________________
शरीरद्वालु वर्णन ૫૬૧પન્નવણાસૂત્ર—ટીકા અને ૫*લોકપ્રકાશ આદિ ગ્રન્થોમાં સંસારી જીવોનું વિસ્તૃત સ્વરૂપ ૩૬-૩૭ દ્વારો વડે વર્ણવ્યું છે.
- જ્યારે અહીંઆ મૂલ ગાથામાં ૨૪ દ્વારો, તેના નામ લેવાપૂર્વક જણાવ્યાં છે અને તે પ્રત્યેક દ્વાર ઉપર વિસ્તૃત વર્ણન સંગ્રહણીના ટીકાકારોએ કર્યું છે. તે આધારે અને અન્ય ગ્રન્થોના આધારે પ્રસ્તુત દ્વારોની સમજ આપવામાં આવી છે.
આ દશ્ય અદશ્ય વિશ્વમાં સૂક્ષ્મ કે સ્કૂલ દશ્ય કે અદશ્ય કોટિના એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અનંત જીવો છે. આ જીવોની જીવનસ્થિતિ અને જીવનનો વિકાસ કેવો હોય છે? એ સમજવા માટે સંકળાયેલી અનેકાનેક બાબતોનું જ્ઞાન જરૂરી હોય છે. સંપૂર્ણ જ્ઞાનના અભાવે તમામ બાબતોને આપણે જાણવાને સમર્થ નથી. એટલે શાસ્ત્રકારોએ ગ્રાહ્ય અને જરૂરી બાબતોની જે નોંધો કરી તેને અહીં સમજાવવામાં આવે છે. એમાં સહુથી પહેલું શરીરદ્વાર કહેવાશે. કારણકે એ મુખ્ય વસ્તુ છે. શરીર વિના કોઈ સંસારી જીવ હોઈ જ શકતો નથી. વિશ્વમાં એવા દેહધારી જીવો અનંત છે. અને તે જીવો પાંચ પ્રકારનાં શરીરો વડે વહેંચાયેલા છે. અને આઠ પ્રકારની ગ્રાહ્ય પુદ્ગલ વર્ગણા પૈકીની પાંચ પ્રકારની વિભિન્ન વર્ગણાઓ દ્વારા આ પાંચ વિભિન્ન શરીરોનું નિર્માણ થાય છે.
૧. શરીર–શરીર] વાર–શરીર શબ્દની વ્યુત્પત્તિ વિચારીએ તો શીતિ-વિશીર્વતિ તસ્કરી શીર્ણ-વિશીર્ણ એટલે કે વીખરાવાના અથવા વિનાશ થવાના સ્વભાવવાળું અથવા પૂરણગલન સ્વભાવવાળું હોય તેને શરીર કહેવાય.
વાત પણ સાચી જ છે. કોઈપણ શરીર એ પુદ્ગલ એટલે કે પરમાણુઓના સમૂહનું બનેલું હોય છે. અને પુદ્ગલ પરમાણુઓનો સ્વભાવ છે કે તેઓ સદાય એક જ સ્થિતિમાં રહેતા નથી, એનો આંશિક કે સર્વથા સંયોગવિયોગ કે પૂરણ–ગલનાદિ થયા જ કરે છે. અને એના કારણે શરીરમાં સારાનરસાપણાની સ્થિતિ ઊભી થાય છે. એક સમયે તેનો સર્વથા અન્ત પણ ઊભો થાય છે. એટલે ધારણ કરેલા શરીરના પરમાણુઓની રાખ પણ થઈ જાય છે. આવા વિનાશી અને ઔદયિક ભાવથી (–કર્મોદયથી) પ્રાપ્ત થતા શરીરોની ભિન્ન ભિન્ન સ્થિતિ, સ્વભાવ તેમજ કર્તવ્યના કારણે પાંચ પ્રકારો જણાવ્યા છે. ૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. તેજસ ૫. કામણ.
(૧) ઔદારિક શરીર–૩: પુર્તિનંત' ઉદાર યુગલો વડે બનેલું તે ઔદારિક. અહીંયા ઉદાર શબ્દ ઉત્તમ, સ્કૂલ અને પ્રધાન ત્રણેયનો વાચક છે. અર્થાત્ ઉત્તમ પુદ્ગલોનું બનેલું હોય તે. સ્થૂલ પુદ્ગલસ્કંધોનું (પરમાણુઓના જથ્થાઓનું બનેલું હોય છે અથવા પાંચેય શરીરમાં જે પ્રધાન સ્થાન ભોગવે છે તે.
ધર્મસાધના અને મોક્ષની પ્રાપ્તિ, આપણા જેવા જ ઔદારિક શરીરની મદદથી જ થતી હોવાથી પ૬૧. ત્રિવUTI વહુવત્તત્રં ફ્રિ વિસાય ! [પન્નવUસૂત્ર થી ૪ થી ૭] પ૬૨. મેવાસ્થાનનિ પતિઃ || [ ૩, શ્લોક ૨ થી ૬]
પ૬૩. આમ તો પરમાણુઓ બધા સરખા જ હોય છે પરંતુ પરમાણુઓના સ્કંધો અને સ્કંધોની વગણાઓ અને એમાંની પરમાણુઓની જે સંખ્યા તેના કારણે તેના કાર્યોમાં ભિન્નતા સર્જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org