________________
६६४
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૩. વર્ધમાન– એટલે શરૂઆતમાં અંગુલાસંખ્યય ભાગ એટલે અત્યન્ત સૂક્ષ્મ પ્રમાણમાં પ્રારંભ થાય, અને પરિણામની વિશુદ્ધિ વધતાં શુક્લ પક્ષની ચંદ્રની કલાની જેમ ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં ઠેઠ અલોકાકાશ સુધી પણ પહોંચી જાય છે.
૪. હીયમાન– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારેય પ્રકારે વૃદ્ધિ પામેલ અવધિજ્ઞાન પરિણામની ક્રમિક મંદતાના કારણે કોડિયામાં દીવેલ ઓછું થતું જાય અને દીવડો ઝાંખો પડતો જાય (કૃષ્ણપક્ષની ચંદ્રકળાની જેમ) તેની જેમ ધીમે ધીમે જે જ્ઞાન ઘટતું જાય છે.
૫. પ્રતિપાતિ–જે જ્ઞાન અત્યન્ત સૂક્ષ્મપણે ઉત્પન્ન થઈને લોકાકાશ (અબજો માઈલો) પર્યન્ત પ્રકાશ પાડીને પ્રમાાદિના પ્રતિકૂળ નિમિત્તો મળતાં શીધ્ર પ્રતિપાત એટલે પડવું થાય, પવનનો ઝપાટો લાગતાં દીવો શીધ્ર ઓલવાઈ જાય તે રીતે.
૬. અપ્રતિપાતિ– જે જ્ઞાન વધીને પ્રતિપાતિની જેમ લોકાકાશ પૂરતું જ નહિ પણ વધીને અલોકાકાશના ફક્ત એક આકાશ પ્રદેશનો વિષય બની શકે છે. જો કે અલોકમાં રૂપી પદાર્થ ન હોવાથી જોવાપણું કંઈ નથી પણ શક્તિની દષ્ટિએ આ વાત કહી છે. આ જ્ઞાન કેવલજ્ઞાનની પ્રાપ્તિ પર્યત રહે છે.
આવા જ્ઞાનવાળાને નિર્મળતા વઘતાં શક્તિના પ્રાદુભાવની દષ્ટિએ અલોકમાં અસંખ્ય લોકાકાશ જેટલા ક્ષેત્રનો વિષય જો બને તો, તે અવધિને પરમાવધિ’ કહેવામાં આવે છે. અને આ જ્ઞાનવાળાને અંતર્મુહૂર્તમાં અવશ્ય કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આ જ્ઞાનવાળો પરમાણુને પણ પ્રત્યક્ષ જોઈ શકે છે.
પરમાવધિવાળો અવશ્ય પ્રતિપાતિ હોય પણ અપ્રતિપાતિવાળાને પરમાવધિજ્ઞાન હોય જ એવો નિયમ નહીં.
[૪] મન:પર્યવાન– આ ચોથું જ્ઞાન છે. આ નામ બે શબ્દોથી બન્યું છે. મન અને પર્યવ. એમાં “મન” કે “મનુ ધાતુ ઉપરથી ‘મન’ શબ્દ બને છે. એનો અર્થ મનન, ચિંતન, વિચાર, સંકલ્પ અર્થમાં વપરાય છે. આ મન અમુક આકારવાળા મનોદ્રવ્ય પુદ્ગલોનું બનેલું છે. *પર્યવ’નો અર્થ સમગ્ર રીતે જાણવું થાય છે. અર્થાત્ જીવે ગ્રહણ કરેલા મનોવગણાના દ્રવ્યોને સંપૂર્ણ રીતે જાણવું તેનું નામ “મન:પર્યવ’ અને તે જ જ્ઞાન રૂપ હોવાથી મન:પર્યવ જ્ઞાન કહેવાય છે. અથવા પર્યવ કે પર્યાયનો અર્થ અવસ્થા પણ થાય છે. મનના વિચારોની વિભિન્ન અવસ્થાઓને જેનાથી જાણી શકાય તે જ્ઞાનનું નામ મન:પર્યવ છે.
આ જ્ઞાન પણ ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદાપૂર્વક અન્ય પુરુષના મનમાં વિચારેલા રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જણાવનારું છે.
૬૨૨. પર્યવ કે પર્યાય, ભિન્ન ભિન્ન ધાતુ ઉપરથી બનતાં છતાં એક જ અર્થના વાચક છે. ૬૨૩. “મન' જ્ઞાને “મનુ તોઘને | મનને મન્યતે વાડનેતિ મનસ્તન મનઃ || -
૬૨૪. gવ આમાં ર–વન ઉપરથી પવન બને છે. પછી જીવ બને છે. આમાં અત્યકિ અર્થનો લવ ધાતુ છે, અને ‘ય’ શબ્દ “સા' નામના દણ્ડક ધાતુ અથવા રૂ ધાતુ ઉપરથી નયન બનીને પરિ ઉપસર્ગ જોડતાં બને છે. વધુ પ્રસિદ્ધિ મનઃપર્યવ શબ્દની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org