________________
६६०
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
જોતાં મતિજ્ઞાન થતાં, તેની સાથે જ તેના વાચક શબ્દનું જે જ્ઞાન થાય તે પણ શ્રુતજ્ઞાન છે. આમ વર્ણ શબ્દો શ્રુતજ્ઞાનમાં મુખ્ય ભાગ ભજવે છે.
હજુ શ્રુતજ્ઞાનની છઠ્ઠી પ્રધાન વ્યાખ્યાને કહેવા શંકા સમાધાન કરે છે.
શંકા— ઉપરોક્ત વ્યાખ્યાઓથી તો એવો આભાસ ઉભો થાય છે કે જાણે પ્રાણીમાત્રને શબ્દબોધ એક સરખો જ થતો હશે! તો તે વાત બરાબર ગણાય ખરી ?
સમાધાન— ના, એક સરખો બોધ કદી ન થાય. કેમ ન થાય ? તો એ માટે જે મૌલિક અને મુખ્ય કારણ ભાગ ભજવે છે તે જણાવે છે. આ કારણમાં જ છઠ્ઠી વ્યાખ્યા સમાઈ જશે.
છઠ્ઠી વ્યાખ્યા— એક કર્મ જેનું નામ શ્રુતજ્ઞાનાવરણીય છે. આ કર્મના ક્ષયોપશમ (અમુક કર્મનો નાશ અને અમુકનો ઉપશમ) દ્વારા ઉત્પન્ન થતા શબ્દ લિપિ આદિ દ્રવ્યશ્રુતને અનુસરનારો પદાર્થબોધ–આત્મવિચાર—પરિણામ, તેને શ્રુતજ્ઞાન કહેવાય છે.
આ વ્યાખ્યાથી જન્માન્તરના શુભાશુભ કર્મોદ્વારા આ જન્મમાં પ્રાપ્ત થતી કર્મસ્થિતિ અનુસારે બોધમાં ન્યૂનાધિકપણાની અસંખ્ય તરતમતાઓ લાધે છે તે વાત સ્પષ્ટ થાય છે.
બીજી એક વાત સિદ્ધાન્તરૂપે સમજી રાખવી કે મતિ વિના શ્રુત કદી ઉત્પન્ન થતું જ નથી. ‘મપુર્વા સુર્ય’ શ્રુતંતિપૂર્વ વગેરે વચનથી મતિપૂર્વક જ શ્રુત હોય છે.
આ શ્રુતજ્ઞાન મનોનિમિત્તક છે. તેમ અન્ય ઇન્દ્રિય નિમિત્તક પણ છે. આ જ્ઞાન હિત—અહિતના ક્ષેત્રમાં પ્રવૃત્તિનિવૃત્તિ કરાવવામાં સમર્થ છે.
શંકા—મતિ અને શ્રુત, બંનેના કારણરૂપે જો (શ્રોત્ર ઇન્દ્રિયો અને મન જ) છે તો પછી બે જ્ઞાનની જરૂર શી છે ? એક જ રખાય તો ?
સમાધાન બન્ને વચ્ચે રહેલા તફાવત બંનેના અલગ અસ્તિત્વને ટેકો આપે છે. મતિજ્ઞાનનો વિષય પદાર્થના વર્તમાનકાળના સામાન્ય ભાવોને જણાવવાનો છે. જ્યારે શ્રુતજ્ઞાનનો વિષય ત્રૈકાલિક ત્રણેય કાĞના પદાર્થોને જણાવવાનો છે. તેનું વિષયક્ષેત્ર મતિથી ઘણું મોટું છે. વળી મતિજ્ઞાન જીવમાત્રને સર્વત્ર અવિરત વિદ્યમાન રહે છે તેથી શાશ્વત છે. જ્યારે શ્રુત ૧૬૧૦ અવિરત રહેતું નથી તેથી અશાશ્વત છે. વળી તિ કરતાં વધુ સૂક્ષ્મ અર્થોનો અનેક પ્રકારે બોધ કરનારું છે. વળી આ જ્ઞાનનું સામર્થ્ય એવું મહાન છે કે શ્રુતના બળે પ્રસ્તુત જ્ઞાન વ્યક્તિમાં એવો અનોખો ક્ષયોપશમ પ્રગટાવે છે, કે સર્વજ્ઞ કે કેવલી ભગવાન પદાર્થની જેવી વ્યાખ્યા કરે તેવી જ વ્યાખ્યા કરવાનો (સર્વજ્ઞ ન હોવા છતાં) `` સમર્થ થાય છે. અને એવા મુનિઓ તે ‘શ્રુતકેવલી' તરીકે ઓળખાવાય છે. ‘કેવલી’ આવું વિશેષણ છાદ્મસ્થિક ચાર જ્ઞાન પૈકી માત્ર શ્રુતને જ પ્રાપ્ત થાય છે. આવા કારણોથી મતિ શ્રુત બંને જ્ઞાનો વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ થાય છે, અને તેથી તેનું અલગ અલગ હોવું જરૂરી છે.
કરે છે.
૬૧૦. આ સાપેક્ષ વચન છે. તેનો ભાવ ગુરુગમથી જાણી લેવો.
૬૧૧. શ્રુતકેવલી પ્રવચન કરે ત્યારે કોઈ ન જાણી શકે કે આ સર્વજ્ઞ નથી. એવી તલસ્પર્શી વ્યાખ્યા પદાર્થની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org