________________
६०६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
પરિણમન, આલંબન, વ્યાપાર અને વિસર્જનની ક્રિયાઓ થાય છે. ત્રણેય બળયોગમાં પુદ્ગલગ્રહણ કાયયોગ દ્વારા જ હોય છે. પછી તે તે યોગો પોતાના કાર્ય માટે પોતાની રીતે તે પુદ્ગલોનો ઉપયોગ—પ્રક્રિયાઓ કરે છે.
આ મન બે પ્રકારનું છે. દ્રવ્ય અને ભાવ. ચિંતન-મનનની વિચારણા માટે ગ્રહણ કરાયેલા, અનુકૂળ (જેને વિચાર કરવો હોય તેને અનુરૂપ) આકાર રૂપે પરિણમેલા, મનોવગણાનાં જે પુદ્ગલ દ્રવ્યો તેને દ્રવ્યનન કહેવાય છે. અને ગ્રહિત પુદ્ગલોની મદદથી જે વિચાર ઉત્પન્ન થયો અર્થાત્ મનોવિજ્ઞાન થયું તેને ભાવમન કહેવાય છે. દ્રવ્યમનના આલંબન વગર જીવ સ્પષ્ટ વિચાર નથી કરી શકતો. આવાં બંને પ્રકારનાં મનો, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોને હોય છે અને તેવા જીવોને શાસ્ત્રમાં ‘સંશી’ તરીકે ઓળખાવ્યા છે.
૫૨૯
મન વિનાના હોવાથી ‘અસંશી’થી ઓળખાતા એવા સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો, તેમજ એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય સુધીના જીવો આ બધાયને દ્રવ્યમન હોતું નથી પણ અલ્પ એવું ભાવમન જરૂર હોય છે. મનઃપર્યાપ્તિ નામકર્મના ઉદયથી જીવ આ ક્રિયા કરવાની તાકાત ધરાવે છે. તીર્થંકર—સર્વજ્ઞોને માત્ર દ્રવ્ય મન જ હોય છે. હવે તેમને ભાવમનની આવશ્યકતા નથી હોતી; કારણકે ત્યારે તો તેઓ કૃતકૃત્ય થયા હોવાથી તેઓને અખિલ વિશ્વ ત્રૈકાલિક ભાવે આત્મપ્રત્યક્ષ થયેલું હોવાથી, હવે કંઈપણ જાણવા માટે તેને વિચાર કરવાપણું રહ્યું જ નથી. વિચાર કરવામાં ઉપયોગી કર્મ નષ્ટ થઈ ગયું છે. ફક્ત બીજાને જવાબ આપવાનો હોય, ત્યારે જ દ્રવ્યમન’ને (મનોવર્ગણાના પુલોને) મોકલવાની આવશ્યકતા પડે છે. તત્પુરતું તેનું અસ્તિત્વ સ્વીકારેલું છે. વળી આ મન શરીરના અમુક ભાગમાં જ રહે છે એવું નથી, પરંતુ સમગ્ર શરીર વ્યાપી હોય છે, એટલું ખરું કે હ્રદયભાગમાં તેનું પ્રમાણ વધારે છે.
૫૩૦.
(૨) વચનબળ— વચન સંબંધી વ્યાપાર કરી શકાય તેવી શક્તિ. હવે શક્તિના બળથી જ જીવ વચનયોગ એટલે કે વચનનો વ્યાપાર કરી શકે છે. બળ અને યોગ બંનેના કારણ કાર્યભાવ દ્વારા ભાષા પ્રવર્તન થાય છે. વચનબળ કારણ છે, જ્યારે વચનયોગ એ (બળનું) કાર્ય છે. હવે એ વચનબળ કે વાણીનું બળ કેવી રીતે ઉપયોગી બને છે તે જોઈએ.
જીવને જ્યારે બોલવું હોય ત્યારે આકાશની અંદર રહેલા સ્વાત્મપ્રદેશાવગાહી, ભાષા બોલવામાં ઉપયોગી એવા ભાષાવર્ગણાના પુદ્ગલ સ્કંધોને પોતાના કાય (શરીર) યોગ દ્વારા ગ્રહણ કરે અર્થાત્ ખેંચે, પછી જેવું બોલવું છે, તેવી વાણીરૂપે પરિણમાવે એટલે તે રીતે સંસ્કારીત કરે, પછી પરિણત પુદ્ગલોના આલંબનથી વચનનો વ્યાપાર કરે—બોલે—વાણી ઉચ્ચારે (જેને વચનયોગ કહેવાય છે) અને ત્યારપછી સાથે સાથે ઉચ્ચારિત કે વ્યાવૃત થયેલા ભાષાના પુદ્ગલોનું વિસર્જન કરે.
૫૨૯. બળવત્તર કોટિનું વિચાર સમર્થ–મન ભલે ન હોય, પણ સૂક્ષ્મકોટિનું દ્રવ્યમન—એટલે કે અસ્પષ્ટ મનોવિજ્ઞાન—મૂચ્છિત માણસની જેમ જરૂર હોય છે, એવું કોઈ કોઈ ગ્રંથકારો માને છે.
૫૩૦. દિગમ્બરો માત્ર હૃદયકમલ વ્યાપી, અને નૈયાયિકો માત્ર ‘અણુ’પ્રમાણ અને અન્ય દર્શનો વિભિન્ન રીતે માને છે. પણ શ્વેતામ્બર માન્યતા ઉપર કહી તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org