________________
६१४
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૩. મૈથુનસંજ્ઞા— પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે, તેમજ પુરુષ-સ્ત્રી ઉભય પ્રત્યે કામાભિલાષની જે ઇચ્છાઓ જાગે તે.
૪. પદ્મિહસંજ્ઞા—પદાર્થ ઉપરની મૂતિ–મમતા. આ લોભકષાયમોહનીયકર્મના ઉદયથી ઉદ્ભવે છે.
. કોષસંજ્ઞા—— ચેતન કે જડ દ્રવ્યાદિ પરત્વે અપ્રીતિનો ભાવ ઉત્પન્ન કરે તે. ક્રોધ, ગુસ્સો, રોષાદિ થાય છે તે આ સંશાને આભારી છે. આ ક્રોધ મોહનીયકર્મના ઉદયથી હોય છે. ૬. માનસંજ્ઞા— ગર્વ, અભિમાન કે અક્કડતા આદિ આ સંજ્ઞાને પ્રતાપે ઉદ્ભવે છે. આ માન મોહનીયકર્મના ઉદયથી જન્મ પામે છે.
૭. માયામંના
૬. શોમસંજ્ઞા
૬. ગોષસંજ્ઞા—
માયા, કપટ, પ્રપંચ કરવાના પરિણામસ્વરૂપ છે. અને તે માયા મોહનીયકર્મના ઉદયથી ઉદ્ભવે છે.
પદાર્થો ઉ૫૨ની અત્યન્ત આસક્તિ, અને એના પ્રતાપે પદાર્થાદિ સંચયનો શોખ વધતો જાય. આ લોભ મોહનીયકર્મના ઉદયને કારણે હોય છે.
Jain Education International
આ સંજ્ઞાના બે અર્થો જુદા જુદા ગ્રન્થકારો કરે છે. તે આ પ્રમાણે :— ૧. *મતિજ્ઞાનાવરણ કર્મના સ્વલ્પક્ષયોપશમથી શબ્દ અને અર્થવિષયક સામાન્ય બોધ થવો તે. અને આ અર્થથી આ સંજ્ઞા વર્ગનોપયોન રૂપ થઈ.
૫૪૨.
૨. અથવા અવ્યક્ત ઉપયોગ સ્વરૂપ તે. જેને સહજભાવિની પણ કહી શકાય. અને આ સંજ્ઞાના કારણે જ લતાઓ પોતાની મેળે જ પોતાનો આશ્રય શોધીને ભીંત ઉપર કે વૃક્ષ ઉપર સ્વતઃ ચઢે છે. ઇત્યાદિ જે કાર્યો અમનસ્કોને થાય છે તે ઓઘસંશાનાં જ સૂચક છે.
૧૦. રોસંજ્ઞા આ સંજ્ઞાના પણ બે અર્થો ગ્રંથકારો કરે છે.
૧. મતિજ્ઞાનાવરણીયકર્મના સ્વલ્પક્ષયોપશમથી શબ્દાર્થ વિષયક જે બોધ તે. અને આ અર્થથી આ સંજ્ઞા જ્ઞાનોપયોગ રૂપ છે.
૨. બીજો અર્થ એ છે કે જનતાએ પોતપોતાની કલ્પનાઓથી નિશ્ચિત કરેલા નિર્ણયોનો આદર કરવો તે. જેમકે “અપુત્રીયાની સદ્ગતિ થતી નથી. બ્રાહ્મણપુત્રો દેવતુલ્ય છે. કુતરાના યક્ષ–યમરાજા છે. કુતરાઓ યમરાજાને જુએ છે. મયૂરોને
૫૪૫
* આ પ્રવચનસારોદ્ધાર ટીાનો અભિપ્રાય છે.
૫૪૨. આ આચારાંગ નિ. ગાથા ૩૩ની વૃત્તિના અભિપ્રાયે.
૫૪૩. વૈદિકાદિ ઈતર ગ્રન્થોમાં એક સુપ્રસિદ્ધ વચન છે કે ‘પુત્રસ્ય ગતિક્તિ મોક્ષો નૈવ ચ નૈવ ચ' (મનુ સ્મૃતિ) અર્થાત્ અપુત્રીયાની ગતિ થતી નથી અને મોક્ષ તો નથી ને નથી જ. અર્થાત્ તેનો સ્વર્ગ—મોક્ષ થતો નથી.
૫૪૪, ‘બ્રાહ્મા: મૂવેવાઃ' બ્રાહ્મણો પૃથ્વી ઉપરના દેવો છે.
૫૪૫. જમરાજા કુતરાનું રૂપ લઈને આવે છે અને જીવને પરલોકમાં લઈ જાય છે.
૫૪૬. અથવા બીજી એક સુપ્રસિદ્ધિ છે કે મૃત્યુ ક્ષણે મરનારને લેવા યમરાજા આવે છે. તેને કુતરાઓ જોઈ શકે છે. ને તેથી જ કુતરાઓ રડે છે. અને તેથી જ લોકો પણ રોતા કુતરાઓને અમંગલ માની ભગાડે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org