત્ય, મિશ્ર અને અસત્યમૃષા. (અથવા વ્યવહાર)
૧. સ ને સત્ રૂપે અસત્ ને અસત્ રૂપે ચિંતવવું તે સત્ય મનોયોગ, ૨. સને અસત્ અને અસત્ ને સત્ રૂપે ચિંતવવું તે અસત્ મનોયોગ. ૩. સત્ વસ્તુને સદ્ગત રૂપે એટલે કંઈક અંશે સત્ અને કંઈક અંશે અસત, અથવા કયારેક સત્ માં સત્ અને સત્ માં અસત્ રૂપે વિચારવી તે મિશ્રમનોયોગ. ૪. જેમાં સત્ -અસત્ જેવી વિચારણા કરવાપણું ન હોય એવી સર્વસામાન્ય વિચારણાને અસત્યામૃષા કે વ્યવહાર મનોયોગ. ચોથા યોગમાં દષ્ટાંત આપવું હોય તો ઓ ભાઈ તું અહીં આવે, તું જઈશ ખરો? તું જજે ! આમ પ્રશ્ન, આજ્ઞા, કે સંકેતવાચક ભાવોનું ચિંતવન જેમાં હોય તે.
ચાર પ્રકારનો વચનયોગ– આ વચનયોગ, મનોયોગના ચાર પ્રકારો મુજબ જ સમજવો. પેલામાં ચિંતનરૂપે વાત હતી તે અહીંઆ બોલવારૂપે ઘટાવી લેવી. જેમકે સત્ ને સત રૂપે અને અસત્ ને અસત્ રૂપે બોલવું ઇત્યાદિરૂપે.
સાત પ્રકારનો લયયોગ–૧. ઔદારિક ૨. ઔદારિક મિશ્ર, ૩-૪ વૈક્રિય–વૈક્રિયમિશ્ર, પ-૬. આહારક–આહારકમિશ્ર, ૭. “તેજસ–કામણ.
એક શરીર સાથે અન્ય શરીરનો વ્યાપાર ચાલતો હોય ત્યારે મિશ્રતા વર્તતી હોય છે. એ ૬૩૭. વ્યવહાર નથી આ વાત છે. નિશ્ચય નથી તો ત્રણેય સ્વતંત્ર છે. . ૬૩૮. આ ભેદ અપેક્ષાએ કાર્મહયોગથી પણ ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org