________________
હૃ૪૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આત્માના શુભ અધ્યવસાય-પરિણામમાં સહાયક છે. પ્રથમની ત્રણ દુર્ગતિને આપનારી અને પછીની ત્રણ સદ્ગતિને આપનારી છે.
ચૌદમું ગુણસ્થાનક છોડીને તમામ ગુણસ્થાનકે સર્વે સંસારી જીવોને દ્રવ્ય અને ભાવ બંને લેશ્યાઓ હોય છે. પરંતુ એટલું વિશેષ કે દેવો અને નારકોની દ્રવ્ય લેગ્યા સદાકાળ એક જ હોય છે. પરંતુ આત્મપરિણામરૂપ ભાવ લેશ્યાઓ પછએ હોય છે. એથી તેમના પરિણામો બદલાયા કરે છે. તથા સર્વશ વર્જીને શેષ મનુષ્ય અને તિર્યંચોની શુક્લને છોડીને બાકીની દ્રવ્ય તથા ભાવ વેશ્યા જઘન્યોત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તમાનવાળી છે. અને શુક્લ લશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ નવ વર્ષ ન્યૂન પૂર્વક્રોડ વર્ષની છે.
૧. કૃષ્ણ વેશ્યાવાળા જીવો વૈર લેવામાં નિર્દય, અતિક્રોધી, કઠોર મનના, આત્મધર્મથી તદ્દન વિમુખ, મહારંભી અને ક્રૂર હોય છે.
૨. નીલ લશ્યાના સ્વભાવવાળા જીવો માયા દંભમાં કુશળ, ચંચળસ્વભાવી, અતિવિષયી, અસત્યવાદી અને લાંચીયા હોય છે.
૩. કાપોતવાળો પાપ જેવી વસ્તુને નહીં માનવાવાળો, મૂરખ અને ક્રોધી હોય છે. ૪. તેજલેશ્યાવાળો સરલ, દાનેશ્વરી, સદાચારી, ધર્મબુદ્ધિવાળો અને અક્રોધી હોય છે.
૫. પવૅલેશ્યાવાળો ધર્મિષ્ઠ, દયાવાન, સ્થિર સ્વભાવી, ગંભીર, તમામને દાન આપનારો, અતિકુશળ બુદ્ધિવાળો, મેઘાવી હોય છે.
૬. શુફલલેશ્યાવાળો જીવ અતિધર્મિષ્ઠ, પાપરહિત પ્રવૃત્તિ કરવાવાળો, અત્યન્ત નિર્મલ મનવાળો હોય છે. દેત
છ વેશ્યાવાળા જીવોના આત્માની કક્ષાઓ સમજવા માટે આપણે ત્યાં જાંબુના ઝાડના દષ્ટાંતની સુંદર ઘટના સમજાવેલી છે. તેથી દરેક વેશ્યા કેવા અભિપ્રાય કે સ્વભાવવાળી હોય છે તેનો ખ્યાલ આવશે.) તે આ પ્રમાણે
છ પ્રવાસીઓ ચાલતાં ચાલતાં જંગલમાં જઈ ચઢ્યા. શ્રમ ઘણો થયો હોવાથી ક્ષુધા અને તૃષાથી પીડાયા. દૂર નજર નાંખી ત્યાં તેઓએ સુંદર જાંબુના ઝુમખાઓથી ભરેલું એક જાંબુનું ઝાડ જોયું. આ છએ જણા ત્યાં પહોંચ્યા. જાંબુ ખાવાની ઈચ્છાથી જાંબુ લેવા વિચાર કરવા માંડ્યા. એક જણે પ્રશ્ન કર્યો કે બોલો ભાઈ, કાચા પાકા બધી જાતના જાંબુઓની લુમો લટકે છે. જાંબુનો પાર નથી. જ્યારે ખાનારા આપણે માત્ર છ જણા છીએ. શું કરશું? એટલે છમાંથી એક જણ બોલી ઉદ્યો-અરે ! યાર, લાંબો લાંબો વિચાર શું કરવાનો? કુહાડા મારીને ઝાડને જ ઝટ દઈને નીચે પાડી
૫૮૬. સામાન્ય એવો નિયમ છે કે જે લેગ્યામાં જન્મ થવાનો હોય તે જ વેશ્યામાં ગત જન્મમાં મૃત્યુ થાય છે. _ 'जल्लेसाई दव्वाइं परियाइत्ता कालं करेइ तल्लेसे (सो) उववज्जइ ।' ૫૮૭. આથી સાતમી નરકના જીવોને સમ્યકત્વ પ્રાપ્તિ શકય બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org