________________
६५०
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સર્વથા ક્ષય થાય એટલે ક્ષયથી ઉત્પન્ન થતી દષ્ટિને ક્ષાયિક દષ્ટિ કહેવાય છે.
અહીંઆ ઉપરોક્ત ત્રણેય દષ્ટિ પોતપોતાના ઉદયકાળે સમ્યગુ (સમ્યગુદૃષ્ટિ) હોય છે. આમાં ઉપશમ ક્ષયોપશમ દષ્ટિ એવી છે કે તે આવ્યા પછી ચાલી પણ જાય, પરંતુ ક્ષાયિક એક એવી દષ્ટિ છે કે એ મળી ગયા પછી તે અનન્તકાળ સુધી ટકે છે. કારણ કે મોહનીય કર્મની મલીનતાનો સર્વથા વિનાશ થયો છે. જેથી તે જીવોને સત્ પદાર્થના શ્રદ્ધાનમાં અંશ માત્ર નબળાઈ નથી હોતી.
૩. મિશ્રદ્રષ્ટિ–શુદ્ધ અશુદ્ધ પ્રકારના મિથ્યાત્વમોહનીય (એટલે મિશ્રમોહનીય) કર્મના ઉદયવાળા જીવો મિશ્રદ્રષ્ટિવાળા હોય છે. એટલે તે સમ્યગુધર્મ તરફ આકર્ષાય અને મિથ્યાધર્મ તરફ પણ આકષયિ. આ દ્રષ્ટિ આ ધર્મ સારો અને અન્ય ધર્મ પણ સારો આવો મિશ્રભાવ પેદા કરાવે છે. પરિણામે સર્વજ્ઞોક્ત તત્ત્વમાં રાગ પણ ન કરાવે તેમ દ્વેષ પણ ન કરાવે.
આ ત્રણેય દ્રષ્ટિઓ દર્શનમોહનીયના ઘરની જ છે. આ કર્મનાં દલીયાં તદ્દન મલીન અને તીવ્રરસવાળાં ઉદયમાં હોય ત્યારે મિથ્યાદ્રષ્ટિ એ જ દલીયાંમાંથી (જીવના કંઈક ઉંચા પરિણામ થતાં) અમુક દલીકો રીતસર શુદ્ધ બની જાય, અને તેનો ઉદય થાય ત્યારે મિશ્રદ્રષ્ટિ. અને એ દલીયાં અતિશુદ્ધ બની જાય, તેમજ તેનો ઉદય થાય ત્યારે સમ્યદ્રષ્ટિ કહેવાય છે.
સંસારમાં મિશ્રદ્રષ્ટિવાળા જીવો અલ્પ, તેથી અનન્તગુણા સભ્યદ્રષ્ટિ અને તેથી અનન્તગુણા મિથ્યાદ્રષ્ટિવાળા છે.
આ દ્રષ્ટિઓને સમજીને મિથ્યા અને મિથ્યાદ્રષ્ટિને ત્યાગો અને સમ્યદ્રષ્ટિને પ્રાપ્ત કરો ! સમ્યદ્રષ્ટિ વિનાના જ્ઞાન, ક્રિયા કે ચારિત્રની કંઈ જ કિંમત નથી. મોક્ષનું મૂલબીજ એ જ છે. સાચી દ્રષ્ટિ કે સાચી શ્રદ્ધાની હંમેશા પ્રાથમિક જરૂર હોય છે. અને આ વાતનો સહુકોઈ સ્વીકાર કરે છે. આ અંગે ઘણું ઘણું જાણવા જેવું છે તે ગ્રન્થાન્તરથી જરૂર જોવું.
શંકા-સમ્યગદર્શન અને સમ્યદ્રષ્ટિ એ એક જ વસ્તુ છે કે ભિન્ન ?
સમાધાન – આમ તો અપેક્ષાએ બંને લગભગ એક જ વસ્તુ હોવા છતાં થોડો ભેદ એમાં સ્વીકારેલો છે. કારણકે બંનેની કક્ષાઓ અને કારણોમાં ભેદ છે. સમ્યગુદર્શની છઘ0ો જ હોય, અને કેવલીઓ સમગદ્રષ્ટિ જ હોય. કારણકે મોહનીય કર્મનાં દલીયાં ઉદયમાં હોય અને અપાય રૂ૫ મતિજ્ઞાન હોય તેને જ સમ્યગ્દર્શન સંભવે છે. પણ એ બંનેનો જેણે સર્વથા વિનાશ કર્યો છે એવા કેવલીને સમ્મદ્રષ્ટિ જ સંભવે છે. આથી દર્શન કરતાં દ્રષ્ટિ અનેકગણી મહાન છે. વળી સમ્યગુદર્શન અને સમ્યગૂદ્રષ્ટિના કાળ અને ક્ષેત્ર વચ્ચે પણ ઘણો તફાવત છે. વળી ‘દર્શન’ માં તો પૌદ્ગલિક અસર બેઠી હોય છે. જ્યારે દ્રષ્ટિ' માં સર્વથા અભાવ છે, અને સ્પષ્ટ આત્મિકગુણ રૂપે ઉદયમાન હોય છે.
૫૯૧. જૈન શાસ્ત્રોએ તો “સમ્યગુદર્શન' નામના ચૈતન્યગુણના ભારોભાર વખાણ કર્યા છે. અને તેને અત્યંત ભારે મહત્વ આપ્યું છે, પણ મનુસ્મૃતિ જેવા અજૈન ગ્રન્થકારે પણ જૈન માન્યતાનો જ પડઘો પાડતાં સMદર્શનસમ્પન્ન: મિને વધ્યતે | સનેન વિહીનતુ સંસાર: પ્રતિપદ્યતે | (મનુ. અ. ૬) કહ્યું. અપેક્ષાએ તે બરાબર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org