________________
कषायद्वानुं विस्तृत वर्णन
૬૨૬ હવે એ દોષોને કેવી રીતે વમી શકાય ? એનો પણ ટૂંકો અને સરલ ઉપાય બતાવતાં ઉપકારી મહર્ષિઓ જણાવે છે કે
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे ।
मायं च अज्जवभावेणं, लोभं संतोसओ जिणे ।। હે આત્મન્ ! ક્રોધનો ઉદય થતાંની સાથે જ ઉપશાન્ત બની, ક્ષમા રાખી. ક્રોધના ઉદયને વિફળ બનાવી દે, મૃદુતા નમ્રતા વડે કરીને માનરૂપી શત્રુને જીતી લે અને માયાકપટ કરવાની મનોવૃત્તિ જાગે ત્યારે સરલહૃદયી બની માયાને જીતી લે અને લોભવૃત્તિ જાગે ત્યારે નિઃસ્પૃહ બની સંતોષવૃત્તિ કે અનાસક્ત ભાવને ધારણ કરી લોભ ઉપર વિજય મેળવી લે.
આ ચારે કષાયને ર અને આ બેમાં અન્તર્ગત કરાય છે. ક્રોધ અને માનનો દ્વેષમાં, માયા અને લોભનો રાગમાં સમાવેશ થાય છે. મતાંતરે માન, માયા અને લોભ ત્રણેયનો રાગમાં સમાવેશ કરે છે. આપણે તીર્થકરને ટૂંકમાં રાગ-દ્વેષરહિત જે કહીએ તેનો અર્થ ચારે કષાયરહિત ભગવાન છે, એમ ફલિત થાય છે.
આ કષાયો ક્ષમા નમ્રતાદિ ગુણોરૂપ સમ્યક ચારિત્રમાર્ગનું આવરણ કરે છે. તેથી તે આગળ વધીને ક્રોધાદિકની લાગણીઓ ઉભી કરીને અસદ્વર્તન કરાવે છે. અને વધતો એવો ક્રોધ એવો છે કે તેની ઉગ્રતાની ટોચે પહોંચે તો નવાં કર્મો બંધાવાની અનંત પરંપરાઓને ઊભી કરે છે. ક્રોધાદિ ચારેય કષાયની કમનસીબી એ છે કે ક્રોધ વખતે બંધાતું કર્મ ફરી ક્રોધ કરાવે તેવું બાંધે, એ બાંધેલું ફરી ઉદયમાં આવે એટલે ત્રીજીવાર એવું જ બાંધે, આમ અનંત પરંપરા સર્જાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચારની તરતમભાવવાળી પેટા લાગણીઓ લાખો હોય છે. ઇષ, અદેખાઈ, નિંદા વગેરે વગેરે.
આ કષાયો મોહનીયકર્મજન્ય છે. આના ઉદયમાં નિજગુણરમણતા કે સ્વભાવદશામાં સ્થિરતા ન કરવા દે, અને તેથી તે આત્માના મૂલ સ્વભાવને પ્રગટ થવા ન દે. ઉલટું પરભાવમાં રમણતા ઉત્પન્ન કરાવે, પર વસ્તુઓને પોતાની મનાવાની ભૂલ કરાવે, આત્માથી પર ગણાતી વસ્તુઓમાં મોહ ઉત્પન્ન કરાવે અને આ મારો—મારી–મારું, એવો પરિણામ પેદા કરાવે છે.
અનંત જીવોની વિવિધ પ્રવૃત્તિઓના કારણે તેઓની ભાવનાઓ વિચારોમાં અનંત તારતમ્યો પડે છે. અને તે કારણે તેના કષાયોના પરિણામમાં પણ તેટલી જ તરતમતાઓ ઊભી થાય છે. પરંતુ અનંત કક્ષાઓ વાણીથી કે લેખનથી વ્યક્ત કરવાનું અશક્ય હોઈ તે અનંતનું વર્ગીકરણ કરી નાંખીને શાસ્ત્રકારોએ મન્ડ, તીવ્ર, તીવ્રત, તીવ્રતમ ભેદે કષાયોના મૂલ ચાર ભેદોને પુનઃ ઉત્તર ચાર પ્રકારોમાં વહેંચી દીધા છે. અને તેને અર્થલક્ષી ચાર નામો આપવામાં આવ્યા છે. તે આ પ્રમાણે (૧) અનન્તાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજ્વલન. (૧) જે કારણથી ત્રણેય જગતમાં જીવો અનન્ત સંસારનો અનુબંધ કરે તે કારણથી તેને અનંતાનુબંધી ક્રોધાદિ કહેવાય. આ કષાય સાચો વિવેક થવા દે નહીં (૨) સાચી સમજ હોવા છતાં પણ જે કષાયના ઉદયથી જીવ અલ્પ પણ ત્યાગ ન કરી શકે તેને અપ્રત્યાખ્યાની કષાય કહેવાય. આ કષાય સંસારના કામભોગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org