________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૨. ચક્ષુ સિવાયની શેષ ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા વસ્તુનો જે સામાન્ય બોધ તે અચક્ષુ દર્શન. ૩. ઇન્દ્રિયો તથા મનની મદદ સિવાય રૂપી દ્રવ્યોનું સામાન્ય દર્શન તે અવધિ દર્શન. ૪. ત્રણેય કાળના પદાર્થોને સામાન્યભાવથી સર્વ પ્રકારે જોવું તે કેવલદર્શન.
એક વાત ધ્યાનમાં રાખવી કે છાસ્થોને પ્રથમ દર્શનોત્પત્તિ અને પછી જ્ઞાનોત્પત્તિ હોય, પણ કેવળજ્ઞાન પ્રગટ થતાંની સાથે પ્રથમ સમયે જ પજ્ઞાનોપયોગ પ્રગટ થાય છે, પછી દર્શનોપયોગ થાય છે, અને તે અનંતકાળ સુધી એ જ ક્રમે ટકી રહે છે. એટલે ત્યાં એકી સંખ્યામાં જ્ઞાન અને બેકી સંખ્યામાં દર્શન સમજી લેવું.
રૂ. નાગન્જ્ઞાન]. આ “જ્ઞાન” શબ્દની, આગમો, તેના ટીકાદિ અંગો અને કર્મગ્રન્થાદિક અનેક પ્રકરણોમાં જુદી જુદી રીતે વ્યાખ્યાઓ કે વ્યુત્પત્તિઓ દર્શાવી છે. પણ એમાં સરલ અને શીધ્રગ્રાહી વ્યાખ્યા રજૂ કરવી હોય તો તે એ છે કે જેના *વડે પદાર્થનું જ્ઞાન અથવા બોધ થાય તેનું નામ જ્ઞાન.
આપણે જાણીએ છીએ કે અચેતન એવો જડ પદાર્થ પોતાનો કે જડ-ચેતન વસ્તુઓનો બોધ કરતો–કરાવતો નથી. કારણકે તેમાંથી આત્મા ચૈતન્યનું અસ્તિત્વ જ નથી. અને જ્યાં ચૈતન્ય આત્મા નથી ત્યાં જ્ઞાન નથી. જ્ઞાન એ આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે. અને તે ગુણ પાછો“અવિનાભાવી છે. આ ગુણની આદિ નથી, તેમ અન્ત નથી. જો આત્માના આદિ-અન્ત હોય તો તેના આદિ-અન્ત પણ સંભવે એટલે તેનો આદ્યન્ત નથી. જ્ઞાન એ આત્માનો સહભાગી ગુણ હોવાના કારણે નૈયાયિકોની પ્રસિદ્ધ યત્ર યત્ર ઘૂઃ તત્ર તત્ર વહિં વ્યાપ્તિ જન્મી. એથી જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિનું અસ્તિત્વ હોય જ. એ ન્યાયે જ્યાં જ્યાં જ્ઞાન, ત્યાં ત્યાં આત્માનું અસ્તિત્વ અવશ્ય હોય જ. પરંતુ અહીંઆ એક વિશેષ સમજવું કે–જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં “ધૂમ એવી વ્યાપ્તિ કદી થતી નથી. પણ અહીંઆ તો જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન એવી વ્યાપ્તિ પણ જરૂર થાય છે. તેથી એક વિના બીજું કદી હોઈ ન શકે એમ નિશ્ચિત થયું. નાનામાં નાના અતિ સૂક્ષ્મ નિગોદના જીવથી લઈને પૃથ્વી–પાણી–વનસ્પતિ, તેથી આગળ મોટામાં મોટા વિશાળકાય હાથી સુધીના બધાય જીવંત દેહોમાં જ્ઞાનમાત્રાનું અસ્તિત્વ નિશ્ચિત થયેલું છે. ફરક એટલો છે કે તે માત્રા કોઈને ન્યૂન, તો કોઈને અધિક હોય છે. આમ જૂનાધિકપણાના અનંત પ્રકારો પડે છે. આ બધા કારણે જીવનું લક્ષણ વેતનાનક્ષણો નીવઃ એવું બાંધ્યું. એટલે સહુથી અલ્પશરીરી અને તદ્દન અવિકસિત નિગોદ' નામથી ઓળખાતા જીવમાં એક અક્ષરના ૯૬ અનત્તમાં ભાગ જેટલું પણ જ્ઞાન હોય ને હોય જ. તો જ તેને આ જીવ
૫૯૩. એટલે જ ભગવતીજી, નમુસ્કુર્ણ વગેરેમાં સમ્બન્નઈ સંધ્વરિતી આવો ક્રમ જોવા મળે છે. ૫૯૪. જ્ઞાયતે ઈરછઘતે વત્ત્વતિ | ૫૫. એક વિના બીજું ન હોઈ શકે છે.
પ૯૬. આટલા અલ્પજ્ઞાનને કોઈ કર્મપુદ્ગલ દબાવી શકવા શક્તિમાન નથી. કુલોરોફોર્મ કે તેના ઈજેકશનથી દરદીને બેભાન બનાવી દેવામાં આવે છે ત્યારે તેને કંઈ જ ભાન નથી હોતું. જાણે જડના જેવી શૂન્યાવસ્થા દેખાય છે. એમ છતાં અવ્યક્ત ચૈતન્ય નથી એમ કદી કહી નહીં શકાય. એ રીતે સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org