________________
६०४
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
એક લાખ યોજન દૂર રહેલા (નિસ્તેજ એવા પહાડ વગેરે) પદાર્થોને જોઈ શકે, કર્મેન્દ્રિય બાર યોજન દૂર વાગતા શબ્દને સાંભળી શકે છે.
જઘન્યથી ચક્ષુઇન્દ્રિય અંગુલના સંખ્યાતમા ભાગે દૂર રહેલી વસ્તુને, અને બાકીની ચાર, અંગુલના અસંખ્યાતમા ભાગે રહેલા વિષયોનો અવબોધ કરી શકે છે.
જેમ દૂરથી મેઘગર્જનાનો અવાજ કર્મેન્દ્રિય સાંભળી શકે છે. વળી ચોમાસામાં પહેલી વૃષ્ટિ થતાં દૂરથી પૃથ્વીમાં રહેલો ગંધ ઘ્રાણથી ગ્રહણ કરી શકીએ છીએ તે જ રીતે ગંધમાં તીખાશ છે કે કડવાશ તેનો રસાનુભવ રસનેન્દ્રિય કરી શકે છે. અને સમુદ્ર, નદી આદિ જલાશયોને સ્પર્શીને દૂર દૂરથી આવતા ઠંડા પવનથી શીતસ્પર્શનો અનુભવ સ્પર્શેન્દ્રિયને થાય છે.
પ્રાયાપ્રાપ્યપનું—ચક્ષુ અને મન, એ બંને પોતાને નહીં પ્રાપ્ત થયેલા એવા વિષયોને જાણે છે અને શેષ ઇન્દ્રિયો સ્વપ્રાપ્ત વિષયોને જ જાણે ચિંતવે છે.
સામાન્ય રીતે સહુથી સૂક્ષ્મ ઇન્દ્રિય ચક્ષુ અને સહુથી મોટી સ્પર્શ કહેવાય છે.
બીજી વાત એક વધુ સમજવી કે—એક ઇન્દ્રિયનું કામ સામાન્ય રીતે બીજી ઇન્દ્રિયથી થઈ શકતું નથી, પણ તપશ્ચર્યાદિ દ્વારા વિશિષ્ટ લબ્ધિશક્તિ પ્રાપ્ત કરી હોય એવા સંભિન્નશ્રોત લબ્ધિવાળા મુનિ એક જ ઇન્દ્રિયથી અનેક ઇન્દ્રિયનું કામ કરી શકે છે.
આ રીતે પાંચ ઇન્દ્રિયો અંગેનું વિવેચન અહીં પૂરું થાય છે.
તિવન ત્રણ બળ
ભૂમિકા—પ્રાણીઓમાં જે તાકાત હોય છે, તે આ ત્રણબળ પૈકીની હોય છે. અહીંયા ત્રણ બળથી મન, વચન અને કાયા, આ ત્રણનું બળ લેવાનું છે. વિશ્વમાં એવાં પણ મનુષ્યો અને તિર્યંચો છે કે જેને આ ત્રણેય બળો હોય છે. આમ તો ત્રણેય બળો ધરાવતા જીવો ચારેય ગતિમાં છે.
મનનું બળ મળ્યું હોય તો જીવ મનન, ચિંતન કે વિચાર, વચન વગેરે વચન બળની પ્રાપ્તિથી વાણી કે ઉચ્ચાર અને કાયાનું બળ મળ્યું હોય તો હલન ચલન કે વર્તન આદિનું બલ, આમ જીવ ત્રણેય બલથી વિચાર, વાણી અને વર્તન કરવાની લબ્ધિ અથવા શક્તિ મેળવે છે. આ ત્રણેય શક્તિ શરીરધારી જીવમાં જ રહેલી હોય છે. આમાં મનોબળની શક્તિથી જીવ જ્યારે મનન, ચિંતન કે વિચાર કરે ત્યારે તેને મનોયોગ'વાળો કહેવાય. એ પ્રમાણે ઉચ્ચાર કરવાની શક્તિ કે લબ્ધિ તે વચનબલ. અને ઉચ્ચાર કરવો કે બોલવાનો વ્યાપાર કરવો તે ‘વચનયોગ' કહેવાય. તે રીતે હાલવું ચાલવું ખાવું પીવું વગેરે કાયજન્ય વ્યાપારોની શક્તિ તેને કાયબલ કહ્યું, પણ તેનો વ્યાપાર ચાલે ત્યારે ‘કાયયોગ' કહેવાય. બલ એ શક્તિ છે, અને યોગ તે શક્તિનો વ્યાપાર છે, એટલે કે બલ કારણરૂપે અને યોગ કાર્યરૂપે છે. બલ હોય ત્યાં યોગ હોય જ એવી વ્યાપ્તિ નથી, પણ યોગ હોય ત્યાં બળ અવશ્ય હોય એ વ્યાપ્તિ ઘટી શકે છે. બળ હોય છતાં અન્ય કારણોના અવરોધો ઊભા થાય તો બળ વ્યાપ્ત નથી થઈ શકતું.
આત્મામાં અનંત વીર્ય—શક્તિ કે સામર્થ્ય ભરેલું છે. આ શક્તિ સામર્થ વીર્યાન્તરાય નામના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org