________________
૬૦:
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વ્યાપારને વ્યક્ત કરવાનું સાધન વણ અક્ષરો છે. અહીંયા એ વાત પણ સમજી લેવી કે પુદ્ગલ શબ્દની વાત જ્યાં આવી ત્યાં પુદગલથી એક દ્રવ્ય પદાર્થ સમજવો અને એને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અર્થાત્ રંગ, ગંધ, સ્વાદ અને સ્પર્શ હોય છે. જૈનશાસ્ત્રોએ પુદ્ગલોથી ક્ષીર–નીરની જેમ સંમિશ્રિત ભાષાને દ્રવ્ય-પદાર્થ રૂપે માની છે. અને એ વાતની સાબિતી આજના વિજ્ઞાને સાક્ષાત્ કરાવી આપી છે. એ જ વાત ઉપર આવીએ.
ભાષા એ પુદ્ગલનો જ પિંડ છે, એ પિંડમાંથી ભાષાનું આવિષ્કરણ થાય છે. તેથી જ તે ડર મૂર્ત–રૂપી કે આકારવાળો છે. જેવા શબ્દો એવા પુદ્ગલના આકારો, જે વસ્તુ પુદ્ગલ તરીકે હોય છે તેના અનેક સ્વભાવો હોય છે. જેમકે ગ્રહણ–વિસર્જન-ઉપઘાત, અધ, ઊર્ધ્વ, તિર્યકુ પ્રસરણ, વાયુ અને અગ્નિના સંયોગથી હસ્વ દીર્ધ પ્રસરણ, અલ્પાધિકપણે પ્રવર્તન, વગેરે વગેરે.
હવે જૈનશાસ્ત્રોએ શબ્દને પુદ્ગલ પદાર્થ માન્યો. પદાર્થ માન્યો એટલે કોઈ વસ્તુ ચીજ બની. અને ત્યારે જ તે ફોનોગ્રૉફની રેકર્ડમાં, ટેપરેકર્ડમાં અને વીજળીના તારમાં, રેડીઓમાં, (મેગનેટ અને ઇલેકટ્રીકસીટી આદિની મદદથી) પકડી શકાણી અને બોલાએલા શબ્દોનું વરસો સુધી અસ્તિત્વ ટકી શક્યું. અસ્તુ
ભાષા અંગે જૈનદર્શન એમ કહે છે કે ભાષા જેવી નીકળે છે કે તરત જ તેના પુદ્ગલો ચાર જ સમયમાં (એક સેકન્ડના અબજોના ભાગમાં) સમગ્રલોક –વિશ્વ કે બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ જાય છે.
પણ અહીંયા એ પ્રશ્નને અવકાશ મળે છે કે-જે શબ્દો લોકના એક છેડાથી બીજા છેડા સુધી (અબજોના અબજો માઈલો)માં ફેલાય છે. તે શું મૂલ પુદ્ગલો જ છે? શાસ્ત્ર કહે છે કે ના. મૂલ પુદ્ગલોની ગતિ બાર યોજન (એટલે ૪૮ ગાઉ)થી વધુ હોતી નથી. પણ પછી પોતાની અવાજની ગતિની સમશ્રેણિમાં વર્તતા પુદ્ગલો પોતે જ વાસિત કરતા જાય એટલે પોતાના શબ્દસંસ્કારો આપતા જાય અને બહુધા તો તે વાસિત પગલોના જ શબ્દો અન્યને સાંભળવા મળી શકે છે. રેડીઓ દ્વારા, હજારો માઈલ દૂરથી બોલાતા શબ્દો હજારો માઈલ દૂર, જે સંભળાય છે તે વાસિત કરેલા પુદ્ગલોદ્ભવ શબ્દો જ સંભળાતા હોય છે. હજારો માણસોના કે પશુઓના મુખમાંથી નીકળતા શબ્દોના પુદ્ગલો વિશ્વમાં સર્વત્ર જોતજોતામાં પ્રસરતા જ હોય છે, અગ્નિ અને વાયુ બંને પદાર્થો, તેને પકડીને ધ્વનિરૂપે ઇચ્છિત સ્થળે, ઇષ્ટ દિશામાં પ્રસારિત કરી શકે છે. આજના વૈજ્ઞાનિકોએ શબ્દો ધ્વનિમાં મોજા રૂપે ફેંકાય છે, એ અનેક રીતે સ્પષ્ટ-સાબિત કરી આપ્યું છે. અરે ! આજે માત્ર શબ્દ જ નહિ, પણ તે
પ૩૨. ન્યાયશાસ્ત્ર શબ્દને આકાશના ગુણરૂપે માને છે. આકાશ અમૂર્ત-અરૂપી છે. એટલે એનો ગુણ પણ અમૂર્ત અરૂપી છે, એમ પ્રતિપાદન કરે છે. જો એ વાત સાચી હોય તો, તે આકાશની માફક સર્વત્ર વ્યાપ્ત હોવો જોઈએ, પણ તેમ જોવા મળતું નથી. શબ્દ સર્વત્ર નથી. શ્રોત્રેન્દ્રિય ભીંત વગેરેથી ઉપધાત પામે છે. (રોકાય છે) અને પુગલના સ્વભાવો તેમાં જોવા મળે છે. એટલે તેને આકાશનો ગુણ માનવો અસત્ છે. વળી શબ્દ તો રૂપી જ છે. એટલે આકારવાળો છે અને રૂપીનો જન્મ અરૂપીમાંથી કદી ન હોઈ શકે. વળી શબ્દના પડઘાઓ પડે છે એ વાત પણ શબ્દ રૂપી છે તે સૂચિત કરે છે.
પ૩૩. શાસ્ત્રીય શબ્દોમાં અબજોમો નહિ પણ અસંખ્યાતમો ભાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org