________________
आ ग्रन्थना कर्ता कोण अने संग्रहणीनुं गाथामान केटलुं? બારમી સદીમાં જન્મેલા શ્રીજમુનીશ્વરે જોયું કે “વિદ્યાર્થીઓએ તો મૂલસંગ્રહણીને ખૂબ જ બઢાવી દીધી છે, અને તેથી કંઠસ્થ કરવામાં શ્રમ પણ વધુ પડે છે, વળી કંઈક અર્થહીન દીર્ઘતા દેખાય છે, માટે એનો પુનરુદ્ધાર કરવો એટલે કે સંક્ષિપ્ત બનાવવી” એટલે તેઓશ્રીએ શું કર્યું કે પ્રથમ લગભગ ૪00, કે ૫00 ગાથામાનવાળી સંગ્રહણીઓ જે હતી તેમાંથી, વળી તે વખતની વિદ્યમાન બે ટીકાઓમાં ૫૮ જે અર્થ હતો તેને જોઈ, વિચારી, તેમાંથી તારવણી કરી, વળી શબ્દોની વધુ છૂટ લઈને અર્થહીન ગાથા વિસ્તાર હતો–એટલે કે જે અર્થ બે ગાથાથી કહી શકાય તેને તેથી વધુ ગાથાઓથી વ્યક્ત કર્યો હોય તેને ટૂંકાવી નાંખવાનું નક્કી કર્યું વળી સામાન્ય બાબતોને જતી કરી, સાથે કંઈક નવીન હકીકતોને ઉમેરી, આ બધા પ્રયત્નોને અંતે ગંભીરાર્થક શબ્દો અને ભાષારચનાના કૌશલ્યદ્વારા ૨૭૧ ગાથા પ્રમાણ. આ શ્રી ચન્દ્રીયા સંગ્રહણીની રચના જન્મ પામી. તાત્પર્ય એ કે લગભગ ૪00, 500 ગાથાવાળી. કૃતિઓના હિસાબે આમાં ૧૫૦, ૨૦૦ ગાથાનો ધરખમ ઘટાડો થવા પામ્યો.
શંકા- જો તમારે સંક્ષિપ્તનું જ પ્રયોજન હતું તો, મૂલસંગ્રહણી જે સ્વયં સંક્ષિપ્ત જ હતી, તો તેનાથી સ્વાદેશ સરી જાત; પછી આ પ્રયાસ શા માટે કર્યો ?
સમાધાન- આનો જવાબ ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજી જેઓ પ્રસ્તુત સંગ્રહણીના જ ટીકાકાર છે અને આ સંગ્રહણીકાર મહર્ષિના શિષ્ય છે. તેઓ ૨૭૧મી ગાથા–ટીકામાં ખુલાસો કરે છે કે ગુરુશ્રીએ સ્વકૃત સંગ્રહણીમાં જેટલો અર્થ સંઘર્યો છે તેટલો અર્થ મૂલસંગ્રહણીમાં નથી જ, સંક્ષિપ્ત તરીકે સમાન છે પણ “થોડા શબ્દો અને વધુ અર્થો, તે તેમાં નથી, એ આમાં છે, માટે અમારા કૃપાળુ ગુરુદેવનો પ્રયાસ પ્રયોજન અને સફળ છે.
પુનઃ કોઈ તર્ક કરે કે આટલો બધો વધુ અર્થસંગ્રહ કરી વિશિષ્ટ શા માટે બનાવી? તેનો જવાબ સંગ્રહણીકાર (ગુરુ) પોતે જ મૂલગાથામાં આપે છે કે, “સત્તાવા 'નાથા ર૭9] મારા પોતાના સ્વાધ્યાયાર્થે બનાવી.
ગ્રન્થનું નામ જે ‘સંગ્રહણી’ છે, એ શબ્દનો અર્થ એટલો જ કે જેમાં સંગ્રહ કરાયો હોય તે ‘સંગ્રહણી.’ આ અર્થ સદાને માટે અફર હોવાથી શ્રીચન્દ્રમહર્ષિના સમયમાં, ગાથામાનમાં જેટલી અરાજકતા ન હતી, તેથી અનેકગણી વીસમી સદી સુધીમાં ભણનાર વર્ગે કરી નાંખી છે. જેને જેને આગમોમાં કે ટીકાઓમાં જે જે ગાથાઓ પોતપોતાની દષ્ટિએ કઠ કરવા યોગ્ય કે જાણવા યોગ્ય લાગી, તેઓએ પોતાની પ્રિયગાથાઓ મૂલસ્કૃતિમાં ઉમેરીને ભણવા માંડી, પછી તે લખાવા માંડી. વિદ્યાર્થીઓના મનને એમ પણ થયું હશે કે આ તો “સંગ્રહકૃતિ કહેવાય એટલે યથેષ્ટ ઉમેરો કરી શકાય. પરિણામે આપણને ભાતભાતના માનવાળી સંગ્રહણીની પ્રતિઓ જૈન જ્ઞાનભંડારોમાંથી ઉપલબ્ધ થાય છે.
બીજી દષ્ટિએ જોઈએ તો આવી અરાજકતા એ એક અતિમહત્ત્વનું સૂચન કરી જાય છે કે, આ ગ્રન્થનું અધ્યયન અધ્યાપન જૈનસંઘમાં કેટલી હદે રુચિકર બન્યું હશે ! આજના જ્ઞાનભંડારોમાં પ્રાયઃ સંગ્રહણીની સચિત્ર કે અચિત્ર પ્રતિઓ ઓછાવત્તા પ્રમાણમાં જે પ્રાપ્ત થાય છે તે એના વ્યાપક પ્રચારને આભારી છે.
પપ૮. “વિશ્વિનકુમયવૃત્તિ તિક્ષ્ય' “શ્રીચન્દ્રીયા ટીકાકાર (ગા. ૨૭૧)ના ઉલ્લેખથી તે વખતે બે ટીકાઓ હતી. એક તો હરિભદ્રસૂરિજીની અને બીજી કઈ લેવી? શું ૧૧૩૯માં રચાયેલી શીલભદ્રીયા વૃત્તિ હોઈ શકે ખરી?
૫૫૯. એક જ અર્થ માટે–શબ્દો, ક્રિયાપદો, વિશેષણો આદિનો છૂટથી ઉપયોગ કરવામાં આવે તો ગાથામાન વધી જાય. એ જ અર્થને સૂત્ર રચનાના નિયમ મુજબ જરૂરી શબ્દોથી સંક્ષેપમાં રજૂ થાય તો અર્થ લગભગ એ જ રહેવા છતાં ગાથામાન ઘટાડી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org