________________
अंगुल अंगेनी चर्चा- समाधान થાય તો (ભરતના જ) એક આત્માંગુલમાં કેટલા ધનુષ્ય થાય? ત્રિરાશિ સ્થાપના ૧–૫૦૦–૧, આ રીતે થાય. પ્રથમનો રાશિ અંશસહિત [અપૂણ] છે, માટે ગુણ્ય ગુણકની રકમને સમાન કરવી પડશે, તેથી દરેકના હાથ કરી નાંખવા. એટલે સવા ધનુષ્યના [૧૪] ભરતાંગુલીય ૫ હાથ અને મધ્યમરાશિના–પ૦૦૮૪=૧૦૦૦ હાથ, અન્યરાશિના ૧૮૪=૪ હાથ. હવે ત્રણે રકમની પુનઃ ત્રિરાશિ સ્થાપના કરવી પ–૨૦૦-૪ તેમાં અન્યના ૪ રાશિથી મધ્યના ૨000 રાશિને ગુણતાં ૮૦00 થાય, તેને પ્રથમના ૫ રાશિ વડે ભાંગતા ૧૬૦૦ હાથ, એક સ્વાત્માગુલ [જેવા બૃહત્] ધનુષ્યના આવ્યા, તે હાથની સંખ્યાના ઉત્સધાંગુલીય ધનુષ્ય કરવા [ચાર હાથનો એક ધનુષ્ય હોવાથી] ચારે ભાંગતા ૪૦૦ ધનુષ્ય આવ્યા.
જવાબ એ નીકળ્યો કે આત્માગુલના એક ધનુષ્યમાં ઉત્સધાંગુલના ૮૦૦ ધનુષ્યો સમાઈ જાય, એ નિયમાનુસાર આત્માગુલના એક હાથ વડે ઉત્સધાંગુલના ૪૦૦ હાથ, એક આત્માંગુલમાં ઉત્સધાંગુલ ૪00 અને એક આત્માંગુલીય યોજનમાં [આપણા] ૪૦૦ ઉત્સધાંગુલીય યોજન સમાઈ જાય.
એ પ્રમાણે એક શ્રેણી પ્રમાણાંગુલ માપને વિષે ૪00 ઉત્સધાંગુલ થાય, એમ સાબિત થયું. અહીં વાચકોને કદાચ શંકાનો આવિભવ થશે કે–પૂર્વે તો એક પ્રમાણાંગુલમાં ૧000 ઉત્સધાંગુલ કહ્યા હતા તેનું શું? તેનું સમાધાન એ છે કે–એક હજાર ઉત્સધાંગુલની જે ગણત્રી થાય છે તે તો ૪00 ઉત્સધાંગુલની પહોળાઈવાળી દીર્ઘશ્રેણીની અપેક્ષાએ એટલે કે એક પ્રમાણાંગુલના ૪00 ઉત્સધાંગુલ તે વિષંભ સહિત ગણતાં એટલે ૪૦૦ અંગુલ દીર્ઘ અને રાા અંગુલ જાડી એવી એક અંગુલપ્રમાણ વિસ્તારવાળી શ્રેણીની લંબાઈ [૪00xરા] ૧૦૦૦ અંગુલની આવે એ દીર્ધ શ્રેણીની અપેક્ષાએ કહ્યું છે; બાકી વાસ્તવિક ૧૪૦૦ ઉત્સધાંગુલે એક પ્રમાણાંગુલ’ હોય છે.
આ પ્રમાણે અપેક્ષાએ હજાર ઉત્સધાંગુલે અથવા વિખંભયુક્ત એવા પ્રમાણાંગુલે [૪૦૦ ઉ0] શાશ્વત પૃથ્વી–પર્વત–વિમાનાદિક પ્રમાણો માપવાનાં કહ્યાં છે તે માપવાં. આ બાબતમાં મતાંતર છે તે ગાથા ૩૧૪ના વિશેષાર્થમાં જણાવેલ છે.
બીજી શંકાનું સમાધાન– હવે ગ્રન્થકારે “ઉત્તેહંગુનટુલુ’ નિયમ બાંધ્યો છે એ નિયમથી ભગવાનની સાત હાથની કાયાના હિસાબે વીર ભગવાન સ્વાત્માંગુલે ૮૪ અંગુલ થાય છે તેમાં તો શંકાને સ્થાન નથી. પણ જેમના મતે ભગવાન ૧૦૮ આત્માગુલ સ્વિહસ્તે ૪ હાથ ઊંચા છે તેઓ તો ગ્રન્થકારના “ઉત્તેજીત્ત’ મતથી જુદા જ પડે છે, કારણ કે એમના મતે બે ઉત્સધાંગુલે એક વીરાત્માગુલ નહીં પણ ત્રિરાશિના હિસાબે ૧૩ ઉત્સધાંગુલે એક વીરાત્માગુલ થાય છે, માટે સ્પષ્ટ મતાંતર જ માનવું પડશે.
ત્રીજી શંકાનું સમાધાન– જેઓના મતે ભગવાન ૧૨૦ સ્વાત્માગુલ છે તેઓનો મત પણ દેખીતી રીતે જુદો જ પડે છે, પરંતુ સમચોરસ ક્ષેત્રફળના હિસાબે કાઢતાં “સેહંદુકુલુ' નિયમ ચરિતાર્થ થાય છે. તે આ પ્રમાણે–
ભગવાન સ્વાત્માંગુલે ૧૨૦ અંગુલ છે તેને ૨૪ વડે ભાગતાં (૧૨૦ અંગુલના) પાંચ હાથ આવ્યા. તેને સમચતુરસ્ત્ર બાહા પ્રતિબાહારૂપ ક્ષેત્રગણિત વડે તેટલે જ (૫*૫=) ગુણતાં ૨૫ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org