________________
पर्याप्ति सम्बन्धी परिशिष्ट नं. १२
૬૬૬ પરિણમેલાં પુગલોને તે તે વિષયો ગ્રહણ કરવામાં અને જાણવામાં અસાધારણ કારણરૂપે વર્તતી અભ્યત્તર કબેન્દ્રિય (ઉપલક્ષણથી બાહ્ય ઢબેન્દ્રિય) રૂપે પરિણાવવા એ ઇન્દ્રિયાયપ્તિનું કાર્ય છે.
૪. આહારપયપ્તિની અપેક્ષાએ શરીરપયપ્તિનું કાર્ય સૂક્ષ્મ હોવાથી વધુ સમય માંગે છે. શરીરપયપ્તિની અપેક્ષાએ ઇન્દ્રિયપર્યાપ્તિનું કાર્ય સૂક્ષ્મતર હોવાથી તેથી પણ વધુ સમય માંગે છે.
પ. આ ત્રણેય પયપ્તિઓમાં ઔદારિક અથવા વૈક્રિય પુદ્ગલોનું (આહારક શરીર પ્રસંગે આહારક વગણાના પુદ્ગલોનું) જ ગ્રહણ અને પરિણમન છે, પરંતુ પછીની ત્રણ પયાપ્તિઓની માફક પુદ્ગલો ભિન્ન ભિન્ન નથી.
૬. ઉચ્છવાસલબ્ધિ એટલે કે શ્વાસોચ્છવાસની યોગ્યતા સંસારી સર્વ જીવોને અવશ્ય હોય છે અને તેમાં કારણભૂત શ્વાસોચ્છવાસ નામકર્મ પણ સર્વ સંસારી જીવોને હોય છે, પરંતુ શ્વાસોચ્છુવાસની શક્તિ દરેક સંસારી જીવોમાં નથી હોતી. (શ્વાસોચ્છવાસ) પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાને જ શ્વાસોચ્છવાસની શક્તિ (અને કાર્યરૂપે પ્રવૃત્તિ) હોય છે. પણ (શ્વાસોચ્છવાસ) અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળાને ઉચ્છવાસલબ્ધિ અને તેમાં કારણભૂત ઉચ્છવાસ નામકર્મ હોવા છતાં શ્વાસોચ્છવાસની શક્તિનો અભાવ હોય છે.
૭. ભાષાલબ્ધિ અને મનોલબ્ધિ વિચારલબ્ધિ) એમાં નામકર્મની તેમજ અન્ય અઘાતી કર્મની કોઈપણ પ્રકૃતિ કારણ નથી, પણ જ્ઞાનાવરણ–દર્શનાવરણનો ક્ષયોપશમ એ ઉભયલબ્ધિમાં કારણ હોય, એમ માનવું વધારે ઉચિત લાગે છે. એ બન્ને પ્રકારની લબ્ધિઓ પૈકી ભાષાલબ્ધિ બેઇન્દ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના સર્વ જીવોમાં હોય છે અને મનોલબ્ધિ સંક્ષિપંચેન્દ્રિય જીવોમાં જ હોઈ શકે છે. એમ છતાં બેઇન્દ્રિય વગેરે જીવોમાં ભાષાપતિ નામકર્મની અનુકૂલતા હોય અને સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં મનઃપયપ્તિ નામકર્મની અનુકૂળતા હોય તો જ ભાષક–બોલવાની શક્તિ અને વિચાર કરવાની શક્તિ પ્રગટ થાય છે. બોલવાની ભાષકશક્તિમાં ભાષાયોગ્ય પગલોનું ગ્રહણ, પરિણમન, આલંબન અને વિચારશક્તિમાં મનોયોગ્ય પગલોનું ગ્રહણ, પરિણમન, આલંબન અને વિસર્જન છે.
૮. પ્રથમની આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણેય પયપ્તિઓમાં ગ્રહણ કરેલાં અને તે તે રૂપે પરિણમાવેલાં ઔદારિક વગેરે પુગલો ઔદારિક આદિ શરીર સાથે સંબદ્ધપણે રહેતા હોવાથી એ ત્રણેય પયપ્તિઓમાં ગ્રહણ અને પરિણમન આ બે ક્રિયાઓ હતી, પણ શ્વાસોચ્છવાસ, ભાષા અને મન આ ત્રણેય પયપ્તિઓમાં ગ્રહણ કરેલાં અને તે તે રૂપે પરિણમેલાં શ્વાસોચ્છવાસના, ભાષાના અને મનના પુદ્ગલોનો ઔદારિક આદિ શરીર સાથે વધુ સમય સંબંધ રહેતો નથી, પરંતુ નિઃશ્વાસરૂપે, વચનરૂપે અને વિચારરૂપે તે તે પુદ્ગલોનું વિસર્જન થતું હોવાથી અને વિસર્જનની ક્રિયા આલંબનપૂર્વક જ થતી હોવાથી પછીની ત્રણ પયપ્તિઓમાં ગ્રહણ, પરિણમન, આલંબન અને વિસર્જન એમ ચાર ક્રિયાઓ અવશ્ય હોય છે.
. આહાર, શરીર અને ઇન્દ્રિયાયપ્તિના કાર્યો કરતાં શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ ત્રણેય પર્યાપ્તિઓનું કાર્ય ઉત્તરોત્તર સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ લેવાથી પછી–પછીની પયપ્તિઓ વધુ વધુ સમય માંગે છે.
૧૦. ઉપર જણાવેલા કારણે જ ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જ તે તે ભવની અપેક્ષાએ વર્તતી છે, પાંચ અથવા ચાર–બધી પયપ્તિનો આરંભ સમકાળે થાય છે, પરંતુ સમાપ્તિ અનુક્રમે થાય છે.
૧૧. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનની લબ્ધિ એ ભિન્ન વસ્તુ છે. જ્યારે આહાર, શરીર, ઇન્દ્રિય યાવત મનની શક્તિ અથત પયાપ્તિ એ ભિન્ન વસ્તુ છે, અને લબ્ધિ તેમજ શક્તિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org