________________
वचनबलनं स्वरूप
હૃ૦૭
અહીંયા કાયયોગથી ભાષા વગણાનાં પુદ્ગલોનું ગ્રહણ અને પરિણમન, તેમજ વચનબળથી ભાષા બોલવાનું અને વિસર્જનનું કાર્ય થાય છે. વચનબળ શ્રેષ્ઠ હોય તો તીવ્રોચ્ચાર, મંદ હોય તો મંદોચ્ચાર થાય. પણ આ સંભાષણ બળથી જ શકય બને છે. પહેલા સમયે પુદ્ગલગ્રહણ, બીજા સમયે પરિણમન અને ત્યાર બાદ અવલંબન લેવાપૂર્વક વિસર્જનનું કાર્ય થાય છે.
ભાષાનો વ્યાપાર કે બોલવાની પ્રવૃત્તિ જીવને જ હોય છે. અજીવને હોતી જ નથી. ૮૪ લાખ જીવાયોનિમાંથી પ૨ લાખને તો ભાષાનો યોગ જ નથી, એ જીવોને માત્ર એક “સ્પર્શ ઇન્દ્રિય જ છે, રસના–જીવા ઇન્દ્રિય જ નથી. બાકીના ૩૨ લાખમાંથી ૬ લાખ (બે, ત્રણ, અને ચાર ઇન્દ્રિયોવાળા)ની ભાષા અસ્પષ્ટ છે. શેષ ૨૬ લાખ (લગભગ)ની સ્પષ્ટ ભાષા હોઈ શકે છે. આ સ્પષ્ટ ભાષા પણ ભાષાપત્યપ્તિનામકર્મનો તેમજ અંગોપાંગનામકર્મનો સ્પષ્ટ ઉદય વર્તતો હોય તેને જ હોય છે. નહીંતર મનુષ્ય હોય, જીભ હોય છતાં મુંગો, બોબડો, તોતડો વગેરે પ્રકારની ખામીઓના કારણે બોલી ન શકે, સ્પષ્ટ વદી ન શકે, ન તો વ્યવસ્થિત સંભાષણ કરી શકે.
ભાષા બાબતમાં અન્ય થોડી વિચારણા કરીએ.
ભાષાનો વહેવાર મુખ દ્વારા થાય છે. એમાં જોનારની દષ્ટિએ તો સહાયક તરીકે મુખથી કંઠ સુધીના અવયવો દેખાય છે. કદાચ આપણે એમ સમજતા હોઈએ કે બોલવાની ક્રિયામાં માત્ર વર્ણો, શબ્દો, અને મુખાદિ સ્થાનો જ સાધનરૂપે છે, અને બીજું નથી, તો તે વાત બરાબર નથી. પૂર્વોક્ત બંને વસ્તુઓ, ઉપરાંત, જેના વિના ભાષા બની જ ન શકે તે વસ્તુ તો છે ભાષા બોલવામાં ઉપયોગી, વિશ્વવ્યાપી એક પ્રકારના (ભાષાયોગ્ય) પુગલ પરમાણુ, સ્કંધો.
જૈન સિદ્ધાન્તકારોએ સમગ્ર વિશ્વના સંચાલનમાં આઠ પ્રકારના પરમાણુઓ માનેલા છે. એ પરમાણુઓથી (એટલે તેના સ્કંધોથી) સમસ્ત વિશ્વ ભરેલું છે. અને એનાથી જ વિશ્વનું પ્રચ્છન્ન કે પ્રગટ રીતે સંચાલન થઈ રહ્યું છે. એ આઠ પ્રકારમાં એક ભાષામાં ઉપયોગી થઈ શકે તેવા પરમાણુઓ છે. એ પરમાણુઓ અખિલ બ્રહ્માંડમાં (સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ વગેરેમાં) સર્વત્ર છવાયેલાં છે.
કોઈ પણ જીવ જ્યારે શબ્દ બોલવા તૈયાર થાય એટલે તરત જ લોહચુંબક જેમ લોઢાને જ ખેંચે (બીજાને નહીં જ) તેમ તે પોતાના આત્મપ્રદેશોને અવગાહીને રહેલા પુદ્ગલોને અત્યન્ત ઝડપથી ગ્રહણ કરી લે છે. અને જેવું બોલવું હોય તેવા પ્રકારે (કાયયોગ દ્વારા) પરિણાવે છે, અને પછી વચનયોગના બળથી ગૃહીત પુદ્ગલોના સહકારથી ભાષાનો ઉદ્ગમ થાય છે, અર્થાત્ ઉચ્ચાર કરે છે.
આથી તાત્પર્ય એ નીકળ્યું કે દરેક જીવોને બોલવા માટે ભાષાપુદ્ગલોની અનિવાર્ય આવશ્યકતા છે. કાયયોગ દ્વારા પુદ્ગલગ્રહણ અને પરિણમન, તેમજ વચનયોગ દ્વારા ભાષાપુદ્ગલોનું વચનરૂપે નિગમન સમજવું. જે વાત ઉપર કહેવાઈ ગઈ છે.
અહીંયા બોલનારો છે આત્મા, બોલવાનું સ્થાન છે શરીરવતમુખ, બોલવાનું મુખ્ય સાધન (માધ્યમ) છે ભાષાવર્ગણાનાં પુદ્ગલો, બોલવાની શક્તિ કે વ્યાપાર કરાવનાર છે વચન યોગ, એ
પ૩૧. “ફાઈ, નિરિ તદ વાળનોને [. નિ.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org