________________
१३मुं ज्ञानद्वार केवलज्ञान
૯૬૭ વિપુલમતિ – શબ્દથી જ અર્થ સ્પષ્ટ છે. વિસ્તૃત વિચારપ્રાહિણી શક્તિ છે. વિપુલમતિ ઋજુ કરતાં ઘણું ચઢિયાતું છે. ઋજુમતિએ ઘડો અને તેની થોડી વિશેષતાઓને જે જાણી હોય, તે જ ઘડાને વિપુલમતિ તેના વિચારોની અનેક વિશેષતાઓ સાથે જાણે એટલે સામાએ ઘડાની ચિંતવણ–વિચારમાં જે જે વધુ વિચારણા ચલાવી હોય, જેમકે ઘડો કઈ જાતનો છે, ક્યાંનો છે, કોઈની માલિકીનો છે ખરો? ખાલી છે કે ભરેલો? કેટલો જૂનો છે? ચિતરેલો છે કે નહિ? વગેરે અનેક વિચારોને સ્પષ્ટ રીતે વધુ વ્યાપકતાથી જાણી શકે છે.
ઋજુમતિ કરતાં વિપુલમતિ વધુ નિર્મળ જ્ઞાન છે. આ ઋજુમતિ જ્ઞાન કેવલજ્ઞાન સુધી ટકી રહે તેવો નિયમ નથી, આવીને ચાલ્યું પણ જાય. જ્યારે વિપુલમતિનું અવસ્થાન કેવલજ્ઞાનના પૂર્વવત સમય સુધી અવશ્ય હોય છે.
આ જાતનું જ્ઞાન ધરાવનારા, ઉત્તમ ઋદ્ધિવંત સાચા મુનિઓ જ હોય છે. અને તેઓ માત્ર મનુષ્યલોકવર્તી અને ફક્ત અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચોના જ દ્રવ્ય મનને (મનોદ્રવ્ય દ્વારા) જાણી શકે છે. આ જ્ઞાનનો વિષય માત્ર મનના વિચારોને જાણવાનો જ છે. પણ તે જ્યારે જાણવાની ઇચ્છા કરે (ઉપયોગ મૂકે) ત્યારે જ જોઈ જાણી શકે છે. કેવલી જેમ સર્વથા આત્મ–પ્રત્યક્ષ નથી.
[૫] કેવળજ્ઞાન–અહીંઆ કેવળનો અર્થ પરિપૂર્ણ, એક જ વગેરે થાય છે. આ જ્ઞાન પ્રાપ્ત થતાંની સાથે જ પરિપૂર્ણ રીતે પ્રગટ થતું હોવાથી, અને વળી આ જ્ઞાનને કૃતાદિ બીજા કોઈ જ્ઞાન કે ઇન્દ્રિયાદિકની સહાયની અપેક્ષા રહી ન હોવાથી પૂર્ણ છે, અને પૂર્ણ હોવાને કારણે એક જ અને પરિપૂર્ણ બંને અર્થો ઘટમાન બને છે.
કેવળજ્ઞાનનું વિશેષ સ્વરૂપ શરૂઆતના મત્યાદિ જ્ઞાનોને ધારણ કરનારો કોઈ પણ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર કે તપાદિકની નિર્મલ અને શ્રેષ્ઠ કોટિની આરાધના દ્વારા, આત્મિક વિશુદ્ધિમાં વધતો વીતરાગ અવસ્થાની પૂર્ણતા તરફ વધી રહેલો હોય, અને જ્યારે તે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે, આરાધનાના પ્રતાપે મોહાદિનો સર્વથા ક્ષય કરવાપૂર્વક જ્ઞાનાવરણીય કર્મના અવશેષ કર્યો કે આવરણોનો સર્વથા ક્ષય કરી નાંખે છે. એટલે વિશ્વના સર્વભાવો જાણવા માટેના કાર્યમાં હવે કંઈ પણ અવરોધ કે આવરણ વિદ્યમાન નથી હોતું. એ વખતે આવી વ્યક્તિને સંપૂર્ણજ્ઞાન પ્રગટ થતું હોવાથી તેને કેવલજ્ઞાન” કહેવાય છે. તે પ્રાપ્ત કરનાર વ્યક્તિ કેવલી’ અથવા સુપ્રસિદ્ધ શબ્દમાં ‘સર્વજ્ઞ” તરીકે ઓળખાય છે.
આત્મા અરૂપી છે એટલે રૂ૫આકૃતિ વિનાનો છે. અને તેવા એક આત્માના પ્રદેશો અસંખ્ય હોય છે. અને આ પ્રદેશો સાંકળના અંકોડાની માફક એક બીજાથી સંકળાયેલા હોય છે. એક બીજાથી તે કદી છૂટા પડતા નથી. આ તેની વિશેષતા છે. એમાં રૂચક એવા સાંકેતિક શબ્દથી ઓળખાતા આત્માના આઠ રૂચક પ્રદેશો સિવાયના તમામ પ્રદેશો ઉપર, પ્રત્યેક આત્માએ પોતે જ પોતાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા કામણવર્ગણાના અનન્તાનંત સ્કંધોના થરોને જમાવ્યા છે. આ અત્યન્ત સૂક્ષ્મપરિણામી જામેલા સ્કંધોના પરિણામે પોતાના કેવળજ્ઞાનના પ્રકાશને ઢાંકી દીધો છે. આટલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org