________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ક્રોધ આ કષાય મૈત્રી, પ્રેમ, સ્નેહ, પ્રીતિનો નાશ કરે છે. અને જ્યારે ક્રોધ, ગુસ્સો કે રોષ આવે ત્યારે તેના ચિહ્નો શરીર ઉપર ઉપસી આવે છે. એટલે કે–મોટું લાલ લાલ થઈ જાય, આંખોમાં ભયંકરતા ઊભી થાય. હોઠ ધ્રુજવા માંડે, શરીરમાં કંપ ઊભો થાય અને પછી આગળ વધી કઠોર અને અસભ્ય શબ્દો વાણી દ્વારા વ્યક્ત થાય અને પછી વધતાં શરીરની ચેષ્ટા દ્વારા પણ વ્યક્ત થાય વગેરે. આ બધી લાગણીઓ આ ક્રોધ નામના કષાયકર્મથી ઉત્પન્ન થાય છે. કોઈ વ્યક્તિ ક્રોધ વખતે લેવાએલા પોતાના ફોટાને, તદ્દન શાંત થયા પછી જુએ તો ક્રોધ પોતાના ચહેરાને કેવો વિકૃત બનાવે છે! તેનો સાચો ખ્યાલ આવે.
માન આ કષાયનો ઉદય વર્તતો હોય ત્યારે માની સ્વભાવના કારણે અન્યની કે અન્યના કાર્યની ઈષ અને પોતાની મહત્તા, શ્રેષ્ઠતા કે ઉત્કર્ષ બતાવવાની ઇચ્છા હરદમ જાગૃત રહ્યા કરે છે. અને તેનું જોર વધે ત્યારે વાણી વર્તન દ્વારા પણ તે વ્યક્ત થાય છે. તેથી આવી વ્યક્તિ અભિમાની, ગર્વિષ્ઠ, અક્કડ, અહંકારી, ઉન્મત્ત, ઉદ્ધત, સ્વચ્છંદી વગેરે વિશેષણોને યોગ્ય બની જાય છે. આવી માનદશા ઉત્પન્ન કરનાર કર્મ, તેને માન કષાયકર્મ કહેવાય છે.
માયા આ માયા કષાય કર્મ ઊભું થયું કે જીવ બીજાને ઠગવાનો જ ધંધો કરવાનો. આ માયા કુટિલતા, વક્રતા, પ્રપંચ, છળ, કપટ, સાચાંજુઠાં, અન્યને બનાવવાની કે ફસાવવાની વૃત્તિ વગેરે લાગણીઓ મનમાં ઉત્પન્ન કરે છે. લોકમાં આવી વ્યક્તિ “માયાવી તરીકે સંબોધાય છે. માયા કષાયકર્મના ઉદયે જીવથી આવું વર્તન થાય છે.
લોભ-જડ ચેતન પદાર્થોના સંગ્રહની કે તેના વર્ધનની પ્રવૃત્તિ, અન્ય પદાર્થોમાં તૃષ્ણા અને લોલુપતા, મમત્વભાવ, કોઈનું પડાવી લેવાની બુદ્ધિ “આ જા ફસા જા, ધર જા વિસર જા”ના ધંધા, અતિ આરંભોની પ્રવૃત્તિ, આ બધું કરાવનાર લોભ કષાય નામનું કર્મ છે. અપેક્ષાએ ચારેય કષાયમાં લોભ સર્વ કષાયોમાં મુખ્ય ભાગ ભજવનાર છે. કારણકે લોભ પ્રતિ, વિનય અને મિત્રતા ત્રણેયને ખતમ કરી નાંખે છે. એથી જ તેને “પાપના બાપ” તરીકે ઓળખાવ્યો છે. સર્વ દોષોની ખાણ એ જ છે, અને એને સકલ અનર્થોનું મૂળ કહ્યો છે. ચારે કષાયોને ઉદ્દેશીને આગમમાં કહ્યું છે કે –
कोहो पीइं पणासेइ, माणो विणयनासणो ।
માવા મિત્તાનિ નાડુ, તોપો સર્વોવાસો || દિશવૈકાલિક] ક્રોધ પ્રીતિનો સર્વથા નાશ કરે છે, માન વિનય (નમ્રતા)નો, માયા મિત્રતાનો (અથવા સરલતાનો) અને લોભ સર્વનો એટલે પ્રીતિ, વિનય, મિત્રતા બધાયનો વિનાશ નોંતરે છે. માટે શાસ્ત્રો કહે છે કે –
कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं ।
वमे चतारि दोसाई, इच्छंतो हियमप्पणो । આત્માનું હિત ઇચ્છતો મનુષ્ય પાપવર્ધક એવા ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર દોષોને વમી નાંખે, અને એનું વમન થવાથી જ આત્મા નિર્મળ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org