________________
६२८
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
હોતું. એમાં ફેરફાર થઈ શકે છે. નામકર્મમાંની કાર્મણશરીર નામકર્મની પ્રકૃતિ દ્વારા કાર્યણવર્ગણાઓનું ગ્રહણ વિસર્જન થયા કરે છે.
આ કર્મશરી૨ કે કાર્યણશરીર એ તમામ શરીરોની અને ખુદ પોતાની ઉત્પત્તિમાં મૂળ ``કારણભૂત છે. અરે ! સમગ્ર સંસારને ઊભો કરનાર આ કાર્પણ શરીર છે. કાર્મણ શરીર પોતે સુખદુઃખ કંઈ જ ભોગવતું નથી. કર્મનો બંધ કે નિર્જરા તેને હોતી નથી. પોતે કર્મરૂપ છે છતાં કર્મ બાંધતું નથી, તેનાથી કર્મ ભોગવાતું નથી તેમજ ક્ષય પણ થતું નથી. સુખદુઃખ બાકીનાં ચાર શરીરો વડે જ ભોગવાય છે. તૈજસ કાર્મણ અંગે કંઈક—એક વાત અહીં ખાસ ધ્યાનમાં રાખવી ઘટે કે પ્રત્યેક આત્માઓ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે—એટલે કે વર્તમાન દૃશ્ય શરીરનું મૃત્યુ થાય અને નવું શરીર ધારણ થાય, એ વચ્ચેના અતિ સૂક્ષ્મકાળ દરમિયાન આત્મા સાથે બે શરીર એટલે કે તૈજસ અને કાર્મણ જોડાએલાં હોય છે. અને પછી આ બંને શરીરોનું અસ્તિત્વ સમગ્ર વિવક્ષિત જન્મ દરમિયાન જ નહિ પણ સમગ્ર સંસાર પર્યંત રહે છે. પણ જીવને જન્મજન્માંતર કરાવનાર કે ભટકાવનાર શરીર એક માત્ર કાર્મણ જ છે, તૈજસ નહીં. પણ તૈજસ વિના કાર્મણ એકલું કદી હોતું જ નથી એ વાત પણ એટલી જ નિશ્ચિત છે.
હવે કાર્મણ સાથે તૈજસ શરીર ઉષ્ણતામાનવાળું હોવાથી ઇલેકટ્રીકસીટીની જેમ આત્માને ગતિ સહાયક બની શકે છે.
કોઈને શંકા થાય કે જીવ, મૃત્યુ વખતે બંને શરીરોની સાથે જ દેશ્ય શરીરમાંથી બહાર નીકળે છે અને જન્મ વખતે બંને શરીરો સાથે જ ઉત્પત્તિસ્થાને પ્રવેશ કરે છે તો પછી તે શરીરો આપણને દેખાતાં કેમ નથી ?
આનું સમાધાન એ છે કે—શરીરો એ પૌદ્ગલિક દ્રવ્યો છે. તેને આકારાદિ હોય છે, છતાં તે શરીરો એટલાં બધા સૂક્ષ્મ છે કે આપણી ચર્મચક્ષુથી ગ્રાહ્ય થતાં નથી; જોઈ શકાતાં નથી અને તેથી સાથે રહેલો આત્મા પણ દૃષ્ટિગોચર થઈ શકતો નથી. પરંતુ તેથી વસ્તુનું અસ્તિત્વ નથી એમ કદી ન સમજવું.
પ્રથમનાં ત્રણ શરીરોની ગમનાગમનની મર્યાદા મર્યાદિત છે. જ્યારે છેલ્લાં બે શરીરો સમગ્ર લોકમાં ગમે ત્યાં જઈ આવી શકે છે.
તૈજસ—કાર્મણ શરીરો અને આત્મા એટલા બધાં સૂક્ષ્મ માનવાળાં હોય છે કે ભીંતો, ઘરો, પહાડો કે પૃથ્વી આદિ કોઈનાથી પરાભવ કે પ્રતિઘાત પામતાં નથી. વાયુની જેમ ગમે ત્યાંથી તે પસાર થઈ શકે તેવો તેનો સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિણામ છે. વળી પરભવમાં જઈને તરત જ આહાર ગ્રહણ કરે છે. એ આ શરીરનાં જ કારણે થાય છે.
ઔદારિક શરીરથી ઉત્તરોત્તર શરીરો સૂક્ષ્મ સૂક્ષ્મ હોય છે. એ શરીરયોગ્ય પુદ્ગલસ્કંધોમાં ઉત્તરોત્તર પરમાણુઓનો જથ્થો વધારે હોય છે. તેથી જ તેનો પરિણામ પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ બનવા પામે છે.
૫૬૬. કેટલાક આચાર્યો માત્ર એક કાર્મણને જ અનાદિકાળથી જીવ સાથે જોડાએલું કહે છે, અને તૈજસ તો લબ્ધિથી પ્રાપ્ત થાય છે એમ માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org