________________
६२४
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
તેને ઉત્તમ પુદ્ગલોવાળું કહ્યું. આ શરીરના પુદ્ગલસ્કંધો બીજા ચાર શરીરના પુદ્ગલસ્કંધોની અપેક્ષાએ મોટા હોવાથી ‘સ્થૂલ' કહ્યું. અથવા ઔારિક શરીરની અવગાહના અન્ય શરીરોની અપેક્ષાએ મોટી એટલે એક હજાર યોજનથી અધિક હોવાના કારણે પણ સ્થૂલ કહ્યું. અને તીર્થંકરો, ગણધરો, ચક્રવર્તી આદિ શરીરને જ ધારણ કરનારા હોવાથી, બધાય શરીરમાં પ્રધાન ગણાતું હોવાથી પ્રધાન' કહ્યું છે.
આ શરીર ચોક્કસ પ્રકારના (ઔદારિક વર્ગણાની જાતના) પુદ્ગલસ્કંધોથી રચી શકાય છે.
આ શરીર ૨સ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ હાડકાં, મજ્જા અને વીર્ય આ સાત ધાતુનું બનેલું હોય છે. પણ દરેક જીવને સાતેસાત ધાતુ હોવી જ જોઈએ એવો નિયમ નથી. ન્યૂનાધિકપણે પણ હોઈ શકે છે. એનું કારણ જીવના વિકાસની સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે.
આ જુદા જુદા પ્રકારના વર્ણ–રંગ, ગંધ, રસસ્વાદ અને સ્પર્શીવાળું હોય છે અને શરીરધારી સૂક્ષ્મ નિગોદના જીવોથી લઈને તમામ મનુષ્યો અને તિર્યંચોને હોય છે. જે વાત આગળ કહેશે જ. આ શરીર સમગ્ર જન્મપર્યંતનું જ હોય છે. વચમાં નવું ઔરિક બનાવી શકાતું નથી અને જૂનું ગમે ત્યારે તજી શકાતું નથી.
(૨) વૈક્રિય શરીર—વિક્રિયા. વિ એટલે વિવિધ. ત્રિયા એટલે ક્રિયા. એ વિવિધ ક્રિયા જેમાં થઈ શકે તેનું નામ વૈક્રિય’ કહેવાય. એટલે વિવિધ કે વિશિષ્ટ પ્રકારની રૂપ ક્રિયાઓ કરવામાં જે સમર્થ હોય, તે શરીરને વૈક્રિય કહેવાય છે.
આ શરીરને આપણી જાડી ભાષામાં બહુરૂપી કે જાદુગરું શરીર કહી શકાય. કેમકે આ શરીર અમુક—ચોક્કસ પ્રકારના વૈક્રિય પુદ્ગલસ્કંધોનું બની શકે છે. આ વૈક્રિય સ્કંધો આ ઔદારિક જાતના સ્કંધોથી સૂક્ષ્મ હોય છે. અને આ સ્કંધોનો સ્વભાવ પારા જેવો છે. એ કારણે એક શરીરમાંથી અનેક શરીર બનાવી શકાય, એક સરખાં કે અસરખાં અસંખ્ય રૂપો બનાવી શકાય, અસંખ્ય રૂપોમાંથી એક બનાવી દેવાય. નાનામાં નાનું સોયના અગ્ર ભાગ જેટલું બનાવી શકાય અને મોટામાં મોટું હજારો ગાઉ જેવડું પણ બનાવી શકાય, પતળાનું જાડું, જાડાનું પતળું થાય, કોઈપણ અવસ્થાઓવાળું કોઈ પણ જાતિના રૂપોવાળું બનાવી શકાય, આકાશગામીમાંથી પૃથ્વીગામી બની જાય, પૃથ્વીગામીમાંથી આકાશગામી બની જાય, હલકાનું ભારે થાય, ભારેનું હલકું થાય, દૃશ્ય અદૃશ્યરૂપે બની જાય, એ રીતે યથોચિત મર્યાદા પ્રમાણે જે જે જાતનાં રૂપો-આકારો બનાવવા હોય તે બધું આ શરીરથી જ શકય છે. એવું એ વિચિત્ર પ્રકારનું અને અદ્ભુત કહી શકાય તેવું આ શરીર છે.
આ શરીર ઔારિક શરીરગત રહેલી સાત ધાતુઓથી રહિત છે. એમને વૈક્રિય લબ્ધિથી શોભા માટે ઉત્પન્ન કરેલા કૃત્રિમ દત્ત, નખ, કેશાદિક હોઈ શકે છે. દેવોના વૈક્રિય શરીરમાં દાંત, નખ, કેશ અને અસ્થિ જેવો કઠણ ભાગ અવશ્ય હોય છે પણ તે ઔદારિક શરીરનાં દાંત, અસ્થિ વગેરેની માફક અશુચિ ધરાવતા નથી હોતાં.
આ શરીર મવપ્રયિક અને વ્યિપ્રચિત્ત બે પ્રકારે હોય છે. સમગ્ર જન્માશ્રયી દેવલોકના દેવો અને નરકતિના નારકજીવોને ભવન્નચિત્ત વૈક્રિય હોય છે. અને જ્ઞધ્ધિપ્રયિતે તપશ્ચર્યાદિક ગુણો દ્વારા મેળવેલું. આ લબ્ધિપ્રત્યયિક શરીર ગર્ભજ મનુષ્ય, તિર્યંચો અને કેટલાક બાદર પર્યાપ્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org