________________
3
१३मुं ज्ञानद्वार - मतिज्ञाननुं वर्णन
६५७
બુદ્ધિવૈશવ માટે અને મતિજ્ઞાનની કેવી કેવી વિશેષતાઓ હોય છે. એની ઝાંખી કરાવવા માટે વાનગી રૂપે બીજા બાર પ્રકારો બતાવ્યા છે. ૧–૨ બહુ અબહુ, ૩–૪ બહુવિધ—અબહુવિધ, ૫–૬ ક્ષિપ્ર—અક્ષિપ્ર, ૭–૮ નિશ્રિત—અનિશ્રિત, ૯–૧૦ સંદિગ્ધ અસંદિગ્ધ, ૧૧–૧૨ ધ્રુવઅધ્રુવ. આનું વિવરણ ગ્રંથાન્તરોથી જાણી લેવું. આ ભેદો ઉપરથી ‘અવધાન’ શું ચીજ હોય છે તેનો ખ્યાલ આવશે. અવધાન એ મુખ્યત્વે મતિજ્ઞાનનો જ પ્રકાર છે.
વિશ્વમાં જેટલી બુદ્ધિઓ કામ કરી રહી છે તે તમામનો ચાર પ્રકારની બુદ્ધિમાં સમાવેશ થાય છે. ૧. ઔત્પાતિકી, ૨. વૈનયિકી, ૩. કાર્મિકી, ૪. પારિણામિકી.
૧. ઔત્પાતિકી=નહીં જોયેલી, નહીં સાંભળેલી બાબત સામે આવે અને અગાઉ એને અંગે જરાપણ વિચાર ન કર્યો હોય છતાં, જોતાં કે સાંભળતાની સાથે જ ઉભયલોક અવિરુદ્ધ, તત્કાલ, એકદમ, ફ્લોપધાયક સાચો નિર્ણય કરી શકવાની ઝડપવાળી બુદ્ધિ તે.
૨. વૈયિકી=ગુરુ, વડિલ, કે ગુણીજનનો વિનય કરવાથી પ્રાપ્ત થતી વિશિષ્ટ બુદ્ધિ તે.
૩. કાર્મિકીએટલે કંઈપણ શિલ્પ કે કર્મનું કામકાજ કરતાં તે કર્મમાં એવો અનુભવી કે નિષ્ણાત બની જાય કે અલ્પ મહેનતમાં સુંદર કાર્ય સફળ રીતે કરી બતાવે, અનેક કામમાં પ્રવીણતા મેળવે.
૪. પારિણામિકી= આ બુદ્ધિ ઉમ્મર જતાં, ઘડાતા અનુભવથી ઊંડી કલ્પના, ચિન્તન, અને મનન પછી એવી એક વેધક દ્રષ્ટિ આવી જાય કે અમુક વિચાર, પ્રવૃત્તિ કે બાબતનું પરિણામ કે ફળ અમુક જ આવશે એમ સમજી જાય અને પછી હિતાહિતની પ્રવૃત્તિનિવૃત્તિમાં જોડાય તે.
આ ચારે બુદ્ધિઓ મતિજ્ઞાનના જ પ્રકાર રૂપે છે.
વ્યંજનાવગ્રહનું કાલમાન જધન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી શ્વાસોચ્છવાસ પૃથ, અર્થાવગ્રહ નિશ્ચયનયથી એક સમય અને વ્યવહારનયથી અન્તર્મુહૂર્ત, ઇહા—અપાયનો પ્રત્યેકનો કાળ અન્તર્મુહૂર્ત, અને ધારણાનો સંખ્યાતા—અસંખ્યાતા ભવ. આથી ધારણાનો સંસ્કાર સેંકડો હજારો વરસ સુધી ટકે છે તે સાબિત થાય છે અને આ વાતની પ્રતીતિ કેટલાંક દૃષ્ટાંતો અને પ્રસંગોથી થતી જોવાય છે. આ મતિજ્ઞાન એક કે તેથી વધુ ઇન્દ્રિયોથી તેમજ મનથી અથવા મન અને ઇન્દ્રિયો બંનેના સંબંધથી થાય છે. માત્ર ઇન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન એ મન' ની પ્રાપ્તિ વગરના જન્મતા એકેન્દ્રિયથી માંડીને અસંશી–પંચેન્દ્રિય સુધીના જીવોને હોય છે. અને અનિન્દ્રિયનિમિત્તક એટલે જેમાં ઇન્દ્રિયોનો નહિ માત્ર મનનો જ વ્યાપાર થતો હોય તેવું જ્ઞાન સ્મૃતિ' નામના મતિના પ્રકારને લાગુ પડે છે. વળી જેમાં મન કે ઇન્દ્રિયો બેમાંથી એકેયનો વ્યાપાર ન હોય છતાં વેલડીઓ ઝાડ ઉ૫૨, ભીંત ઉ૫૨ કે વરંડા ઉપર ચઢે છે. આ અસ્પષ્ટ ઓઘજ્ઞાન એ માત્ર મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને જ કારણે છે. વનસ્પતિસૃષ્ટિમાં મનુષ્ય જેવી લાગણીઓ કે ચિત્ર-વિચિત્ર ખાસિયતો જેવી કેશરમાવવું, ગુસ્સે થવું, હસવું, બીજા જીવને મારવો, માન, માયા, લોભ, શ્રૃંગારિકભાવ વગેરે જોવા મળે છે. આ બધી ઓઘસંજ્ઞાઓ આ જ્ઞાનને જ આભારી છે. અને ઇન્દ્રિય અને અનિન્દ્રિય(મન) નિમિત્તક મતિજ્ઞાન તે જાગૃત રહીને મનના ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનારા આપણને બધાયને હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org