________________
१३मुं ज्ञानद्वार- अवधिज्ञान
६६३
આ જ્ઞાન ભિન્નભિન્ન આત્માઓના ક્ષયોપશમની અનેક વિચિત્રતાઓના કારણે અનેક જાતની વિચિત્રતાઓવાળું પ્રાપ્ત થાય છે. તેના પ્રકારો અસંખ્ય છે, પણ અસંખ્યનું વર્ણન ન કરી શકાય માટે તેના સંક્ષેપમાં મુખ્ય પ્રકારો પાડીને પાછા તેના છ પેટા પ્રકારો વર્ણવશે.
પ્રથમ તેના બે પ્રકાર પાડે છે. ૧. ૬૧ભવ પ્રત્યયિક અને ૨. ગુણ પ્રત્યયિક, જે ભવપ્રત્યયિક છે તે અમુક ભવ—સ્થલની (દેવ નારકના) પ્રાપ્તિના કારણે જ જન્મ લેતાંની સાથે જ અવશ્ય પ્રાપ્ત થઈ જાય તે, અને ગુણપ્રત્યયિક છે તે વિશિષ્ટ તપ–સંયમાદિ ગુણોની આરાધનાના પ્રભાવે પ્રાપ્ત થાય તે.
ભવપ્રત્યયિક માટે ઉદાહરણ આપવું હોય તો, પશુ—પક્ષીનું આપી શકાય. જેમ પશુઓ પોતાના ભવસ્વભાવે ૧૯ એકવાર પાણી પીવે, પક્ષીઓને આકાશમાં ઉડવામાં માત્ર તેનો જન્મ જેમ નિમિત્ત કારણ છે, તે રીતે દેવલોક અને નરક એવી યોનિ જન્મ કે ભવ છે કે ત્યાં જે વ્યક્તિ ઉત્પન્ન થાય, તેને ઉત્પન્ન થતાંની સાથે જ અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. અને પછી તેમાં કંઈ પણ હાનિ થતી ન હોવાથી મૃત્યુ પર્યંત એવું ને એવું ટકી રહે છે. દેવલોકના ‘અંવધિ’ માં હાનિ, વૃદ્ધિ કે ક્ષયનો અભાવ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારો નથી.
અવધિજ્ઞાનનો સંબંધ દેવગતિ સાથે અને એમાંય વૈમાનિક સાથે વિસ્તૃત અને મહત્ત્વનો હોવાના કારણે ઉપર બીજા નંબરની વ્યુત્પત્તિ તેને આશ્રીને બતાવવી પડી છે. નહીંતર અવિધનો
સંબંધ ચારેય ગતિમાં છે.
ગુણપ્રત્યયિક અવધિના અસંખ્ય પ્રકારોને છ પ્રકારોમાં જ વિભક્ત કરી દેવામાં આવ્યા છે. ૧–૨ અનુગામી, અનનુગામી. ૩–૪ વર્ધમાન, હીયમાન. ૫–૬ ૬૨૧ પ્રતિપાતિ, અપ્રતિપાતિ.
૧. અનુગામી— એટલે પાછળ પાછળ અનુસરવાવાળું અર્થાત્ વ્યક્તિની સાથે જ રહેવાવાળું. જેને જેટલા ક્ષેત્રનું ઉત્પન્ન થયું હોય તે વ્યક્તિ ગમે ત્યાં જાય, તો તે જ્ઞાન સાથે જ આવે. જેમ માણસની જોડે માણસની આંખ કે હાથમાં રાખેલ ફાનસનો દીવો સાથે જ આવે છે અને જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં પ્રકાશ આપે છે એ રીતે.
૨. અનનુગામી— જે જીવની સાથે સાથે ન જાય તે. થાંભલાનો દીવો જે ક્ષેત્રમાં પ્રકાશ આપતો હોય તે જ ક્ષેત્રને જેમ પ્રકાશિત કરે, બીજાને નહિ; તેમ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તે જ ક્ષેત્રમાં તે વ્યક્તિ હોય તો તે ક્ષેત્રગત પદાર્થોનું જ્ઞાન કરી શકે પણ બીજા સ્થળે જાય તો તે સાથે ન આવે, અને તેથી પદાર્થનો બોધ ન કરી શકે.
૬૧૮. ભવપ્રત્યયિક વાસ્તવિક રીતે તો ગુણપ્રત્યયિક જ હોય છે. કારણ કે ત્યાં પણ ક્ષયોપશમ હેતુ બેઠેલો છે અને જન્મતાં જ તે કારણ બને છે. એટલે દેવ નારકનો ભવ પણ ક્ષયોપશમમાં કારણરૂપે કહેવાય.
૬૧૯. પ્રાયઃ એમ જોવાયું છે.
૬૨૦. નો વિસ્તારીમાવેન ધાવત્તીવધઃ ।
૬૨૧. નન્દીસૂત્ર અને તત્ત્વાર્થ ભાષ્યમાં ૫૬ પ્રકારને અનવસ્થિત, અવસ્થિત એવું નામાંતર દર્શાવી કંઈક અર્થાન્તર પણ બતાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org