________________
लेश्याद्वारनुं विवेचन
६४३ આ પરિણામ ઉત્પન્ન કરનાર પુદ્ગલ દ્રવ્યો જ છે. અને એથી લેગ્યા દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલ સ્વરૂપ છે. અને તેથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી છે. દ્રવ્ય લશ્યાના આલંબનથી જ જે આત્મપરિણામ ઉત્પન્ન થાય તે ભાવ લેશ્યા છે. આ વેશ્યા અનન્તવર્ગણાવાળી, અનન્ત પ્રદેશવાળી છે. પણ આ વર્ગણા કયા” પ્રકારની છે તે જાણવા મળ્યું નથી. પરંતુ દ્રવ્યલેશ્યાના પુદ્ગલો યોગાન્તર્ગત છે અને યોગ છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ પણ છે. આ વેશ્યાદ્રવ્યો કષાયોને ઉદ્દીપન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
વર્ણની પ્રધાનતાને અનુલક્ષીને સ્પષ્ટ સમજ પડે માટે વર્ણ-રંગના છ પ્રકારોનાં નામ સાથે સંકલિત કરીને લેગ્યાની કક્ષાઓને છ પ્રકારમાં વહેંચી નાંખી છે. જેનાં નામો અનુક્રમે ૧. કૃષ્ણ, ૨. નીલ. ૩. કાપોત. ૪. તેજો. ૫. પવ અને ૬. શકલ છે. આ લેગ્યાઓ છ પ્રકારના જીવના અધ્યવસાય બતાવે છે. એટલે આ વેશ્યાઓથી તે તે જીવની અધમતા ઉત્તમતાની કક્ષાઓ નક્કી થાય છે. શરૂઆતની લેશ્યા તદ્દન અશુદ્ધ અને અધમ છે. તે પછીની બે અશુદ્ધ હોવા છતાં પ્રારંભના ત્રણની અંદરોઅંદર દષ્ટિએ પૂર્વથી ઉત્તરની વિશેષતાવાળી છે અને પછીની ત્રણ તો શુભ હોવાથી ઉત્તરોત્તર વિકસતી ઉત્તરોત્તર શુદ્ધ, શુદ્ધતરતમ પ્રકારની બનતી જાય છે અથર્ ઉત્તરોત્તર તે શુભ પ્રકારની છે.
૧. વ–કૃષ્ણલેશ્યા અત્યન્ત કાળા રંગની. નીલલેશ્યા-પોપટના પીંછાના રંગ જેવી લીલા અથવા કબૂતર કે મયૂરના કંઠ જેવા “ભૂરા રંગની. કાપોત–લાલ ને ભૂરો એ બે રંગના મિશ્રણથી ઉત્પન્ન થતા કાબરા રંગની. તેજો–લાલચોળ ચણોઠીના રંગ જેવી. પા વેશ્યા ચંપાના ફૂલ જેવા પીળા રંગની અને શુક્લ શ્યા–ઉત્તલ દૂધથી પણ વધુ શ્વેત રંગ જેવી.
- ૨. જંથ–પહેલી વેશ્યા અત્યન્ત દુર્ગધવાળી, પછીની તેથી કંઈક ન્યૂન અને ત્રીજી તેથી પણ ન્યૂન. એમ છતાં એકંદરે ત્રણે દુર્ગધવાળી છે. અને પછીની તેજોવેશ્યા સુગંધવાળી અને ઉત્તરોત્તરની અધિકાધિક સુવાસવાળી છે.
૩. કૃષ્ણલેશ્યાનો સ્વાદ અત્યન્ત કડવો, નીલનો અત્યન્ત તીખો, કાપોતનો ખાટો, તેજોનો સુગંધીદાર સુંદરરંગી કેરીના રસના સ્વાદ જેવો, પવનો દ્રાક્ષના રસ જેવો અને શુક્લલશ્યાનો સાકર–ગોળ જેવો મધુર છે.
૪. સ્પર્શ–પ્રથમની ત્રણ લેશ્યાનો સ્પર્શ શીત અને રૂક્ષ છે જે ચિત્તને અપ્રસન્નકારક છે અને છેલ્લી ત્રણનો સ્નિગ્ધ ઉષ્ણ છે જે ચિત્તને પરમસંતોષોત્પાદક છે.
છ લેગ્યામાં પ્રારંભની ત્રણ વેશ્યાઓના વદિ ચતુષ્ક અશુભ છે. પણ ઉત્તરોત્તર અશુભતા ન્યૂન સમજવી. એ રીતે તેજો વગેરે છેલ્લી ત્રણના વદિ ચતુષ્ક ઉત્તરોત્તર શુભ, શુભતરામ પ્રકારના સમજવા. આ કારણે પ્રારંભની ત્રણ લેશ્યાઓ મલિન અને અપ્રશસ્ત છે અને અશુભ હોવાથી આત્માના શુભ અધ્યવસાય પરિણામમાં અસહાયક છે. જ્યારે પછીની ત્રણ નિર્મળ–પ્રશસ્ત છે અને
+ બાદરપરિણામી સ્કંધોવાળી હોવાથી ઔદારિક કે વૈક્રિય વર્ગણાના પ્રકારની સંભવિત છે.
૫૮૫. નીત–શબ્દ પ્રાચીન કાળમાં ખાસ કરીને ભૂરા રંગના અર્થમાં વપરાતો હતો. ત્યાર પછી તેમાં વિકલ્પો ઉભા થવા પામ્યા છે. વળી નાનો અર્થ લીલો અને શ્યામ પણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org