________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આવો ઉલ્લેખ કરીને ખરેખર ! તેઓશ્રીએ એક જૈનશ્રમણમાં હોવી જોઈતી નિરાભિમાનતા અને સરલતાનો જ પરિચય કરાવ્યો છે. ઉત્તમ, ગુણજ્ઞ અને કુલીન આત્માઓ કદિ પણ પોતાના પરોપકારની કે કાર્યની વધાઈ ગાવા કરતાં સ્વોપકારને જ આગળ ધરે છે. કારણ કે એ મહામતિમહર્ષિઓ સમજે છે કે સ્વોપકારમાં પરોપકાર આપોઆપ સમાએલો હોય જ છે. લઘુતામાં પ્રભુતા સમજવીએ આનું નામ ! શ્રી શ્રીચન્દ્રમહર્ષિના શિષ્યો વાસ્તવિક વાતને રજૂ કરે છે –
ખુદ સંગ્રહણીકારના શિષ્ય શ્રી દેવભદ્રસૂરિજી જેઓ સત્ય હકીકત જાણતા હતા, તેથી તેઓ પોતે જ આ જ સંગ્રહણીની ટીકામાં જણાવે છે કે “અમારા પૂજ્ય ગુરુદેવશ્રી, જેઓએ માનકષાયને સંપૂર્ણ દળી નાંખ્યો હતો, તેથી ગંભીરમના અમારા તારક ગુરુદેવશ્રી ઉદ્ધતાઈ વ્યક્ત થાય તેવા શબ્દો વાપરવાનું કદિ પસંદ કરતા ન હતા. તેથી જ તેમણે મત્ત તથા એટલે કે પોતાના ભણવાને માટે કરી, એમ જણાવ્યું પણ ખરેખર હકીકત એ હતી કે તેઓશ્રીનો આ સફળ પ્રયત્ન નવદીક્ષિતો, અને અલ્પબુદ્ધિધના આત્માઓ માટે જ હતો અને આ વાત અમો તેમના સહુ શિષ્યો સ્પષ્ટ અને સારી રીતે જાણીએ છીએ, અને મેં ટીકામાં આ વાત લખી ત્યારે મારા અન્ય સાથી મુનિવરોએ જણાવ્યું કે–આવા મહામતિમાન, શ્રુતજ્ઞાનના ભંડારસમા અને કરુણાહૃદયી ઋષિએ સત્તપઢળત્યાઆત્માના ભણવા માટે આવું અત્યલ્ય લઘુતાસૂચક વાક્ય ઉચ્ચારવું ન હતું.'
આના જવાબમાં ટીકાકારે સ્વગુરુની લઘુતાને ન્યાય આપવા, પ્રસ્તુત ઉદ્ગારોને મૂલવતા જણાવ્યું કે “આ લઘુતા એ જ તેઓશ્રીની શ્રુતસંપત્તિ અને મહત્તાની સૂચક છે. કેવો સુંદર ખુલાસો !”
વળી ટીકામાં એમ જણાવ્યું છે કે, સંક્ષિપ્તરચના, પરસ્પરકૃતનો અને સ્વ-પરશાસ્ત્રનો સ્વાધ્યાય અને અનુચિંતન કરનારા, તેમજ પોતપોતાના ગચ્છ અને શ્રીસંઘના કલ્યાણ આદિ વ્યાપારમાં અગ્રગણ્ય સેવા આપી રહેલા મહામુનિઓને શીધ્રપાઠ અને અર્થચિંતન આદિ કરવામાં અવશ્ય અત્યન્ત ઉપકાર કરવાવાળી છે. અને આ ઉપકારબુદ્ધિની વાત અમારા ગુરુદેવે અમારા બધાયની સમક્ષ કહેલી છે. એટલે જ મેં ઉપરોક્ત ઉલ્લેખ કર્યો છે. જો મારી મતિકલ્પનાથી હું કરું તો હું ખુલ્લી રીતે ગુરુઆશાતનાનો જ ભાગી બનું.
આ રીતે ટીકાકારે સ્વગુરુદેવની ઉપકારશીલતા અને અનુગ્રહબુદ્ધિની રસિક હકીકત રજૂ કરી સ્વગુરુગૌરવ અને ભક્તિ દાખવી છે. ધન્ય હો ! આવી ગુરુ-શિષ્યોની બેલડીને! આપણાં તેઓને અનંત વંદન.
શ્રી ચન્દ્રીયા સંગ્રહણી અહીંઆ પૂરી થાય છે. હવે પછીની ગાથાઓ પુનઃ પ્રક્ષેપ તરીકે આપી છે, અને અન્તિમ ગાથા તેમના કોઈ અનુરાગી વિદ્યાર્થીએ બનાવી હશે ! [૩૪૩
ગઈ નમઃ | श्रीधरणेन्द्रपद्यावतीपूजितायश्रीशंखेश्वरपार्धनाथाय नमः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org