________________
दृष्टिद्वारनुं वर्णन
૪૬ સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થવાની યોગ્યતાવાળા કે વ્યાપ્ત થયેલા પુદ્ગલસ્કંધો અનન્ત છે. અને તે બધા અચિત્તમહાત્કંધથી ઓળખાય છે. અહીંઆ આ પ્રયત્ન જીવદ્રવ્યનો નથી પણ અજીવદ્રવ્યનો છે.
99–વિકેિ [કૃ]િ વિશ્વમાં મુખ્યત્વે પદાર્થો બે જાતના છે. નર અને વેતન. આ પદાથોં કે તેના સ્વરૂપ પરત્વે દરેકને સરખી શ્રદ્ધા હોય કે થાય તેવું બનતું નથી. કોઈને કોઈ પદાર્થ પ્રત્યે સત્ સાચી શ્રદ્ધા થાય તો કોઈને તે જ પદાર્થ પ્રત્યે સત્ થી વિપરીત કોટિની શ્રદ્ધા થાય. તો કેટલાક એવા પણ જીવો હોય કે જેઓને એ પદાર્થ પ્રત્યે ન સત્ દષ્ટિ હોય ન અસત્ દષ્ટિ હોય પણ સદસત્ દષ્ટિનું મિશ્રણ હોય. યદ્યપિ જીવોની સમજણના પ્રકારો આમ તો હજ્જારો હોય છે. પરંતુ વર્ગીકરણ કરીને એ બધાયને ત્રણમાં જ સમાવિષ્ટ કરે છે.
આમ કેમ બને ? તો જીવોની જ્ઞાન–સમજની ભિન્ન ભિન્ન કક્ષાને કારણે બને છે. ભિન્ન કક્ષાના સર્જનમાં કારણ કોણ ? તો શુભાશુભ કર્મો.
ઉપરોક્ત ત્રણે કક્ષા ભેદને શાસ્ત્રીય શબ્દો આપીને વિશેષ પ્રકારે સમજાવે છે. અહીંઆ દૃષ્ટિ શબ્દ એક પ્રકારની માન્યતાના અર્થમાં સમજવાનો છે. જીવને અનાદિકાળથી મિથ્યાષ્ટિ વરેલી હોય છે તેથી મિથ્યા, સચ અને મિશ્ર આ ક્રમથી વિવેચન કરાય છે. . ૧. મિથ્યાષ્ટિ–જે પદાર્થ જે રીતે હોય તેને તે રીતે જ સ્વીકારવો જોઈએ તો તે સત્ય સમજ કહેવાય, પરંતુ મિથ્યા-ખોટી દષ્ટિનો ઉદય વર્તતો હોય ત્યારે મદિરા પીધેલો માનવી જેમ માતાને પત્ની અને પત્નીને માતા તરીકે સમજી બેસે, તે રીતે ધર્મને અધર્મ, અધર્મને ધર્મ, સત્ ને અસત, અસત્ ને સત, હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય તરીકે સ્વીકારે છે. આ દૃષ્ટિ આત્માને આત્માનું ભાન થવા દેતી નથી. આત્માને આત્મવિમુખ રાખનારી છે.
આવી દષ્ટિ અનાદિકાળથી જીવમાં વર્તતી હોય છે. જીવની વિવેકદષ્ટિનો તે વિનાશ કરનારી છે. અને આત્માનું નિતાન્ત અહિત કરનારી છે. આ દષ્ટિ મિથ્યાત્વ મોહનીય નામના એક પ્રકારના કર્મોદયથી પ્રાપ્ત થાય છે. પરંતુ સત નિમિત્તો કે સાધનોથી તેનો અન્ત લાવી સત્ દષ્ટિ મેળવી શકાય છે. પણ બધાય જીવો અંત લાવે એવું બનતું નથી. જો બને તો સંસાર અનોખો બની જાય.
૨. સમ્યગુદૃષ્ટિ–પદાર્થ પ્રત્યેની સાચી શ્રદ્ધા, સત ને સત્ રૂપે અને અસત્ ને અસત્ રૂપે જ માને છે. ધર્મને ધર્મ જ, અધર્મને અધર્મ જ માને, હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય જ માને, આ આત્માને આત્મસન્મુખ કરનારી છે. એથી જ તે, સત્યથી પરિપૂત દૃષ્ટિ છે.
અનાદિકાળથી રાગદ્વેષની તીવ્ર ચીકાસથી મિથ્યાદષ્ટિ–બુદ્ધિવાળો આત્મા કોઈ વખતે કોઈ વિશિષ્ટ પ્રકારના આધ્યાત્મિક પ્રયત્ન દ્વારા મિથ્યાત્વ મોહનીયના કર્મોને અમુક સમય માટે ઉપશાન્ત કરે ત્યારે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય, એટલે મિથ્યાત્વનો ઉપશમ વર્તતો હોય ત્યાં સુધી તેની વિવેક દષ્ટિ ટકે અને ફરી પાછો આત્મા નબળો બની જાય તો ફરી પાછી મિથ્યાદષ્ટિ ઉદયમાં આવી જાય, એ રીતે એ જ મિથ્યાત્વ મોહનીય કમમાં અમુકનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ જ્યારે
વર્તતો હોય ત્યારે જીવને ક્ષયોપશમ દષ્ટિવાળો કહેવાય અને મિથ્યાત્વ મોહનીય કર્મનો સત્તામાંથી ૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org