________________
पांच शरीरनुं विवेचन
હરદ
પાંચેય શરીરો જુદી જુદી વર્ગણાથી બનેલાં હોવાથી દરેક શરીર અલગ અલગ વિશેષતાઓ ધરાવે છે. દરેક સ્વતંત્ર છે. પ્રથમના ત્રણ શરીરોને ઇન્દ્રિયાદિ અંગોપાંગો હોય છે. છેલ્લાં બે શરીરોને તે નથી હોતાં.
પાંચેય શરીરોનું વર્ણન જણાવીને હવે પાંચેય શરીરો સાથે સંબંધ ધરાવતી અન્ય દશ બાબતોનું સ્વરૂપ કહેવાય છે.
9. જાળ મેવ—કોઈને શંકા થાય કે પાંચેય શરીરોની રચના અને કાર્યમાં ભિન્નતા શા માટે ? તે બધાંય એક જ પ્રકારનાં એકસરખું કામ કરવાવાળા કેમ ન હોય ? આવી શંકાના સમાધાન માટે ‘કારણ’ રજૂ કરવું જોઈએ. અહીંઆ એથી જ પ્રથમ કારણકૃત ભેદ દર્શાવે છે.
યદ્યપિ પાંચેય શરીરો પુદ્ગલ પરમાણુનાં જ બનેલાં છે પરંતુ પરમાણુઓના સ્કંધો દ્વારા તૈયાર થતી વર્ગણા અને પરમાણુઓનું સંખ્યાપ્રમાણ આ બંને કારણે પરમાણુઓના સ્કંધોના કાર્યમાં ભિન્નતા પડે છે. પરમાણુઓના જાતિભેદથી કાર્યભેદ સર્જાય છે.
વિશ્વમાં વર્તતી ઔદારિકાદિ આઠ પ્રકારની ગ્રાહ્ય વર્ગણામાંથી (અમુક અમુક પ્રકારનાં પુદ્ગલો) પાંચ શરીરો માટે ઉપયોગી, જુદી જુદી પાંચ વર્ગણાઓમાંથી પાંચ શરીરો બને છે.
પાંચ શરીરો ક્રમશઃ સૂક્ષ્મસૂક્ષ્મ પરિણામી પુદ્ગલોથી બને છે. તેથી ઔદારિક શરી૨ ચારેય શરીરો કરતાં સ્થૂલ પુદ્ગલોનું હોય છે. તેનાથી વૈક્રિય શરીરનાં પુદ્ગલો સૂક્ષ્મ, એમ ઉત્તરોત્તર શરીરો ક્રમશઃ અધિકાધિક સૂક્ષ્મતર સૂક્ષ્મતમ પુદ્ગલનાં બનેલાં હોય છે. વળી આઠેય વર્ગા, જેના પર સમસ્ત જગતનું મંડાણ છે એ આઠેય વર્ગણામાં પહેલી વર્ગણા પણ ઔદારિક જ છે. એથી પણ કલ્પી શકાય તેમ છે કે તે સ્થૂલ પુદ્ગલોની જ હોય અને આઠમાં છેલ્લી વર્ગણા કાર્મણ નામની છે કે જેનાથી કાર્મણ શરીર બને છે. તે સહુથી સૂક્ષ્મ વર્ગણા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને સૂક્ષ્મજંતુઓ, પશુ-પક્ષીઓ, મનુષ્યો વગેરેનાં શરીરો ઔદારિક એટલે (પ્રાયઃ) સ્થૂલ છે. એટલે તે (સ્કંધ બને ત્યારે) ચર્મચક્ષુથી ગ્રાહ્ય છે. બાકીના સૂક્ષ્મ સૂક્ષ્મતર હોવાથી આપણાથી જોઈ શકાતા નથી.
અહીંઆ સ્થૂલ અને સૂક્ષ્મ શબ્દ પારિભાષિક રૂપે સમજવાના છે. વર્ગણાઓમાં પરમાણુઓનો જથ્થો જેમ જેમ વધતો જાય તેમ તેમ પિરણામ સૂક્ષ્માતિસૂક્ષ્મ થતો જાય. સ્થૂલ અને સૂક્ષ્મ પરિણામ સમજવા બંનેના દાખલા જોઈએ.
એક વેંત લાંબી પહોળી સોનાની એક પેટી છે અને તેથી બેવડા માપની રૂના ગાભામાંથી બનાવેલી પેટી છે. છતાં વજનમાં વધારે સોનાની જ હોય અને બીજી સાવ હલકી હોય છે. એકમાં ક્ષેત્રપ્રમાણ ઓછું, પરંતુ પ્રદેશ–પરમાણુઓનો જથ્થો ઘણો વધુ અને તેની સઘનતા ઘણી. જ્યારે રૂની પેટીમાં ક્ષેત્રપ્રમાણ વધુ ખરું, પરંતુ પ્રદેશો ઓછા. સોનાના પુદ્ગલોમાં સૂક્ષ્મતા ઘણી છે. તેથી થોડી જગ્યામાં ઝાઝા સમાય છે અને તે વજનદાર બને છે, અર્થાત્ વસ્તુ ઓછી છતાં વજન વધુ. જ્યારે રૂમાં સૂક્ષ્મતા ઓછી છે. એટલે વસ્તુ ઘણી હોય છતાં વજન અલ્પ હળવું લાગે. અહીં ઔદારિક શરીર રૂના સ્થાને અને કાર્પણ સોનાના સ્થાને ઘટાવવું. પાંચેય શરીરો વચ્ચે પણ પરસ્પર સ્થૂલતા સૂક્ષ્મતા હોય છે. તે સ્વયં વિચારવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org